અમદાવાદનાં ઇતિહાસમાં પહેલી વખત વકીલને આજીવન કેદની સજા; 2016 શાહપુરમાં થયેલી હત્યાનાં કેસમાં વકીલ સહિત કુલ 6 ને સજા ફટકારાઇ
અમદાવાદ 27 જુલાઈ 2024 : અમદાવાદના શાહપુર વિસ્તારમાં 2016 માં સાનું નામના વ્યક્તિને ધોકા, પાઇપ, તલવાર સહિતના હથિયારો વડે માર મારી હત્યાને અંજામ આપવાના ગુનામાં વકીલ સહિત કુલ છ આરોપીઓને નામદાર કોર્ટ જાદવ સાહેબની બેન્ચે ઐતિહાસિક ચુકાદો આપી આજીવન કેદની સજા ફટકારી છે. આ કેસમાં ફરિયાદીના ફરી ગયા બાદ પણ મુખ્ય 3 સાક્ષી અને બે પંચો તથા તેમના વકીલના મારફતે ઠોસ પુરાવા સાથે કેસ ચાલી જતા આઠ વર્ષે ન્યાય મળતા પીડિતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને ન્યાયતંત્રને ન્યાય કરી યોગ્ય નિર્ણય આપવા બદલ ધન્યવાદ આપ્યા હતા.
30 તારીખે લગ્ન હતા 25 તારીખે હત્યા કરી દેવાઈ
આઈ વિટનેસ સેશન્સ કોર્ટનાં વકીલ મોહમ્મદભાઈ શેખે કેસમાં જીત મેળવ્યા બાદ પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે સાહિલ(સાનું) નામનાં યુવાનનાં 2016ની સાલમાં 30 તારીખે લગ્ન હતા જેની કંકોત્રી આપવા 25 તારીખે નાગોરીવાડ તેમના રિલેટિવને ત્યાં ગયો હતો ત્યાંથી પાછા આવતી વખતે ઝાકીર તથા તેના બે છોકરાઓ, જુનેદ, એડવોકેટ ઇમરાન અને તેનો ભાઈ ઇકરામ સહીતનાં કુલ 6 આરોપીઓએ હમજાવાડના નાકે સાનુને ઘેરી લેતા ત્રણના હાથમાં પાઇપ અને ત્રણના હાથમાં તલવાર રાખી પહેલો ફટકો ઝાકીરે મારતા તે પડી ગયો હતો ત્યારબાદ બધાએ ભેગા થઈને હથિયારો અને તલવારો વડે ઢોર માર્યો હતો. જેમાંથી એક આરોપીએ મરનારને પાછળના ભાગે ફટકો માર્યો હતો. જેનાથી તે બેભાન થઈ ગયો, અને વાગ્યું ત્યારથી અને મળ્યો ત્યાં સુધી તે બેભાન હાલતમાં હતો. અને માર્યા પછી તેઓ બધા ભાગી ગયા હતા ત્યારે ઇમરાન વકીલે કહ્યું હતું કે “ઇસકો માર ડાલો મેરા સેટિંગ હૈ મેં છુંડવા દુંગા” ત્યારે ત્યાં મરનારના મિત્રો જે સાક્ષીઓ સ્વરૂપે ત્યાં હાજર હતા તેઓ છોડાવવા જતા વકીલ ઈમરાને તેમને ધમકી આપી હતી કે “આજ તુમ્હારી બારી નહીં હૈ આજ ઇસકી બારી હૈ” જે બાદ સાક્ષીઓ ઘભરાઈ ગયા હતા.
આરોપીઓની ક્રોસ ફરિયાદ ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ
વકીલ શેખે આ કેસના ઐતિહાસિક ચુકાદાને લઈને જણાવ્યું હતું કે આ કેસમાં મહત્વની વાત એ છે કે આરોપીઓએ અમારી સામે ક્રોસ ફરિયાદ કરી હતી. જેમાં પોતે શાંતિથી પત્ની સાથે જતા સામેથી હુમલો થયો અને માર મારવામાં આવ્યો છે. જે આ સમગ્ર કેસમાં ટર્નિંગ પોઈન્ટ સાબિત થતા આગળ જતા તમામ પુરાવાઓ સાથે આરોપીઓનો આ દાવો ખોટો સાબિત થયો હતો.
નામદાર કોટે પુરાવાઓને લક્ષ્યમાં રાખી જજમેન્ટ આપ્યું
સેશન કોર્ટના સિનિયર વકીલ શેખે નામદાર જજ જાદવ સાહેબની બેન્ચને આ યોગ્ય ચુકાદો આપવા બદલ અભિનંદન પાઠવ્યા હતા અને તેમણે કહ્યું હતું કે જાદવ સાહેબની બેન્ચે પુરાવાઓને લક્ષ્યમાં રાખીને જજમેન્ટ આપ્યું છે જેથી સાક્ષીઓ અને પંચો પણ આ જજમેન્ટથી ખુશી વ્યક્ત કરી રહ્યા છે અને સાક્ષીઓ એ આનંદની લાગણી અનુભવતા કહ્યું હતું કે આ આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અવારનવાર આવી ઘટનાને અંજામ આપતા હતા જેનાથી રાહતનો અનુભવ થતાં અને આ ઐતિહાસિક ચુકાદાથી અમારા મહોલ્લામાં પણ એક ખુશીનો માહોલ છે