ટ્રેન્ડિંગનેશનલ

જમ્મુ-કાશ્મીર: અનંતનાગમાં ભયાનક અકસ્માત, કાર ખાઈમાં પડતાં એક જ પરિવારના 5 બાળકો સહિત 8ના મૃત્યુ

Text To Speech
  • દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના કોકરનાગના દક્ષમ વિસ્તાર પાસે શનિવારે એક ભયાનક અકસ્માત થયો હતો. અહીં એક ગાડી પલટી જવાથી 8 લોકોના મૃત્યુ થયા હતા. આ 8 લોકોમાંથી બે તો સગીર હતા

જમ્મુ-કાશ્મીર, 27 જુલાઈ: જમ્મુ-કાશ્મીરના અનંતનાગથી મોટા સમાચાર પ્રકાશમાં આવ્યા છે. જિલ્લાની નજીક સિમથાન-કોકરનાગ રોડ પર એક ભયાનક અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં એક ગાડી ખાઈમાં પડી જતાં 5 બાળકો સહિત 8 લોકોના મૃત્યુ થયા હોવાનું પ્રકાશમાં આવ્યું છે. કાર ચાલકે કાબુ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો. કારમાં સવાર તમામ લોકો કિશ્તવાડથી આવી રહ્યા હતા.

રસ્તાની બાજુમાં ખાઈમાં જઈ પડી કાર

મળતી માહિતી મુજબ, દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના કોકરનાગના દક્ષમ વિસ્તાર પાસે શનિવારે એક ભયાનક અકસ્માત થયો હતો. અહીં એક કાર પલટી જવાથી 8 લોકોના મૃત્યુ થયા હતા. આ 8 લોકોમાંથી બે સગીર હતા. અધિકારીઓએ જણાવ્યું કે, JK03H 9017 રજીસ્ટ્રેશન ધરાવતા સુમો ગાડીએ નિયંત્રણ ગુમાવ્યું હતું અને રસ્તાની સાઈડમાં રહેલી ખાઈમાં કાર ઉતરી ગઈ હતી.

ઘટનામાં 8 લોકોના થયા મૃત્યુ

આ ઘટનામાં 8 લોકોના મૃત્યુ થયા છે, કારમાં એક જ પરિવારના 8 લોકો હતા, જેમાં 5 બાળકો અને બે મહિલાઓ અને એક પુરુષનો સમાવેશ થાય છે. આ પરિવાર કિશ્તવાડથી આવી રહ્યો હતો. આ સંદર્ભે કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ શરૂ કરવામાં આવી છે. અકસ્માતમાં માર્યા ગયેલા તમામ લોકો કિશ્તવાડના રહેવાસી હતા. મળતી માહિતી મુજબ, પરિવાર કિશ્તવાડથી સિંથાન ટોપ થઈને મારવાહ જઈ રહ્યો હતો. કાર ખાઈમાં પડવાને કારણે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.

આ પણ વાંચો: કાશ્મીરના કુપવાડામાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ, 5 સૈનિકો ઘાયલ; 1 આતંકી ઠાર

Back to top button