અમદાવાદગુજરાતમધ્ય ગુજરાત

અમદાવાદઃ SUV 300 કારમાં દેશી પિસ્તોલ અને બે કારતુસ સાથે ત્રણની ધરપકડ

Text To Speech

અમદાવાદ 26 જુલાઈ 2024 : રાજસ્થાનથી અમદાવાદ SUV 300 કારમાં એક દેશી પિસ્તોલ અને બે કારતુસ લઈને આવતા ત્રણ ઈસમોની “આઇ” ટ્રાફીક પોલીસ સ્ટેશનનાં સ્ટાફ દ્વારા ઓઢવ રિંગરોડ બીટમાં આવેલ અદાણી સર્કલ પોઇન્ટ ખાતેથી વાહન ચેકિંગ દરમિયાન ધરપકડ કરવામાં આવી છે અને આમ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

સફેદ કલરની મહિન્દ્રા SUV સાથે ત્રણની ધરપકડ

પૂર્વ વિસ્તારના ટ્રાફિક એસીપી ડીએસ પુનડીયાએ પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે 24 જુલાઈના રોજ રોજની જેમ આઈ ટ્રાફિક પોલીસ અમદાવાદ શહેરમાં દાખલ થતાં અથવા શહેરથી બહાર જતા વાહન ચેક કરી રહી હતી. જે દરમિયાન સફેદ કલરની RJ.29.CB.0781 નંબરની મહિન્દ્રા SUV 300 રાજસ્થાનથી અમદાવાદમાં દાખલ થતા સમયે ટ્રાફિક ટીમને શંકા જતા રોકી તપાસ કરવામાં આવી હતી. જે દરમિયાન તપાસ કરતા ગાડીની આગળની સિટ પાસે નીચે પ્લાસ્ટિક કવરનાં નીચેનાં ભાગમાં પગ મુકવાની જગ્યાએ દેશી પિસ્તોલ અને બે કારતુસ મળી આવ્યા હતા.

૫૨૯૨૧૦/- ના મુદ્દા માલ સાથે ધરપકડ

ટ્રાફિક એસીપી પુનડીયાએ ત્રણેય ઈસમો વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં અંકિત પ્રકાશ શર્મા, જગદીશચંદ્ર સાલવી અને રાધેશ્યામ ભાટ એમ ત્રણેય રાજસમદ રાજસ્થાનના વતની હોવાનું સામે આવ્યું છે. જેમની પાસેથી ૫૨૯૨૧૦/- નો મુદ્દા માલ કબજે કરીને આમ્સ એક્ટ અને જીપી એક્ટ કલમ મુજબ ગુનો દાખલ કરી રામોલ પોલીસ સ્ટેશનમાં વધુ તપાસ માટે સોંપવામાં આવ્યા છે.

આ પણ વાંચો : અમદાવાદઃ સોચ ફાઉન્ડેશન સંસ્થાનો માલિક રાહુલ પરમાર લોકોનાં 16 લાખ રૂપિયા લઈને ભાગી ગયો; પોલીસે FIR પણ નથી નોંધી

Back to top button