મોડીરાત્રે રાજસ્થાન, મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં ગવર્નર બદલાયા, જુઓ કોને ક્યાં સોંપાઈ જવાબદારી?
- બનવારીલાલ પુરોહિતના સ્થાને ગુલાબચંદ કટારિયાને પંજાબના રાજ્યપાલ બનાવવામાં આવ્યા
- ઓમ પ્રકાશ માથુરની સિક્કિમના નવા રાજ્યપાલ તરીકે નિયુક્તિ
- કે કૈલાશનાથનને પુડુચેરીના લેફ્ટનન્ટ ગવર્નર તરીકે નિયુક્ત કરાયા
નવી દિલ્હી, 28 જુલાઈ : મોડીરાત્રે દેશના અનેક રાજ્યોના ગવર્નર બદલાયા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ મોડી રાત્રે રાજસ્થાન, ઝારખંડ, પંજાબ સહિત ઘણા રાજ્યોમાં રાજ્યપાલની નિમણૂક કરી. સાથે જ લક્ષ્મણ પ્રસાદ આચાર્યને મણિપુરનો વધારાનો હવાલો આપીને આસામના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. જ્યારે સંતોષ કુમાર ગંગવાર સીપી રાધાકૃષ્ણનની જગ્યાએ ઝારખંડના નવા રાજ્યપાલ બનશે. સીપી રાધાકૃષ્ણનને મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. બનવારીલાલ પુરોહિતના સ્થાને ગુલાબચંદ કટારિયાને પંજાબના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે.
Haribhau Kisanrao Bagde appointed as Governor of Rajasthan.
Jishnu Dev Varma appointed as Governor of Telangana.
Om Prakash Mathur appointed as Governor of Sikkim.
Santosh Kumar Gangwar appointed as Governor of Jharkhand.
Ramen Deka appointed as Governor of Chhattisgarh.… pic.twitter.com/T1aqpI0qPJ
— ANI (@ANI) July 28, 2024
જુઓ કોને ક્યાં સોંપાઈ જવાબદારી ?
મોડીરાત્રે રાષ્ટ્રપતિ ભવન દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર લક્ષ્મણ પ્રસાદ આચાર્યએ ગુલાબ ચંદ કટારિયાની જગ્યા લીધી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ પંજાબના ગવર્નર અને ચંદીગઢના પ્રશાસક પદેથી પુરોહિતનું રાજીનામું સ્વીકારી લીધું છે. આસામના રાજ્યપાલ ગુલાબચંદ કટારિયા પંજાબના રાજ્યપાલ અને કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢના પ્રશાસક હશે. સિક્કિમના રાજ્યપાલ લક્ષ્મણ પ્રસાદ આચાર્યને આસામના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે અને તેમને મણિપુરના રાજ્યપાલનો વધારાનો હવાલો પણ આપવામાં આવ્યો છે. હરિભાઉ કિસનરાવ બાગડેને રાજસ્થાનના રાજ્યપાલ નિયુક્ત કરવામાં આવ્યા છે, જયારે કે જિષ્ણુ દેવ વર્મા તેલંગાણાના રાજ્યપાલ હશે અને ઓમ પ્રકાશ માથુરની સિક્કિમના નવા રાજ્યપાલ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે.
આ પણ વાંચો : ભારતે પ્રથમ T20 મેચમાં શ્રીલંકાને 43 રનથી હરાવ્યું
કે.કૈલાશનાથનને પુડુચેરીના એલજી બનાવાયા
મોડીરાત્રે જારી કરાયેલ પ્રેસ રિલીઝ અનુસાર, રમેન ડેકાને છત્તીસગઢના રાજ્યપાલ તરીકે અને સીએચ વિજયશંકરને મેઘાલયના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તે જ સમયે, કે કૈલાશનાથનને પુડુચેરીના લેફ્ટનન્ટ ગવર્નર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ નિમણૂંકો તેઓ પોતપોતાની ઓફિસનો ચાર્જ સંભાળે તે તારીખથી પ્રભાવી થશે.