ટ્રેન્ડિંગબિઝનેસસાયન્સ એન્ડ ટેકનોલોજી

રિચાર્જ પ્લાન મોંઘા થયા બાદ સિમ પોર્ટ કરાવવાનો રેકોર્ડ તૂટ્યો, આંકડો જાણી રહી જશો દંગ

Text To Speech
  • રિલાયન્સ જિયો, એરટેલ અને વોડાફોન આઈડિયા દ્વારા 3 જુલાઈના રોજ રિચાર્જ પ્લાનની કિંમતોમાં વધારો કરવામાં આવ્યો હતો, ત્યારબાદ લોકો સિમ કાર્ડ પોર્ટ કરાવવા તરફ વળ્યા છે

દિલ્હી, 28 જુલાઈ: ખાનગી ટેલિકોમ કંપનીઓ Jio, Airtel અને Vodafone Ideaએ આ મહિનાની શરૂઆતમાં એટલે કે 3જી જુલાઈએ રિચાર્જ પ્લાનની કિંમતોમાં વધારો કરવાની જાહેરાત કરી હતી. રિચાર્જ પ્લાનમાં વધારો થયા બાદ લોકો હવે BSNL પર વળ્યા છે. અનેક લોકોએ Jio, Airtel અને Vodafone Idea છોડીને BSNL પર વિશ્વાસ વ્યક્ત કરવાનું શરૂ કર્યું છે અને પોતાનું સિમ કાર્ડ અન્ય કંપનીમાંથી પોર્ટ કરાવીને BSNLમાં આવી રહ્યા છે.

દરમિયાન, BSNLના આંકડા બહાર પાડવામાં આવ્યા હતા, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે નવા ગ્રાહકો સતત BSNL સાથે જોડાઈ રહ્યા છે. આ પછી, એક નવો રિપોર્ટ જાહેર થયો, જેમાં કહેવામાં આવ્યું છે કે ભારતીયોએ સિમ પોર્ટના મામલે રેકોર્ડ બનાવ્યો છે.

100 કરોડનો આંકડો કર્યો પાર

ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન (Dot) મોબાઈલ યુઝર્સને નંબર બદલ્યા વગર નેટવર્ક પ્રોવાઈડર બદલવાની સુવિધા પૂરી પાડે છે. ઉદાહરણ તરીકે જો તમે એરટેલ સિમનો ઉપયોગ કરી રહ્યાં છો અને તમે તમારા નેટવર્કથી ખુશ નથી, તો તમે કોઈપણ અન્ય સેવા પ્રદાતામાં નંબર બદલ્યા વગર જઈ શકો છો અને આ સમગ્ર પ્રક્રિયાને સિમ કાર્ડ પોર્ટ કહેવામાં આવે છે. ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશનના રિપોર્ટ અનુસાર, 6 જુલાઈ સુધી મોબાઈલ નંબર પોર્ટેબિલિટી સર્વિસ 100 કરોડને પાર કરી ગઈ છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) અનુસાર, ભારતમાં દર મહિને સરેરાશ 1.1 કરોડ મોબાઈલ સિમ પોર્ટની વિનંતીઓ મળે છે.

સિમ કાર્ડ માટે નિયમો બદલાયા

અગાઉ, જો કોઈ વપરાશકર્તા તેનું સિમ કાર્ડ ખોવાઈ જાય અથવા નુકસાન થાય તો તે તરત જ તેનો નંબર અન્ય સિમ કાર્ડમાં ટ્રાન્સફર કરાવી શકતો હતો. પરંતુ હવે નવા નિયમો અનુસાર આ સમસ્યાનો સામનો કરી રહેલા યુઝર્સને 7 દિવસ સુધી રાહ જોવી પડશે. તેનો હેતુ સિમ સ્વેપિંગ છેતરપિંડી અટકાવવાનો અને સુરક્ષાને મજબૂત કરવાનો છે.

આ પણ વાંચો: ‘અમે તો ફસાઈ ગયા, તમે ના ફસાઈ જતા…’ અડધાથી વધુ EV માલિકો અન્યને કેમ આપી રહ્યા છે આ સલાહ?

Back to top button