ગુજરાતદક્ષિણ ગુજરાત

સુરતમાં બ્રિજ પરથી તાપી નદીમાં ઝંપલાવે તે પહેલાં જ પોલીસે મહિલાને બચાવી લીધી

Text To Speech

સુરત, 27 જુલાઈ 2024, ગુજરાતમાં આપઘાતના બનાવો વધી રહ્યાં છે. લગ્ન બાદ પતિ પત્ની વચ્ચે મન મેળ નહીં રહેતા આ પ્રકારના બનાવો પોલીસ ચોપડે નોંધાતા હોય છે. ત્યારે સુરતના ડભોલી બ્રિજ પર એક મહિલા આપઘાત કરવા પહોંચી હતી. આ મહિલા બ્રિજ પર લગાવવામાં આવેલી ગ્રીલ પણ કૂદી ગઈ હતી. પરંતુ પોલીસે તત્કાળ પહોંચીને મહિલાને બચાવી લીધી હતી. પોલીસકર્મીએ મહિલાનો હાથ પકડી લીધો હતો અને તેને સમજાવી હતી. તેનું કાઉન્સેલિંગ કરીને ફરીવાર આ પ્રકારનું કૃત્ય નહીં કરવા જણાવ્યું હતું.

તાપીના ધસમસતા પ્રવાહમાં કૂદે તે પહેલાં બચાવી લીધી
પ્રાપ્ત વિગતો પ્રમાણે સુરતમાં આપઘાતના બનાવો સામે આવી રહ્યાં છે. જેમાંથી પોલીસને કેટલાકને બચાવવા સફળતા મળે છે. સ્થાનિક લોકો, ફાયર બ્રિગેડ અને પોલીસ દ્વારા આપઘાત કરવા જતા લોકોને રોકીને તેમનું જીવન બચાવી લેવાય છે. ત્યારે શહેરના ડભોલી બ્રિજ પર એક મહિલા જીવન ટુંકાવવા માટે પહોંચી હતી. તે બ્રિજની ગ્રિલ કૂદીને તાપીના ધસમસતા પ્રવાહમાં કૂદે તે પહેલાં જ પોલીસે તેને બચાવી લીધી હતી. પોલીસ કર્મીએ તેનો હાથ પકડી રાખ્યો હતો અને તેને આવું નહીં કરવા સમજાવી હતી.

આપઘાત કરવા પાછળનું કારણ પતિ સાથેનો અણબનાવ
આ મહિલાએ આપઘાત કરવા પાછળનું કારણ પણ પોલીસને જણાવ્યું હતું. મહિલાએ પોલીસને જણાવ્યું હતું કે, લગ્ન બાદ સતત તેના પતિ સાથે અણબનાવ થયા કરે છે. જેથી આપઘાત કરવાનું વિચાર્યું હતું. પોલીસે મહિલાનો હાથ પકડી રાખી તેને સમજાવી પરત બ્રિજ પર લાવવામાં આવી હતી અને જીવ બચાવી લેવાયો હતો. સિંગણપોર પોલીસની સમય સૂચકતાથી મહિલાનો જીવ બચી ગયો હતો. હાલ તો મહિલાના પતિને બોલાવીને પણ કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃગુજરાતમાં બે દિવસમાં વરસાદી પુરમાં ફસાયેલા 1617 લોકોનું રેસ્ક્યૂ, 14 હજારનું સ્થળાંતર

Back to top button