ગોમતીપુરની સગીરા સાથે કૌટુંબિક મામાએ અવારનવાર દુષ્કર્મ આચર્યું, આખરે કંટાળીને કરી પોલીસ ફરિયાદ
અમદાવાદઃ ગોમતીપુરમાં કૌટુંબિક મામાએ ભાણેજ પર દુષ્કર્મ આચર્યું હોવાની હેવાનિયતભરી ઘટના સામે આવી છે. ત્યારે આ મામલે સગીરાએ પોલીસ ફરિયાદ દાખલ કરતા આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ગોમતીપુર પોલીસે કાર્યવાહી હાથ ધરી
મળતી માહિતી પ્રમાણે, ગોમતીપુરમાં 16 વર્ષની સગીરા સાથે અમરાઇવાડીમાં રહેતા વિશાલ ગુપ્તાએ દુષ્કર્મ ગુજાર્યું હતું. તે સગીરા સાથે ધાકધમકીથી વાત કરતો હતો. અવારનવાર ધાકધમકી આપતો હતો. સ્કૂલથી અને ઘરેથી અમરાઇવાડી લઈ જઈ લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ બાંધ્યા હતા. તેને લઇને સગીરાએ વિશાલ ગુપ્તા વિરુદ્ધ ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
2 વર્ષ પહેલાં આરોપીએ પ્રપોઝ કર્યું હતું
ગોમતીપુરમાં રહેતી 16 વર્ષની સગીરાએ ફરિયાદ નોધાવી છે કે, તેનું મૂળ વતન ઉતરપ્રદેશ છે અને ગોમતીપુર વિસ્તારમાં માતાપિતા સાથે રહે છે અને ગોમતીપુરમાં આવેલી સ્કૂલમાં 12મા ધોરણમાં અભ્યાસ કરે છે. આ ઉપરાંત સીવણ કલાસ પણ કરે છે. હાટકેશ્વરમાં રહેતા વિશાલ ગુપ્તાએ સગીરાનાં મામા થાય છે. જેના કારણે અમરાઈવાડીમાં રહેતા એક સંબંધીને ત્યાં બને મળ્યા હતા અને વિશાલે 2 વર્ષ પહેલાં પ્રપોઝ કર્યું હતું પણ સગીરા પ્રેમ સંબંધ રાખવા ન માગતી હોવાના કારણે ના પાડી હતી.
લગ્ન કરવાનું કહી મરજી વિરુદ્ધ સંબંધ બાંધ્યા
ત્યારબાદ વિશાલે ધાકધમકી આપી સગીરા સાથે ફોનમાં વાતચીત કરતો અને અવરનવાર તેના ઘરે આવતો હતો. આજથી 2 વર્ષ પહેલાં વિશાલ ગુપ્તા સગીરાના ઘરે આવ્યો હતો અને સ્કૂલે ઉભા રહેવાનું કહીને નીકળી ગયો હતો. ત્યારબાદ સગીરા સ્કૂલે ગઈ તે વખતે વિશાલ તેને બાઈકમાં બેસાડીને તેના ઘરે અમરાઈવાડી લઇ ગયો હતો અને સગીરાની મરજી વિરુદ્ધ લગ્ન કરવાનું કહીને શરીર સંબંધ બાંધ્યા હતા.
અવારનવાર દુષ્કર્મ આચરતો હતો
આ ઘટના બાદ અવારનવાર વિશાલ તેના ઘરે સગીરાને આવાનું દબાણ કરતો હતો અને સગીરા મનાઈ કરતા તેના પિતા અને ભાઈને મારી નાખવાની ધમકી આપતો હતો. આ ઉપરાંત અવારનવાર સ્કૂલની સામેથી તેમજ સીવણ ક્લાસની સમેથી બાઈક પર લઇ જઈ શારીરિક સંબંધ બાંધ્યાં હતા. જો કે, સમગ્ર બાબતની જાણ સગીરાએ તેના ભાઈને કરી હતી અને ત્યારબાદ સગીરાએ ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ નોધાવી છે.