અમદાવાદઃ સોચ ફાઉન્ડેશન સંસ્થાનો માલિક રાહુલ પરમાર લોકોનાં 16 લાખ રૂપિયા લઈને ભાગી ગયો; પોલીસે FIR પણ નથી નોંધી
અમદાવાદ 25 જુલાઈ 2024 : અમદાવાદ શહેરના અમરાઈવાડી વિસ્તારમાં આવેલા સોચ ફાઉન્ડેશન સંસ્થાનો માલિક રાહુલ પરમાર તેમના સ્ટાફના લોકો પાસેથી સ્કોલરશીપ ફોર્મનાં નામે 8000 લોકોનાં 16 લાખ તથા ઓઇલ ફોર્મનાં નામે 7 લાખ રૂપિયાની ચીટીંગ કરીને ભાગી ગયો હોવાથી વિરોધ પ્રદર્શન નોંધવામાં આવ્યો હતો.
ગરીબ લોકોના 23 લાખ રૂપિયા લઈને ભાગી ગયો
અમદાવાદના સોચ ફાઉન્ડેશન સંસ્થા દ્વારા સ્કોલરશીપનાં ફોર્મ બહાર પાડવામાં આવ્યા હતા અને ગરીબ વિસ્તારનાં 8 હજાર જેટલાં લોકો પાસે 200 રૂપિયા ભરાવડાવીને કુલ 16 લાખ જેટલી રકમ સ્કોલરશીપનો ખોટો વાયદો કરીને તેમજ ઓઇલ ફોર્મનાં નામે 150 જેટલા ગરીબ વ્યક્તિઓ પાસેથી આશરે 7 લાખ જેટલી રકમ લઈને સંસ્થાનો માલિક રાહુલ પરમાર નામનો વ્યક્તિ ભાગી ગયો છે. ત્યારે આ મુદ્દે લોકોમાં રોષ જોવા મળ્યો હતો અને લોકો અમરાઈવાડી પોલીસ સ્ટેશન ખાતે વિરોધ પ્રદર્શન કરવા પહોંચ્યા હતા. ગરીબોના પૈસાની સથે સાથે આ સંસ્થામાં કામ કરતા કર્મચારીઓનો બે મહિનાનો પગાર પણ સંસ્થા દ્વારા આપવામાં આવ્યો નથી જેના કારણે કર્મચારીઓ પણ આ વિરોધમાં જોડાયા હતા.
અમરાઈવાડી પોલીસે FIR ન નોંધી
એચડી ન્યુઝની ટીમ દ્વારા લોકો સાથે વાતચીત કરતા જાણવા મળ્યું હતું કે છેલ્લા અઠવાડિયાથી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરે છે પરંતુ અમરાઈવાડી પોલીસ સ્ટેશન દ્વારા કોઈપણ જાતની એક્શન લેવામાં આવી રહી નથી. અને લોકો પાસે તમામ પ્રકારના પુરાવા હોવા છતાં અમરાઈવાડી પોલીસ સ્ટેશન એફઆઇઆર પણ લેતી નથી જોકે ગયા અઠવાડિયે લોકો દ્વારા પોલીસ સ્ટેશનમાં વિરોધ કરતા સંસ્થાનો માલિક રાહુલ પરમાર ત્યાં આવીને બધા પૈસા પરત આપવાનો વાયદો કર્યો હતો એ બાદ હવે રાહુલ પરમાર નો કોઈ સંપર્ક થઈ રહ્યો નથી અને પોલીસે પણ એ દિવસે આ બાબતનું સંજ્ઞાન લેતા બેદરકારી દાખવી છે તેવું વિરોધ કરી રહેલા લોકોએ જણાવ્યું હતું