બનાસકાંઠા : ડીસા – વાસણા રોડ પર રેતી ભરીને દોડતી ટ્રકો ગ્રામજનોએ અટકાવી વિરોધ નોંધાવ્યો
બનાસકાંઠા 25 જુલાઈ 2024 : ડીસા પંથકમાં રેતી ભરીને દોડતાં વાહનોને લઈને સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હોવા છતાં પણ રોજબરોજ પ્રતિબંધિત વિસ્તારમાં રેતી ભરીને ઓવરલોડ વાહનો દોડી રહ્યા છે. જ્યારે ડીસાના વહીવટીતંત્રને જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો અમલવારી કરાવામાં કોઈ રસ નથી જેનું કારણ ક્દાચ હપ્તા રાજ ચાલતું હોઈ શકે છે. ત્યારે હવે જાહેરનામાનો અમલવારી કરાવા માટે ખુદ જનતાએ હથિયાર ઉગમ્યું હોવાનું જોવા મળી રહ્યું છે, ત્યારે ડીસા, જુનાડીસા – વાસણા રોડ પર મોડી સાંજે બનાસ નદીમાંથી ડીસા- વાસણા રોડ પર રેતી ભરીને દોડતી ટ્રકો ગ્રામજનોએ અટકાવી વિરોધ નોંધાવ્યો હતો.અને લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા.
જ્યારે ઘટનાની જાણ થતાં ડીસા રૂરલ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગ્રામજનોએ ઝડપેલ ઓવરલોડ ટ્રકને ડીસા રૂરલ પોલીસ મથકે લાવી ખાણ – ખનીજ વિભાગને જાણ કરવામાં આવી હતી. ત્યારે જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાની અમલવારી કરાવામાં વહીવટીતંત્રના અધિકારીઓ કરાવી શકતાં ન હોય તો જાહેરનામું પ્રસિધ્ધ કરવાનો પણ કોઈ મતલબ નથી. અત્યારે સ્થાનિક ગ્રામજનો અને રેતી ભરીને દોડતાં વાહનચાલકો સહિત લીઝ ધારકો સાથે સિધુજ ઘર્ષણ ઉભું થઈ રહ્યું છે. જે ભવિષ્યમાં કાયદો – વ્યવસ્થાની સ્થિતી બગાડી પણ શકે છે. ત્યારે જિલ્લા કલેકટર દ્વારા તાત્કાલિક અસરથી જાહેરનામાનો અમલવારી ના કરાવતાં વહીવટીતંત્રના અધિકારીઓની શાન ઠેકાણે લાવવાના પ્રયાસો કરવામાં આવે તેવી જનમાંગ ઉઠવા પામી રહી છે.
આ પણ વાંચો : ગુજરાત: ચોટીલામાં ડીઝલના ગેરકાયદેસર કારોબારનો પર્દાફાશ