અમેરિકી મહિલા સાથે 4,00,000 ડૉલરની છેતરપિંડી કરનાર કોણ છે લક્ષ્ય વિજ?
- લક્ષ્ય વિજ દિલ્હીના દિલશાદ ગાર્ડનનો રહેવાસી છે અને EDએ મોટા બુકી-ક્રિપ્ટો કરન્સી હેન્ડલર હોવાના આરોપમાં ધરપકડ કરી
નવી દિલ્હી, 25 જુલાઈ: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે દિલ્હીના એક મોટા બુકી અને ક્રિપ્ટો કરન્સી હેન્ડલરની ધરપકડ કરી છે. આ આરોપીનું નામ લક્ષ્ય વિજ છે, જે દિલ્હીના દિલશાદ ગાર્ડનનો રહેવાસી છે. ED અનુસાર, તેણે અમેરિકન મહિલા સાથે 4 લાખ ડોલરની છેતરપિંડી કરી છે. લક્ષ્ય વિજનું નામ ત્યારે ચર્ચામાં આવ્યું જ્યારે ગુજરાત પોલીસે તેને 9 માર્ચ, 2023ના રોજ દિલ્હીના ક્રોસ રિવર મોલમાંથી ધરપકડ કરી હતી. તેના પર આરોપો હતા કે, દિલ્હી પોલીસના એક વરિષ્ઠ IPS અધિકારીએ ફોન કરીને તેને છોડાવી દીધો હતો.
શું છે સમગ્ર મામલો?
હકીકતમાં, 4 જુલાઈ, 2023ના રોજ, CBIએ એક અમેરિકન મહિલા સાથે ચાર લાખ US ડોલરની છેતરપિંડીનો કેસ નોંધ્યો હતો. આરોપ એવો હતો કે, કોઈએ માઈક્રોસોફ્ટના એજન્ટ હોવાનો દાવો કરીને લિસા રોથ નામની મહિલાને ફોન કર્યો અને તેને ક્રિપ્ટોકરન્સી વોલેટમાં 4 લાખ US ડોલર ટ્રાન્સફર કરાવી લીધા.
કઈં રીતે પૈસા ટ્રાન્સફર થયા?
તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, આ પૈસા પ્રફુલ્લ ગુપ્તા અને તેની માતા સરિતા ગુપ્તાના વોલેટમાં ગયા હતા. એવું પણ બહાર આવ્યું કે, કરણ ચુગ નામનો વ્યક્તિ આ પૈસા પ્રફુલ્લ ગુપ્તા પાસેથી અલગ-અલગ વોલેટમાં જમા કરાવી રહ્યો હતો. આ પછી, ક્રિપ્ટો કરન્સી વેચીને વિવિધ ભારતીય નકલી ખાતાઓમાં આ નાણાં ટ્રાન્સફર કરવામાં આવ્યા અને કરણ ચુગ તેમજ લક્ષ્ય વિજના કહેવા પર પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આ પછી ફેર પ્લે 24 જેવી એપ પર સટ્ટો રમતા લોકોને આ પૈસાનો મળ્યા.
EDએ આ મામલે મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો હતો અને 6 જૂન, 2024ના રોજ અનેક સ્થળોએ દરોડા પાડીને મોટી માત્રામાં ડિજિટલ પુરાવાઓ જપ્ત કર્યા હતા. આ સાથે જે લોકોના વોલેટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તેમના નિવેદન પણ નોંધવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, લક્ષ્યની કહેવા પર જ વિવિધ વોલેટમાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા અને તે આ છેતરપિંડીનો માસ્ટરમાઈન્ડ છે. EDએ લક્ષ્યને દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કર્યો હતો જ્યાંથી EDની માંગ પર તેને 5 દિવસ માટે રિમાન્ડ પર મોકલવામાં આવ્યો હતો.
આ પણ જૂઓ: નીટ પેપર લીક કેસ : એક પ્રશ્નપત્રના બદલામાં 60 લાખ…! જુઓ CBIએ કયા-કયા ખુલાસા કર્યા?