અમદાવાદગુજરાતમધ્ય ગુજરાત

અમદાવાદ : “રીક્ષા ભરો આંદોલન” ની ચીમકી,સફેદ નંબર પ્લેટ વાળી પેસેન્જર ભાડા માટે ચાલતી ટુ વ્હીલર બંધ કરવાની માંગ

Text To Speech

અમદાવાદ 28 જુલાઈ 2024 :  હાલમાં રાજ્યમાં ટેક્સી ચાલકો અને રીક્ષા ચાલકો પોત પોતાની રીતે અલગ અલગ રીતે આંદોલનો કરી રહ્યા છે. જેમાં ટેક્સી તાલુકો પોતાની ઓલા ઉપર અને રેપીડો જેવી કંપની સામે જ પોતાની સાથે અન્યાય થતો હોવાના આક્ષેપો કરી રહ્યા છે. પૂરતું ભાડું ન મળવાના આક્ષેપો કરી રહ્યા છે કંપનીઓ પોતાની મનમાની કરીને ડ્રાઇવરોને હેરાન કરવાના આક્ષેપો થઈ રહ્યા છે. ત્યારે હવે રિક્ષા ચાલકો પણ શહેરમાં આંદોલન કરવાના મૂડમાં ઉતરી આવ્યા છે. ત્યારે તેમની શું માંગણી છે? જાણીએ વિગતવાર!!!

“જેલ ભરો આંદોલન”ની જેમ “રિક્ષા ભરો આંદોલન” કરાશે

પ્રગતિનગર રીક્ષા ચલક યુનિયન પ્રમુખ મનસુરી એચડી ન્યૂઝની ટીમ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે છેલ્લા દોઢ વર્ષથી અમે લોકોએ મુખ્યમંત્રી કાર્યાલય સુધી વારંવાર રજૂઆત કરી રહ્યા છીએ. આ અગાઉ સાત જુલાઈના રોજ અલબરુજ ચાર રસ્તા થી લઈને કલેક્ટર ઓફિસ સુધી મોટી રેલી કાઢીને રજૂઆત કરી હતી ગઈ 24 તારીખે અમે લોકોએ 24 કલાક સુધી હડતાલ પણ કરી હતી. ત્યારે તેમણે જણાવ્યું હતું કે આટલું બધું કર્યા પછી પણ સરકાર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરતી નથી, જેથી હવે આવનારા દિવસોમાં અમારું યુનિયન “જેલ ભરો આંદોલન”ની જેમ આરટીઓમાં “રીક્ષા ભરો આંદોલન” કરીશું અને તમામ રીક્ષા આરટીઓમાં જમા કરાવી રીક્ષાઓની તમામ ચાવીઓ આરટીઓ ઓફિસમાં સોંપી દઈશું જેની તૈયારીઓ અમે હાલ કરી રહ્યા છીએ

1,000 થી વધુ રિક્ષાઓ આરટીઓમાં મૂકી દેવાશે

પ્રગતિનગર રિક્ષાચાલક યુનિયનનાં સભ્ય વાતચીત કરતા જણાવ્યું હતું કે 16 એપ્રિલ 2021 ના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના કાર્યાલય દ્વારા એક લેટર જાહેર કરવામાં આવ્યો હતો જેમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે આવા સફેદ નંબર પ્લેટ વાળા મોટર વ્હીકલ પેસેન્જર ભાડા માટે ચલાવી લેવામાં નહીં આવે તેમ છતાં અમદાવાદ આરટીઓ અને ટ્રાફિક પોલીસ કેમ ચલાવી રહ્યું છે? તે અમને સમજાતું નથી, જેના કારણે અમે હવે આરટીઓમાં રીક્ષા ભરવા આંદોલન કરવાના છીએ અને આ આંદોલનમાં અમારી સાથે અમદાવાદ શહેરના અલગ અલગ મોટાભાગના રીક્ષા સંગઠનો મળીને 1,000 થી પણ વધારે રીક્ષાઓ આરટીઓમાં ભરી ચાવી આપવા જઈ રહ્યા છે.

આ પણ વાંચો : અમદાવાદનાં ઇતિહાસમાં પહેલી વખત વકીલને આજીવન કેદની સજા; 2016 શાહપુરમાં થયેલી હત્યાનાં કેસમાં વકીલ સહિત કુલ 6 ને સજા ફટકારાઇ

Back to top button