અમદાવાદના યુવાને એક તરફી પ્રેમમાં યુવતીનું ફેક આઇડી બનાવી બદનામ કરી, સાયબર ક્રાઇમે આરોપીની ધરપકડ કરી
અમદાવાદઃ શહેરની એક યુવતીનું તેના જ મિત્રએ ફેક આઇડી બનાવ્યું હતું. જેમાં યુવતીને બદનામ કરવા મેસેજ અને પોસ્ટ મૂક્યાં હતા. આ મામલે પોલીસે તપાસ કરતા યુવતીના મિત્રએ એક તરફી પ્રેમમાં યુવતીના નામનું ફેક આઇડી બનાવ્યું હોવાનું સામે આવ્યું છે. હાલ સાયબર ક્રાઇમે આરોપીની ધરપકડ કરી છે.
સાયબર ક્રાઇમે આરોપીની ધરપકડ કરી
અમદાવાદમાં રહેતી યુવતીના પિતાએ ફરિયાદ નોંધાવી હતી કે, કોઈ અજાણ્યા ઇસમે તેમની દીકરીનું નામનું ફેક ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવી બદનામી થાય તેવા મેસેજ કર્યા હતા. આ મામલે સાયબર ક્રાઈમેં તપાસ કરતા દીપ કંસારાએ આઈડી બનાવ્યું હોવાનું સામે આવતા દીપની ધરપકડ કરી હતી.
આરોપીએ એકતરફી પ્રેમમાં આવું કર્યું હોવાનું જણાવ્યું
આરોપીની પૂછપરછ કરતા જાણવા મળ્યું કે, આરોપીને અગાઉ યુવતી સાથે મિત્રતા હતી જે બાદ યુવતીને એક તરફી પ્રેમ કરવા લાગ્યો હતો. જેની યુવતીને જાણ થતાં યુવતીએ મિત્રતા પણ તોડી દીધી હતી. જેથી દીપે બદનામી કરવા યુવતીનું ફેક આઈડી બનાવ્યું હતું. સાયબર ક્રાઈમે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.