નવી મુંબઈ, 25 જુલાઈ : મુંબઈમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક યુવકે અટલ સેતુ ઉપરથી પડતું મૂકી આત્મહત્યા કરી લીધી છે. આ અંગેનો એક વીડિયો પણ સામે આવ્યો છે. બ્રીજ પાસે લાગેલા કોઈ સીસીટીવી કેમેરામાં આ આખી ઘટના કેદ થઈ છે. જેમાં યુવક કાર લઈને વચ્ચોવચ પહોંચે છે અને કાર રોકી તેમાંથી બહાર નીકળ્યા બાદ તે ઝંપલાવી દે છે.
આર્થિક સંકળાશના લીધે પગલું ભર્યું
મળતી માહિતી મુજબ, મુંબઈના અટલ સેતુ ઉપરથી એક યુવકે આપઘાત કરી લીધો છે. આર્થિક તંગીથી પરેશાન 38 વર્ષીય એન્જિનિયર શ્રીનિવાસ બુધવારે બપોરે અટલ સેતુમાંથી સમુદ્રમાં કૂદી ગયો હતો. પોલીસે જણાવ્યું કે હજુ સુધી લાશ મળી નથી. સ્થાનિક માછીમારો સાથે મળીને તેઓ તેને શોધી રહ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે શ્રીનિવાસ બુધવારે રાત્રે લગભગ 11.30 વાગ્યે ઘરની બહાર નીકળ્યા હતા. રસ્તામાં તેણે તેની પત્ની અને ચાર વર્ષની પુત્રી સાથે ફોન પર વાત કરી. પરંતુ કોઈને ખ્યાલ નહોતો કે તે આત્મહત્યા કરવા જઈ રહ્યો છે.
મુંબઈમાં અટલ સેતુમાંથી સમુદ્રમાં યુવકે લગાવ્યો કૂદકો
આર્થિક ભીંસથી કંટાળી 38 વર્ષીય એન્જિનિયર શ્રીનિવાસ બુધવારે બપોરે પગલું ભરી લીધું
અટલ સેતુમાંથી સમુદ્રમાં કૂદકો મારનાર યુવકનો મૃતદેહ હજુ સુધી મળ્યો ન હોવાનું પોલીસે જણાવ્યું છે. #mumbai #atalsetubridge #humdekhengenews pic.twitter.com/tUm8zSeQfq
— Hum Dekhenge News (@humdekhengenews) July 25, 2024
2023માં પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો
શ્રીનિવાસના પરિવારજનોનું કહેવું છે કે તેમની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ હતી. 2023 માં, કુવૈતમાં કામ કરતી વખતે, તેણે ફ્લોર ક્લિનિંગ પદાર્થ પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના બાદ શ્રીનિવાસના પરિવારજનોની હાલત ખરાબ છે અને તેઓ રડી રહ્યા છે. શ્રીનિવાસને શોધવા માટે ફિશિંગ બોટ અને મરીન સિક્યુરિટી ગાર્ડની મદદ લેવામાં આવી રહી છે. જો કે ખરાબ હવામાનને કારણે સર્ચ ઓપરેશનમાં અડચણ આવી રહી છે.
એન્જિનિયરે અટલ બ્રિજ પરથી દરિયામાં ઝંપલાવ્યું
આ ઘટનાના CCTV પણ સામે આવ્યા છે, જેમાં જોવા મળે છે કે શ્રીનિવાસ પોતાની ટાટા નેક્સન કારમાં અટલ સેતુ આવે છે અને પુલની રેલિંગ પર ચઢીને દરિયામાં કૂદી પડે છે. પોલીસના જણાવ્યા અનુસાર શ્રીનિવાસન કુરુતુરી ડોમ્બાવલીનો રહેવાસી હતો. તે લગભગ 8 મહિના પહેલા કુવૈતથી ઘરે આવ્યો હતો. તેણે મુંબઈમાં બિઝનેસ શરૂ કર્યો હતો.
પોલીસ દરિયામાં લાશ શોધવાના પ્રયાસમાં વ્યસ્ત
પોલીસે જણાવ્યું કે વરસાદ અને ભરતીના કારણે સર્ચ ઓપરેશનમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, અટલ સેતુ પરથી કૂદીને આત્મહત્યા કરવાની આ બીજી ઘટના છે, આ પહેલા 20 માર્ચે એક મહિલા ડોક્ટરે અહીંથી કૂદીને આત્મહત્યા કરી હતી.