ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલસ્પોર્ટસ

IND vs SL: સૂર્યકુમાર યાદવે કેપ્ટનશિપ અને કોચ ગૌતમ ગંભીર વિશે ખુલીને કરી વાત, જૂઓ વીડિયો

  • KKRમાં ગૌતમ ગંભીરની કેપ્ટન્સીથી મારા અને તેમના વચ્ચેના સંબંધો ખૂબ જ મજબૂત છે: સૂર્યકુમાર યાદવ 

નવી દિલ્હી, 26 જુલાઇ: ટીમ ઈન્ડિયાના નવા T20 કેપ્ટન સૂર્યકુમાર યાદવ માટે શ્રીલંકા સામેની ત્રણ મેચની T20 ઈન્ટરનેશનલ સિરીઝ ખૂબ જ ખાસ બનવાની છે. સૂર્યા અગાઉ ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા સામે T20 સિરીઝમાં કેપ્ટનશિપ કરી ચૂક્યો છે, પરંતુ ફુલ ટાઈમ કેપ્ટન તરીકે આ તેની પ્રથમ સિરીઝ છે. આ સિવાય હેડ કોચ ગૌતમ ગંભીર સાથેના તેના સંબંધો પણ કંઈક અલગ છે. હકીકતમાં, સૂર્યા KKRમાં ગંભીરની કેપ્ટન્સીમાં રમી ચૂક્યો છે અને તેણે કહ્યું કે, “ત્યારથી તેના અને ગંભીર વચ્ચેના સંબંધો ખૂબ જ મજબૂત છે.” BCCI TVએ સૂર્યાનો એક નાનો વીડિયો શેર કર્યો છે, જેમાં તેણે કેપ્ટનશિપ અને મુખ્ય કોચ ગૌતમ ગંભીર વિશે ખુલીને વાત કરી છે.

 

ભારત અને શ્રીલંકા વચ્ચે 27 જુલાઈથી ત્રણ મેચની T20 ઈન્ટરનેશનલ સીરીઝ શરૂ થઈ રહી છે, સીરીઝ પહેલા કેપ્ટન સૂર્યકુમાર યાદવે જણાવ્યું કે, ગૌતમ ગંભીર સાથે તેની કેમેસ્ટ્રી કેવી છે. વીડિયોની શરૂઆત શાનદાર રીતે કરતાં તે કહે છે, ‘સૌથી પહેલાં તો હું કહેવા માગું છું કે દિલીપ સર ત્યાંથી શૉટ મારી રહ્યા છે, તો આપણે થોડું ખસી જવું જોઈએ.’ આ પછી તે કહે છે, ‘ધન છે, ખ્યાતિ છે… સન્માન છે.’

ક્રિકેટર બનીને શું શીખ્યું?

સૂર્યાએ આના પર કહ્યું, ‘મને લાગે છે કે ક્રિકેટમાંથી મેં સૌથી મહત્ત્વની વાત શીખી છે કે તમેત્યારે કેટલા નમ્ર છો, જ્યારે તમે ઘણું હાંસલ કર્યું છે અથવા તમે સારું નથી કરી રહ્યા. હું શીખ્યો છું કે જ્યારે તમે મેદાન પર કંઈક કર્યું હોય, ત્યારે તે તમને મેદાન પર છોડી દે છે. આ તમારું આખું જીવન નથી, તે તમારા જીવનનો એક ભાગ છે, તેથી એવું ન હોઈ શકે કે જ્યારે તમે સારું કરી રહ્યા હોવ ત્યારે તમે ટોચ પર રહો, અને જ્યારે તમે સારું ન કરો ત્યારે તમે ભૂગર્ભ થઈ જાઓ, મને લાગે છે કે, આ એક વસ્તુ છે જે એક ખેલાડી તરીકે ન કરવી જોઈએ, હું માત્ર ક્રિકેટની વાત નથી કરી રહ્યો, પરંતુ તમામ રમતોની વાત કરું છું. જેનથી મને મારા જીવનમાં સંતુલન બનાવવામાં મદદ મળી છે. અને જો તમે સારા વ્યક્તિ છો, તો જ તમારી સાથે સારું થશે.

લીડર બનવું હંમેશા સારું લાગે છે: કેપ્ટન 

સૂર્યાએ કહ્યું કે, હું કેપ્ટન ન હોવા છતાં પણ મેદાન પર લીડર બનવાનો મને હંમેશા આનંદ આવ્યો છે. તેથી મેં અલગ-અલગ કેપ્ટન પાસેથી ઘણી અલગ-અલગ વસ્તુઓ શીખી છે. તેથી કેપ્ટન બનવું સારું લાગે છે અને તે એક મોટી જવાબદારી પણ છે.

ગૌતમ ગંભીર વિશે સૂર્યકુમાર યાદવે શું કહ્યું?

સૂર્યાએ કહ્યું કે, “આ જે સંબંધ છે, તે ખૂબ જ ખાસ છે, કારણ કે જ્યારે હું 2014માં કોલકાતા નાઈટ રાઈડર્સમાં ગયો હતો, ત્યારે હું તેમની કેપ્ટનશીપમાં રમ્યો હતો, તે મારા માટે ખાસ હતું કારણ કે ત્યાંથી જ મારા માટે તકો આવવા લાગી. તેવું કહેવાય છે ને કે, તમે ત્રણ પગલાં ભર્યા, તેઓ પણ બે પગલાં આગળ આવ્યા અને વચ્ચે ક્યાંક મળી ગયા. તો તેઑ સંબંધ હતો અને હજુ પણ બધું તેટલું જ મજબૂત છે. પરંતુ તે જાણે છે કે હું કેવી રીતે કામ કરું છું, જ્યારે હું પ્રેક્ટિસમાં આવું છું ત્યારે મારી માનસિકતા કેવી હોય છે, હું જાણું છું કે તે કોચ તરીકે શું કરવા માંગે છે.

આ પણ જૂઓ: પાકિસ્તાની ક્રિકેટરે ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતને કરી વિનંતી, કહ્યું: અમે સારા લોકો છીએ…

Back to top button