ગુજરાત: ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને વન પર્યાવરણમંત્રી મુકેશ પટેલે વરસતા વરસાદમાં હજારો નાગરિકો સાથે 7 હજારથી વધુ વૃક્ષ રોપ્યાં
- હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ‘એક પેડ માં કે નામ’ અંતર્ગત વિવિધ કાર્યક્રમ યોજાયા
- હર્ષ સંઘવી કાર્યક્રમ સ્થાન પર આવ્યા ત્યારે તેમણે પોતાની કોમનમેનની છબી દાખવી
- તાપી જિલ્લાના સોનગઢનાં આ કાર્યક્રમની સમગ્ર રાજય અને દેશનાં લોકો નોંધ લેશે: હર્ષ સંઘવી
ગુજરાતના તાપી જિલ્લાનાં સોનગઢ ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને વન પર્યાવરણમંત્રી મુકેશ પટેલે વરસતા વરસાદમાં હજારો નાગરિકો સાથે 7 હજારથી વધુ વૃક્ષ રોપ્યા છે. જેમાં સોનગઢ ખાતે રાજ્યનાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ‘એક પેડ માં કે નામ’ અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગુજરાત: ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને વન પર્યાવરણમંત્રી મુકેશ પટેલે વરસતા વરસાદમાં હજારો નાગરિકો સાથે 7 હજારથી વધુ વૃક્ષ રોપ્યાં#gujarat #HarshSanghavi #MukeshPatel #environment #humdekhengenews pic.twitter.com/K7OLhPDjBp
— Hum Dekhenge News (@humdekhengenews) July 28, 2024
રાજ્યનાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ‘એક પેડ માં કે નામ’ અંતર્ગત વિવિધ કાર્યક્રમ યોજાયા
"#एक_पेड़_मॉं_के_नाम" यह अभियान अब जन आंदोलन बन चुका है।
समस्त आदिवासी माताओ, बहनों, भाई एवं दोस्तों को वंदन करता हूँ, कि भारी बारिश के बीच में भी 7000 से ज़्यादा लोगो ने पेड़ लगाकर, प्रकृति की वंदना की।
कल दोपहर अपने उपकरण के साथ इन सभी लोगो ने मिट्टी में खुदाई करके पेड़ लगाने… pic.twitter.com/uKj0GbM5EJ
— Harsh Sanghavi (@sanghaviharsh) July 27, 2024
આ પણ વાંચો: અમદાવાદમાં શરદી, વાઇરલ ઈન્ફેક્શનના કેસનો રાફડો ફાટયો, OPDની સંખ્યા જાણી દંગ રહેશો
હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ‘એક પેડ માં કે નામ’ અંતર્ગત વિવિધ કાર્યક્રમ યોજાયા
આ કાર્યક્રમમાં હજારોની જનમેદની ઉપસ્થિતમાં સાથે 7 હજારથી વધુ વૃક્ષો રોપવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે રાજ્યના વન પર્યાવરણમંત્રી મુકેશ પટેલ સહિત સાંસદ પ્રભુ વસાવા અને સ્થાનિક ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સોનગઢ તાલુકાનાં રાણીઅંબા ગામે રાજ્યનાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ‘એક પેડ માં કે નામ’ અંતર્ગત વિવિધ કાર્યક્રમ યોજાયા હતા, જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક આદિવાસી સમાજનાં લોકો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં જંગલ વિસ્તારમાં આવેલ ડુંગર નજીક એક સાથે મોટી સંખ્યાનાં લોકોની ઉપસ્થિતિમાં 7 હજારથી વધુ વૃક્ષો રોપવામાં આવ્યા હતા.
તાપી જિલ્લાના સોનગઢનાં આ કાર્યક્રમની સમગ્ર રાજય અને દેશનાં લોકો નોંધ લેશે: હર્ષ સંઘવી
દરમિયાન, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, સ્થાનિક વનવિભાગ અને પ્રાકૃતિક સંસ્થાનાં સહયોગથી આ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરાયું છે, જેમાં હજારો લોકો પોતાની માતા માટે એક વૃક્ષ વાવી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના અભિયાનથી દરેક નાગરિક પ્રભાવિત થયો છે અને વૃક્ષ વાવી રહ્યો છે. ત્યારે આ કાર્યક્રમમાં આદિવાસી સમાજનાં આઠ વર્ષથી લઈને 80 વર્ષ સુધીનાં નાગરિકો હજારોની સંખ્યામાં હાજર રહ્યા અને પોતાની માતાનાં નામે એક વૃક્ષનું રોપણ કર્યું છે. તાપી જિલ્લાના સોનગઢનાં આ કાર્યક્રમની સમગ્ર રાજય અને દેશનાં લોકો નોંધ લેશે.
હર્ષ સંઘવી જ્યારે કાર્યક્રમ સ્થાન પર આવ્યા ત્યારે તેમણે પોતાની કોમનમેનની છબી દાખવી
રાજ્યનાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જ્યારે કાર્યક્રમ સ્થાન પર આવ્યા ત્યારે તેમણે પોતાની કોમનમેનની છબી દાખવી હતી, જેમાં તેઓ કાર્યક્રમ સ્થાન પર પહોંચતાની સાથે સ્ટેજ પર ગયા હતા, પરંતુ સ્ટેજની સામે હજારો લોકો ખુલ્લા આસમાન નીચે ઊભા હતા અને વરસાદમાં પલળી રહ્યા હતા ત્યારે હર્ષ સંઘવીએ સ્ટેજ પરથી ઉતરી લોકોની વચ્ચે આવ્યા હતા અને માથેથી છત્રી હટાવી લોકોની જેમ પલળીને લોકોને કાર્યક્રમના અભિનંદન પાઠવ્યાં હતાં. કાર્યક્રમમાં મોટી સંખ્યાનાં લોકો પગરખા વગર અને છત્રી વગર ઉપસ્થિત હતા. ત્યારે તેઓ પણ લોકોને મળવા પહોંચ્યા હતા અને પ્રોત્સાહિત કર્યા હતા.