ઉત્તર ગુજરાતગુજરાત

ચાંદીપુરા વાયરસનો રોગચાળો છતાં ડીસાના સુમરાવાસમાં ભૂગર્ભ ગટરોની સફાઈમાં બેદરકારી

Text To Speech

પાલનપુરઃ 26 જુલાઈ 2024, ડીસા શહેરના વોર્ડ નં ૧૧ માં સુમરાવાસમાં છેલ્લા એક મહિનાથી સફાઈ ન થતાં ઠેર ઠેર ભૂગર્ભ ગટરો ઉભરાતા ચારે બાજુ ફેલાયેલી ગંદકીના કારણે રોગચાળો ફેલાવાનો ભય સતાવી રહ્યો છે.ડીસાના સુમરાવાસમાં ૫૦ જેટલા ઘર આવેલા છે. જ્યાં છેલ્લા એક મહિનાથી નગરપાલિકા દ્વારા સફાઈ ન થતાં તેમજ ભૂર્ગભ ગટરો ઉભરાવાના કારણે ઠેર ઠેર ગંદકી ના સરોવરો ભરાયેલા છે.

હાલમાં સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો રોગચાળો ચાલી રહ્યો છે. ત્યારે અત્રે રહેતા મોબીનાબેન શેખના ત્યાં બે બાળકો તાવ માં પટકાયા છે. જ્યારે આજુ બાજુ માં આઠ થી દસ બાળકો ગંદકી ના લીધે મચછરોના ઉપદ્રવ થી તાવ શરદીમાં સપડાયેલા જોવા મળી રહ્યા છે.આ અંગે અહી ના સ્થાનિક નાગરિકોએ સ્થાનિક કોર્પોરેટર ને જાણ કરી હતી પરંતુ હજુ સુધી કોઈ સફાઈ ન થતાં લોકોએ નગરપાલિકા સામે રોષ ઠાલવ્યો હતો.

આ અંગે નગરપાલિકાના જાગૃત પ્રમુખ સંગીતાબેન દવેઆ વિસ્તાર ની મુલાકાત લઈ આ વિસ્તારમાં સફાઈ કરાવી લોકોને રોગના ભરડામાંથી બચાવે તેવી લોકોની માંગ છે.ગટરોના ગંદા પાણીના દુર્ગંધને લીધે ત્યાંથી ચાલવું મુશ્કેલ બની ગયું છે. ત્યારે ત્યાં રહેતા લોકો ની શું હાલત હશે તે વિચારવા જેવી છે? આ અંગે નગરપાલિકા દ્વારા તાત્કાલિક સફાઈ કરાવી દવાનો છંટકાવ કરાવવો જરૂરી છે.

આ પણ વાંચોઃપાલનપુરના વિદ્યાર્થીઓએ ગુજરાત પોલીસ ડોગ સ્ક્વોડની મુલાકાત લીધી, ડોગ શો નિહાળ્યો

Back to top button