અનંત-રાધિકાની હલ્દીનો વીડિયો વાયરલ, જુઓ મુકેશ અંબાણીની નીતા સાથે મસ્તી, દરેકનો અલગ અંદાજ
- હવે અનંત-રાધિકાની હલ્દીનો વીડિયો વાયરલ થયો છે, તેમાં મુકેશ અંબાણી, નીતા અંબાણી, અનંત-રાધિકા અને દરેક લોકો અલગ અંદાજમાં જોવા મળ્યા છે
26 જુલાઈ, મુંબઈઃ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન દેશના સૌથી મોટા લગ્નોમાંથી એક હતા. 12 જુલાઈના રોજ, મુકેશ અંબાણીના નાના પુત્ર અનંતના લગ્ન ઉદ્યોગપતિ વિરેન મર્ચન્ટની પુત્રી રાધિકા સાથે થયા હતા. લગ્નની તમામ વિધિઓ ખૂબ જ ભવ્ય રીતે યોજાઈ હતી. સંગીત, હલ્દી, લગ્નથી લઈને મંગલ ઉત્સવ સુધીના તમામ ફંકશન ખૂબ જ ધામધૂમથી યોજાયા હતા, જેનો વીડિયો થોડા થોડા સમયે ઈન્ટરનેટ પર વાયરલ થાય છે. હવે અનંત- રાધિકાની હલ્દીનો વીડિયો વાયરલ થયો છે, તેમાં મુકેશ અંબાણી, નીતા અંબાણી, અનંત-રાધિકા અને દરેક લોકો અલગ અંદાજમાં જોવા મળ્યા છે.
હલ્દી સેરેમનીનો વીડિયો વાયરલ
અનંત-રાધિકાનો હલ્દી સેરેમનીનો એક લેટેસ્ટ વીડિયો સામે આવ્યો છે જે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ અનસીન વીડિયોમાં હાર્દિક પંડ્યા અને રણવીર સિંહ મસ્તી કરતા જોવા મળી રહ્યા છે. મહેમાનો પણ આનંદથી નાચતા જોવા મળ્યા હતા, પરંતુ આ વીડિયોનું મુખ્ય આકર્ષણ તો નીતા અંબાણી અને મુકેશ અંબાણી જ હતા. દરેક લોકોની નજર નીતા અને મુકેશ અંબાણી પર ટકેલી હતી. નીતા-મુકેશની આવી સ્ટાઈલ પહેલા ભાગ્યે જ કોઈએ જોઈ હશે. બંનેએ તેમના પુત્ર અને પુત્રવધૂની હલ્દીમાં ખૂબ જ મજા કરી.
View this post on Instagram
નીતા અને મુકેશ અંબાણીની મસ્તી
અનંત હળદરથી ભરેલા ટબને ઉથલાવીને તેના તમામ મહેમાનોને હળદર લગાવી રહ્યા છે. રાધિકા પણ ડાન્સ કરતી વખતે ખૂબ એન્જોય કરી રહી છે. વીડિયોમાં અનંત તેની માતા નીતા પર હળદર નાંખતો જોવા મળે છે, જ્યારે પિતા મુકેશના ગાલ પર હાથ વડે હળદર લગાવી હતી. મુકેશ પત્ની નીતા પર હળદરનું ટબ નાંખતા જોવા મળ્યા હતા. નીતા અને મુકેશ અંબાણીનું આ રૂપ કદી લોકોએ જોયું નથી. નીતા-મુકેશની આ સ્ટાઈલ જોઈને ફેન્સ પણ ખુશ થયા હતા.
રણવીર-હાર્દિકની જોડીએ આકર્ષણ જમાવ્યું
અનંત-રાધિકાની હલ્દીનો આ વીડિયો વાયરલ થતા ફેન્સ રણવીર અને હાર્દિકની એનર્જીનાં ખૂબ વખાણ કરી રહ્યાં છે. એક યુઝરે કમેન્ટ કરી હતી કે રણવીર અને હાર્દિક એટલું એન્જોય કરી રહ્યા છે જેટલું તેમણે તેમના લગ્નમાં પણ નહીં કર્યું હોય. કેટલાક લોકોએ એવી પણ કમેન્ટ કરી છે કે રણવીરે પૈસા વસૂલ પરફોર્મન્સ આપ્યું છે.
આ પણ વાંચોઃ અનુપમ ખેરથી લઈને સિદ્ધાર્થ મલ્હોત્રા સુધી સ્ટાર્સે કારગિલ વિજય દિવસ પર શહીદોને અર્પી શ્રદ્ધાંજલિ