અમદાવાદ : ભાજપના નેતાના પુત્રએ ચૂંટણી પ્રચાર માટે 76 ગાડીઓ માલિકો પાસેથી ભાડે લઇને ગાઠીયાએ બારોબાર ગીરવે મૂકી દીધી
અમદાવાદ 28 જુલાઈ 2024 : શહેર ભાજપના બક્ષીપંચના પ્રમુખના પુત્રએ મને મોટો કોન્ટ્રાક્ટ મળ્યો છે. કમલમ ખાતે લોકસભાની ચૂંટણીમાં પ્રચાર કરવા માટે ગાડીઓ ભાડે જોઈએ છે તેમ કહીને અલગ અલગ ભાવ પ્રમાણે માસિક ભાડે કુલ 76 ગાડીઓ લીધી હતી. ૩ મહિના બાદ ભાડુ ગાડીના માલિકોને ન આપીને બારોબાર ગાડીઓ ગીરવે મૂકી દિદ્યાનું સામે આવ્યુ છે. આ અંગે પિડીતે કાઈમ બાન્ચમાં નેતાના પુત્ર વિરૂદ્ધ ઠગાઇ સહિતની એક્ટ હેઠળ ગુનો નોંધાવતા આરોપી પ્રિન્સની ધરપકડ કરાઈ છે.
પ્રિન્સ મિસ્ત્રીએ દેવું ચૂકવવા માટે ઠગાઈનો સહારો લીધો
ક્રાઈમ બ્રાન્ચ એસીપી ભરત પટેલે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે કુલ 76 ગાડીઓમાંથી 35 ગાડીઓ કબજે કરી લેવામાં આવી છે જે અમદાવાદ, મહેસાણા, ગાંધીનગર જેવા અલગ અલગ જિલ્લામાં ગાઠીયા દ્વારા ગીરવે મુકાઈ હતી. બાકીની ગાડીઓ પણ બે થી ચાર દિવસમાં કબજે કરી લેવામાં આવશે. ખાસ કરીને એવા લોકો પાસેથી ગાડીઓ હાલ કબજે કરવામાં આવી છે જેમણે પ્રિન્સ મિસ્ત્રીને પૈસા આપીને ગાડીઓ ગીરવે લીધી હોય અને તેમની જહાણ બહાર હોય કે આ ગાડીઓ કોઈ બીજા માલિકીની છે. ગાઠીયા પ્રિન્સ મિસ્ત્રી વિશે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે પહેલા આરોપી પ્રાઇવેટ કે ખાનગી કંપનીઓના હોર્ડિંગ્સ બનાવવાનું કામ કરતો હતો. જેમાં તેના ઉપર આ સાત કે આઠ લાખનું લેણું થઈ જતા આ લેણાની ભરપાઈ કરવા માટે સૌથી પહેલા તેણે પાંચ ગાડીઓ ભાડે લીધી હતી જે બાદ તે આ ભાડે લીધેલી ગાડી ગીરવે મૂકી પોતાનું દેવું ચૂકવ્યું હતું. પરંતુ ગાડીના માલિકોએ ભાડું માંગતા તેણે વધુ ગાડીઓ ભાડે લેવાનું ચાલુ કર્યું અને ડિપોઝિટ પેટે મળેલી રકમમાંથી અમુક સમય સુધી વાહન માલિકોને ભાડું ચૂકવ્યું પરંતુ સમય જતા તમામ ગાડીઓ તે ગરવે મૂકી ચૂક્યો હતો. અને વાહન માલિકોને ભાડું ન મળતા તેના વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ થવા પામી હતી.
ભાજપના નેતાના પુત્ર પ્રિન્સના કારસ્તાન: પક્ષના નામે અનેક લોકોને ઠગ્યા
અસારવામાં રહેતા અને એમ્બ્યુલન્સ ભાડે આપીને પરિવારનું ગુજરાન ચલાવતા કાજલભાઇ જાદવે નવેમ્બર ૨૦૨૧માં સ્વીફટ ખરિદી હતી અને તેમના મિત્ર કાર ભાજપના નેતા કનુભાઈના પ્રિન્સ મિસ્ત્રીને માસિક 33 રૂપિયામાં ભાડે આપી હતી. બાદમાં પ્રિન્સે કહ્યુ કે, મને હાલમાં કોન્ટ્રાકટ મળ્યો છે જેથી મારે સંખ્યામાં ગાડીઓ ભાડે મૂકવાની છે અને દર મહિને ૧થી ૧૫ તારીખમાં ભાડુ મળી જશે. આથી કનુભાઇ ભાજપના બક્ષીપંચ યુવા મોરચાના પ્રમુખ હોવાથી તેમના પુત્ર કાજલે વિશ્વાસ રાખીને ૫૦ હજાર ડિપોઝીટ આપીને ગાડી ભાડે આપી હતી. પ્રિન્સે ત્રણ મહિના સુધી નિયમિત રીતે કાજલભાઈને ભાડું આપ્યું હતું. ત્યારબાદ ભાડુ આપવાનું બંધ કરી દિધુ હતું. જેથી કાજલભાઈએ પૈસાની ઉઘરાણી શરુ કરતા બહાના કાઢીને પ્રિન્સે ફોન ઉપાડવાનું બંધ કરી દીધુ હતું. બીજી તરફ, કાજલભાઈને જાણ થઇ કે, તેમના જેવા અનેક લોકો પાસેથી પ્રિન્સે ગાડીઓ ભાડે લઈને બિલ ચૂકવણી કરી નથી. ગત. ૧૩ જૂલાઇએ પ્રિન્સ અને તેનો મિત્ર બન્ને પ્રિન્સના ઘરે જઈને તેના પિતા કનુભાઇને મળ્યા ત્યારે તેઓએ કહ્યુ કે, અહીંયા પ્રિન્સ રહેતો નથી અને મારે પ્રિન્સ સાથે કોઈ લેવા દેવા નથી. કાજલભાઇએ અન્ય ભોગ બનનાર વ્યકિતઓનો સંપર્ક કરીને તેઓ તમામ ફરીથી પ્રિન્સના ઘરે ગયા હતા ત્યાં તેના પિતાએ અગાઉની જેમ ઉડાઉ જવાબ આપ્યો હતો. બાદમાં કાજલભાઇએ વધુ તપાસ કરતા જાણ થઇ કે પ્રિન્સે મોટા કોન્ટ્રાક્ટની વાતો કરીને 76 ગાડીઓની એક ગાડી દીઠ 50 હજાર ડિપોઝિટ ઉઘરાવી હતી અને ગાડીઓ ગીરવે મૂકીને આવ્યો હતો. આ અંગે કાજલભાઈ સહિત અન્ય પિડીતોએ કાઈમ બ્રાન્ચમાં અરજી કરી હતી પરંતુ પ્રિન્સ સામે રાજકિય વગના કારણે કોઈ કાર્યવાહી થતી નહોતી. જો કે પીડીતોએ ભેગા થઈને વિરોધ કરતા ક્રાઈમ બ્રાન્ચે શુક્રવારે મોડી રાત્રે પ્રિન્સ મિસ્ત્રી વિરૂદ્ધ 76 ગાડીની ઠગાઇની ફરિયાદ નોંધીને તેણે પકડી પાડયો હતો
આ પણ વાંચો : અમદાવાદ: થલતેજમાં રહેતો ભૂવો અશ્વિન પંચાલ પત્ની અને બાળકોને મૂકીને બીજી મહિલા સાથે થયો ફરાર