થોડી વાર ચાલવામાં જ શરીર થાકી જાય છે? હોઈ શકે વિટામિન B12ની કમી, પીવો આ જ્યૂસ
- જો વિટામિન B12ની કમી માટે જો કોઈ સારવાર ન કરવામાં આવે તો તે એનિમિયા, ચેતાતંત્ર અથવા મગજને નુકસાન પહોંચાડી શકે છે. આ વિટામિનની ઉણપ શાકાહારી લોકોમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે
HD ન્યૂઝ ડેસ્કઃ વિટામિન બી12, જેને કોબાલામિન તરીકે પણ ઓળખવામાં આવે છે, તે બ્લડ સેલ્સને (રક્ત કોશિકાઓ) હેલ્ધી રાખવામાં મદદ કરે છે. તે ચેતા કોશિકાઓનું રક્ષણ કરે છે. કોઈ પણ અન્ય વિટામિનની જેમ જ વિટામિન B12 મહત્ત્વનું છે. તે ખોરાકને ઊર્જામાં રૂપાંતરિત કરવામાં મદદ કરે છે. આ વિટામિન પ્રાણી આધારિત ખોરાકમાં વધુ પ્રમાણમાં મળી શકે છે, પરંતુ પ્લાન્ટ આધારિત ખોરાક નહીંવત હોય છે. તેથી જ આ વિટામિનની ઉણપ શાકાહારી લોકોમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે. જો વિટામિન B12ની કમી માટેની સારવાર ન કરવામાં આવે તો તે એનિમિયા, ચેતાતંત્ર અથવા મગજને નુકસાન પહોંચાડી શકે છે. આ વિટામિનથી સમૃદ્ધ કેટલાક ખોરાક માછલી, માંસ, કેવિયાર અને ડેરી પ્રોડક્ટ છે. આ ઉપરાંત વેજિટેરિયન લોકો માટે એવા જ્યૂસ વિશે જાણો જેના સેવનથી તમારા શરીરમાં વિટામિન B12ની માત્રા પૂરી થઈ શકે છે.
વિટામિન બી 12 જ્યુસ
- NCBI અનુસાર, વિટામિન B12ની કમીને પૂર્ણ કરવા માટે દૂધ શ્રેષ્ઠ પીણું છે. તેનાથી નસો, હાડકા અને મગજ સ્વસ્થ રહે છે.
- તમે ઓરેન્જ જ્યુસનું સેવન પણ કરી શકો છો. તે ડિહાઇડ્રેશનને પણ અટકાવે છે અને તમારા શરીરમાં વિટામિન B12ની ઉણપની ભરપાઈ કરે છે. તેમાં એન્ટીઓક્સીડન્ટ, વિટામિન સી અને ફાઈબર હોય છે.
- જો તમે વેજિટેરિયન છો તો સોયા મિલ્ક પણ તમારી મદદ કરી શકે છે. તે વિટામીન બી 12ની ઉણપને દૂર કરે છે. તમે તેને સામાન્ય દૂધની જગ્યાએ પી શકો છો.
- તમે બદામ મિલ્કનું સેવન પણ કરી શકો છો. લેક્ટોઝ ઈનટોલરન્સથી પરેશાન લોકો માટે આ બેસ્ટ વિકલ્પ છે.
વિટામિન B12ની ઉણપનું જોખમ સૌથી વધુ કોને?
- સામાન્ય રીતે વૃદ્ધો અને વયસ્કો
- ગેસ્ટ્રોઈંટેસ્ટાઈનલ વિકાર ધરાવતા લોકોને
- જેમણે ગેસ્ટ્રોઈંટેસ્ટાઈનલ સર્જરી કરાવી હોય અથવા તો બેરિયાટ્રિક સર્જરી કરાવી હોય તેને.
- સખત શાકાહારી આહાર લેનારા લોકો
- જેઓ બ્લડ સુગર નિયંત્રણ માટે મેટફોર્મિન લેતા હોય
આ પણ વાંચોઃ કબૂતરથી ફેલાય છે આ ગંભીર બીમારી, જાણો તેનાં લક્ષણો અને નિવારણ