ધંધૂકા પડાણાના રોડ પર વિદ્યાર્થીઓ સહિતના મુસાફરો ભરેલી ST બસને અકસ્માત
- હલકી ગુણવત્તાવાળા માર્ગને કારણે વારંવાર અકસ્માત થતા હોવાની ફરિયાદ
- બસચાલકની સમયસૂચકતાના કારણે જાનહાનિ ટળતા હાશકારો થયો
- રોડનું હલકીકક્ષાનું કામકાજ કરવામાં આવ્યું હોવાના ગ્રામજનોનો આક્ષેપ
ધંધૂકા પડાણાના રોડ પર વિદ્યાર્થીઓ સહિતના મુસાફરો ભરેલી ST બસને અકસ્માત થયો છે. જેમાં બસચાલકની સમયસૂચકતાના કારણે જાનહાનિ ટળતા હાશકારો થયો છે. હલકી ગુણવત્તાવાળા માર્ગને કારણે વારંવાર અકસ્માત થતા હોવાની ફરિયાદ થઇ રહી છે. રોડનું હલકીકક્ષાનું કામકાજ કરવામાં આવ્યું હોવાના ગ્રામજનો આક્ષેપો કરી રહ્યા છે.
આ પણ વાંચો: રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડના આરોપી મનસુખ સાગઠીયાનું જમીનકાંડ બહાર આવ્યું
રોડનું હલકીકક્ષાનું કામકાજ કરવામાં આવ્યું હોવાના ગ્રામજનોનો આક્ષેપ
ધંધૂકાથી પડાણા મુખ્ય રોડનું કામ બે મહિના પહેલા જ પૂરું થયેલ છે. ત્યારે રોડનું હલકીકક્ષાનું કામકાજ કરવામાં આવ્યું હોવાના ગ્રામજનો આક્ષેપો કરી રહ્યા છે અને રોડના ડામરનું કામ, માટી કામ, સાઈડનું કામ સાવ હલકીકક્ષાનું હોવાનું જણાવી તપાસની માંગ કરી રહ્યા છે. ખરાબ રોડને કારણે હાલ વરસાદી માહોલમાં એસટી બસ રોડ સાઈડમાં ઉતરી ગઈ હતી. તો એક કાર પણ ખાળીયામાં ઉતરી ગઈ હતી. ધંધૂકાથી પડાણા જઈ રહેલી એસટી બસ હલકીકક્ષાનો રોડ બેસી જવાથી અકસ્માત થયો હતો. જેમાં મુસાફરો તેમજ વિદ્યાર્થીઓ હતા. ડ્રાઈવરની સમયસુચકતાના કારણે મોટી જાનહાનિ ટળી હતી. જો તેમાં કોઈની જાનહાનિ થઇ હોત તો જવાબદાર કોણ હોત?
નાયબ ઇજનેર ધંધૂકા કે કોન્ટ્રાકટર કોણ જવાબદાર તેવા સવાલો લોકો પૂછી રહ્યા છે
નાયબ ઇજનેર ધંધૂકા કે કોન્ટ્રાકટર કોણ જવાબદાર તેવા સવાલો લોકો પૂછી રહ્યા છે.આ રોડમાં નથી કેશ બેરીયર, નથી બોર્ડ લગાવેલા, નથી તેમજ સાઈડો તો સાવ હલકીકક્ષાની બનાવેલ છે અને રોડમાં ડામર કે નીચે મેટલ પણ નહીવત નાખેલ છે. આ મુદ્દે મુખ્યમંત્રી તેમજ કલેકટરને રજૂઆત કરી કે આવા લોકો સામે કડક કાર્યવાહી કરી યોગ્ય સજા કરવા કરવી અને રોડની ફરીથી તપાસ કરવામાં આવે અને તમામ કસુરવાર લોકો સામે કાર્યવાહી કરવામાં આવે અને રોડમાં જે કોઈપણ મટીરિયલ દર્શાવવામાં આવ્યું હતું તે પૂરતા પ્રમાણમાં છે કે નહીં.