આનંદ મહિન્દ્રાએ ટ્રાફિક પોલીસકર્મીની કામ કરવાની આ રીતને મોટિવેશનલ ગણાવી, જૂઓ વીડિયો
- આનંદ મહિન્દ્રા એવા વીડિયો અથવા પોસ્ટ્સ શેર કરતાં રહે છે જે તેમને ખૂબ પસંદ આવે છે અને જેને શેર કરવાથી લોકોમાં થોડો બદલાવ આવી શકે છે
HD ન્યૂઝ ડેસ્ક, 29 જુલાઇ: આનંદ મહિન્દ્રા એક જાણીતા ભારતીય ઉદ્યોગપતિ અને મહિન્દ્રા ગ્રુપના ચેરમેન છે. આનંદ મહિન્દ્રા પોતાના બિઝનેસ સિવાય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ ખૂબ એક્ટિવ છે. દર થોડા દિવસે, તે એવા વીડિયો અથવા પોસ્ટ્સ શેર કરતાં રહે છે જે તેમને ખૂબ પસંદ આવે છે અને તેમને લાગે કે, તેને શેર કરવાથી લોકોમાં થોડો બદલાવ આવી શકે છે. આજે પણ એટલે કે 29મી જુલાઈની સવારે તેમણે ‘મન્ડે મોટિવેશન’ માટે ટ્રાફિક પોલીસ અધિકારીની કામ કરવાની આ રીતનો એક વીડિયો શેર કરીને તેને મોટિવેશનલ ગણાવી છે.
જુઓ વાયરલ વીડિયો
This cop proves that there is NO such thing as boring work.
It is whatever you choose to make of it.#MondayMotivation
— anand mahindra (@anandmahindra) July 29, 2024
વાયરલ વીડિયોમાં શું જોવા મળ્યું?
રસ્તા પર જતી વખતે, તમે ઘણા ટ્રાફિક પોલીસકર્મીઓને જોયા હશે જેઓ તેમનું કામ કરવા માટે ત્યાં તૈનાત હોય છે. પણ તમે આ બધાને ચૂપચાપ ઊભેલા જોશો. પરંતુ હાલમાં સોશિયલ મીડિયા પર ટ્રાફિક પોલીસનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જે તમને ખૂબ જ ગમશે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, ટ્રાફિક પોલીસ ખૂબ જ અનોખા અંદાજમાં ડાન્સ કરીને ટ્રાફિકને કંટ્રોલ કરી રહ્યા છે. જેને કારણે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
આ વીડિયો આનંદ મહિન્દ્રા દ્વારા માઇક્રો બ્લોગિંગ પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર શેર કરવામાં આવ્યો છે. વીડિયો શેર કરતી વખતે તેમણે કેપ્શનમાં લખ્યું કે, ‘આ પોલીસકર્મીએ સાબિત કરી દીધું છે કે બોરિંગ કામ જેવું કંઈ નથી. તમે જે કરવા માંગો છો, તમે તે રસ સાથે કરી શકો છો.#Monday Motivation. અત્યારસુધીમાં આ વીડિયોને 1 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. વીડિયો જોયા બાદ એક યુઝરે લખ્યું કે, “કામ તમને ખુશ અને સફળ બનાવે છે.” અન્ય એક યુઝરે લખ્યું કે, “કામ પ્રત્યે તમને અદભૂત જુસ્સો છે.” ત્રીજા યૂઝરે લખ્યું કે, “આવા લોકોને જોઈને આનંદ થયો જેઓ તેમના કામનો આનંદ માણે છે.“
આ પણ જૂઓ: પુતિને ભારતીય નૌકાદળનું આ રીતે કર્યું સ્વાગત, વીડિયો જોઈને રહી જશો દંગ