ટ્રેન્ડિંગનેશનલફોટો સ્ટોરીમનોરંજન

અનંત-રાધિકાના લગ્નનું લંડનમાં જ્યાં સેલિબ્રેશન થવાનું છે તે હોટેલ 1000 વર્ષ જૂની છે!

  • મીડિયામાં એવા અહેવાલ હતા કે મુકેશ અંબાણીએ અનંત-રાધિકાની પોસ્ટ વેડિંગ સેરેમની માટે ઓગસ્ટથી સપ્ટેમ્બર સુધી લંડનમાં 7 સ્ટાર સ્ટોક પાર્ક હોટેલ બુક કરાવી છે

27 જુલાઈ, મુંબઈઃ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ લગ્ન બંધનમાં બંધાઈ ચૂક્યાં છે. લાંબા સમયથી ચાલી રહેલું તેમનું લગ્નનું સેલિબ્રેશન હજુ અટકવાનું નામ લઈ રહ્યું નથી. લગ્ન પહેલા અંબાણી પરિવારમાં બે પ્રી-વેડિંગ ફંક્શન યોજાયાં હતાં. પ્રથમ પ્રી-વેડિંગ ગુજરાતના જામનગરમાં થયું હતું જ્યારે બીજું પ્રી-વેડિંગ ફંક્શન ઈટાલી અને ફ્રાન્સ વચ્ચેના લક્ઝરી ક્રૂઝ પર થયું હતું. ત્યારબાદ 12 જુલાઈના રોજ બંનેએ લગ્ન કર્યા હતા. આ રૉયલ વેડિંગમાં બોલિવૂડથી લઈને રાજકીય જગતની મોટી હસ્તીઓએ હાજરી આપી હતી. ત્યાર બાદ મીડિયામાં એવા અહેવાલ હતા કે મુકેશ અંબાણીએ પુત્રની પોસ્ટ વેડિંગ સેરેમની માટે ઓગસ્ટથી સપ્ટેમ્બર સુધી લંડનમાં 7 સ્ટાર સ્ટોક પાર્ક હોટેલ બુક કરાવી છે. આ હોટલ 1000 વર્ષ જુની છે. અલબત્ત, આ ઐતિહાસિક હોટેલમાં સેલિબ્રેશન વિશે વિરોધાભાસી અહેવાલો મળી રહ્યા છે.

અનંત-રાધિકાના લગ્નનું લંડનમાં જ્યાં સેલિબ્રેશન થવાનું છે તે હોટેલ 1000 વર્ષ જૂની છે! hum dekhenge news

લંડનની સ્ટોક પાર્ક હોટલ વિશે જાણો

સ્ટોક પાર્ક હોટલ 1066 માં બનાવવામાં આવી હતી. પ્રખ્યાત ડિઝાઇનર જોન પેન દ્વારા 1760માં તેને રીડિઝાઇન કરવામાં આવી હતી. ત્યારબાદ તે બ્રિટિશ રાજવીઓની પ્રિય હોટલ બની ચૂકી હતી. વર્ષ 1581માં રાણી એલિઝાબેથ અહીં રહ્યાં હતાં. 1908માં સ્ટોક પાર્કને લેઝર અને સ્પોર્ટ્સ માટે કન્ટ્રી ક્લબમાં રૂપાંતરિત કરાઈ હતી. આ હોટલમાં 49 આલિશાન રૂમ છે અને સાથે 3 વર્લ્ડક્લાસ દરજ્જાની રેસ્ટોરાં છે. આ ઉપરાંત અહીં 4000 ચોરસ ફુટનું જિમ, 13 ટેનિસ કોર્ટ, એક ફિટનેસ સેન્ટર, ઈનડોર-આઉટડોર સ્વિમિંગ પુલ અને 27 હોલનો ચેમ્પિયનશિપ ગોલ્ફ કોર્સ પણ છે.

અનંત-રાધિકાના લગ્નનું લંડનમાં જ્યાં સેલિબ્રેશન થવાનું છે તે હોટેલ 1000 વર્ષ જૂની છે! hum dekhenge news

સ્ટોક પાર્ક વિમ્બલ્ડનની પહેલા યોજાતા બુડલ્સ ટેનિસ ચેલેન્જ (ટેનિસ પ્રદર્શન)નું આયોજન કરે છે. નડાલથી લઈને જોકોવિચ જેવા દિગ્ગજ ખેલાડીઓ અહીં રમી ચૂક્યા છે. જેમ્સ બોન્ડ શ્રેણીની ફિલ્મો ‘ગોલ્ડફિંગર’ અને ‘ટુમોરો નેવર ડાઈઝ’નું શૂટિંગ અહીં થયું હતું. રિનોવેશન બાદ તેની ભવ્યતા વધી છે. આ મિલકતનો ઉપયોગ ફક્ત વ્યવસાયિક રીતે જ થઈ શકે છે. હાલમાં 850 ગોલ્ફ ક્લબના સભ્યોનો પ્રવેશ 2 મહિના માટે બંધ કરી દેવામાં આવ્યો છે. તેથી અંબાણી પરિવારે આ જગ્યાને બુક કરી હોવાની વાતને સમર્થન પણ મળ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Stoke Park (@stokepark)

હોટલે આપ્યો રદિયો

લંડનના મીડિયામાં પણ હોટલ મુકેશ અંબાણીએ બે મહિના માટે બુક કરી હોવાના અહેવાલ છપાયા હતા. જોકે, ત્યારબાદ હોટેલે તે વાતને રદિયો આપ્યો છે. હોટેલે પોતાના ઓફિશિયલ ઈન્સ્ટા પેજ પરની પોસ્ટમાં લખ્યું છે કે સ્ટોક પાર્કમાં અમે સામાન્ય રીતે ખાનગી બાબતો પર ટિપ્પણી કરતા નથી, પરંતુ તાજેતરના મીડિયામાં ચગેલી વાતોને જોતાં અમે વ્યાપક હિતને સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે આ એસ્ટેટમાં આ ઉનાળામાં લગ્નની કોઈ ઉજવણીનું આયોજન નથી. હંમેશની જેમ અમે વિશ્વ-કક્ષાની હોટેલ અને ગોલ્ફ કોર્સ તરીકે અમારા ભાવિ વિઝન માટે પ્રતિબદ્ધ છીએ અને તે લક્ષ્ય મેળવવા માટે અમારા હિતધારકો અને સ્થાનિક સમુદાય સાથે કામ કરવાનું ચાલુ રાખીશું.

આ પણ વાંચોઃ રણવીર સિંહની નવી ફિલ્મ આદિત્ય ધર સાથે, પાંચ દિગ્ગજો સાથે કરશે કામ

Back to top button