ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદમાં બહારનું ખાનારા ચેતજો, ફુડ વિભાગ દ્વારા કરાઇ મોટી કાર્યવાહી

  • મસાલાના 13, મેંદો, બેસનના 13, અન્ય 112 સહિત કુલ 220 સેમ્પલ લેવામાં આવ્યા
  • એક ગોડાઉન, રેસ્ટોરેન્ટ, પૂજા ગૃહ ઉદ્યોગ સહિત પાંચ એકમ સીલ કરવામાં આવ્યા
  • ફુડ વિભાગ દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી ખાદ્ય ચીજવસ્તુઓના 220 સેમ્પલ લીધા

અમદાવાદમાં બહારનું ખાનારા ચેતજો. કારણ કે ફુડ વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરાઇ છે. જેમાં SMSR હોસ્પિટાલિટી, હોરીઝોન ફૂડ માર્ટીનોઝ પિઝા અને શિવશક્તિ ચવાણાના સેમ્પલ ફેલ થયા છે. રૂ.23,000નો 181 કિલો તેલનો જથ્થો જપ્ત કરાઇ 417 એકમોને નોટિસ ફટકારવામાં આવી છે. તેલનું એક ગોડાઉન, સિટી પોઈન્ટ રેસ્ટોરેન્ટ, પૂજા ગૃહઉદ્યોગ, સહિત પાંચ એકમ સીલ કરાયા છે.

આ પણ વાંચો: ગુજરાતમાં ગાજવીજ સાથે આ વિસ્તારોમાં વરસાદની આગાહી 

એક ગોડાઉન, રેસ્ટોરેન્ટ, પૂજા ગૃહ ઉદ્યોગ સહિત પાંચ એકમ સીલ કરવામાં આવ્યા

AMC ફુડ વિભાગ દ્વારા જાહેર આરોગ્યના હિતમાં વિવિધ વિસ્તારોમાં ચેકિંગ કરવામાં આવે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ- ફુડ વિભાગ દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી ખાદ્ય ચીજવસ્તુઓના 220 સેમ્પલ લઈને ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલી અપાયા છે. ફુડ વિભાગ દ્વારા અગાઉ લેવામાં આવેલા ફુડ સેમ્પલ પૈકી પનીર, ટોમેટો પ્યુરી, અથાણું, મલાઈ પનીર (મિલ્કેન)ના સેમ્પલ સબસ્ટાન્ડર્ડ જાહેર થયા છે. મ્યુનિ. ફુડ વિભાગ દ્વારા ખાદ્ય તેલનો અંદાજે રૂ.23,000ની કિંમતનો 181 કિલો તેલનો જથ્થો જપ્ત કરીને એક ગોડાઉન, રેસ્ટોરેન્ટ, પૂજા ગૃહ ઉદ્યોગ સહિત પાંચ એકમ સીલ કરવામાં આવ્યા છે. ફુડ વિભાગ દ્વારા 1,164 એકમોનું ચેકિંગ કરીને 417 એકમને નોટિસ આપવામાં આવી છે તેમજ 993 કિલો અને 807 લિટર બિન-આરોગ્યપ્રદ ખાદ્ય ચીજોનો નાશ કરાયો છે અને રૂ.6 લાખ, 94 હજારનો દંડ વસૂલ કર્યો છે તેમજ 1,840 નવા લાયસન્સ ઈસ્યુ કરીને રૂ.22 લાખ, 65 હજારની ફી વસૂલ કરી છે અને TPCના 409 કેસ પકડયા છે.

મસાલાના 13, મેંદો, બેસનના 13, અન્ય 112 સહિત કુલ 220 સેમ્પલ લેવામાં આવ્યા

AMC ફુડ વિભાગ દ્વારા જાહેર આરોગ્યના હિતમાં વિવિધ વિસ્તારોમાં હોટલો, રેસ્ટોરેન્ટ, ખાણીપીણીની લારીઓ સહિતના એકમો તેમજ ખાદ્ય ચીજવસ્તુઓનું ઉત્પાદન, સંગ્રહ અને વેચાણ કરાતા એકમોમાં ચેકિંગ કરવામાં આવે છે. ફુડ વિભાગ દ્વારા સરખેજમાં ગણેશ સ્ટોર્સની દુકાન નં.-1માં તેલનું ગોડાઉન સીલ કરાયું હતું. ગોમતીપુરમાં અજિત મિલ ચાર રસ્તા પાસે સિટી પોઈન્ટ રેસ્ટોરેન્ટ, ચાંદખેડામાં પાર્શ્વનાથ નગરમાં પૂજા ગૃહ ઉદ્યોગ, જમાલપુર દરવાજા પાસે હારૂન ફ્રાય સેન્ટર અને બાપુનગરમાં ભોલેશ્વર ઈન્ડ.એસ્ટેટમાં સુપર ગોલ્ડમાં અનહાઈજેનિક કન્ડીશન જોવા મળતાં કુલ 5 યુનિટ સીલ કરવામાં આવ્યા છે. ફુડ વિભાગ દ્વારા દૂધ અને દૂધની બનાવટોના 14, મિઠાઈના 6, ખાદ્ય તેલના 29, બેકરી પ્રોડક્ટ્સના 21, મસાલાના 13, મેંદો, બેસનના 13, અન્ય 112 સહિત કુલ 220 સેમ્પલ લેવામાં આવ્યા છે.

Back to top button