ગુજરાતટ્રેન્ડિંગ

અમદાવાદ શહેરમાં રોગચાળો વકર્યો, રસ્તા પર વેચાતા પીણા જોખમી

  • દૂષિત પાણીના સેમ્પલમાં હાર્ડનેસ અને બેક્ટેરિયાનું પ્રમાણ વધારે
  • લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારાઓ બેફામ થતાં જોવા મળી રહ્યા છે
  • PIનું સ્તર 5.0 થી 6.0 સુધીનું જોવા મળ્યું હતું

અમદાવાદ શહેરમાં રોગચાળો વકર્યો છે. જેમાં રસ્તા પર વેચાતા પીણા જોખમી બન્યા છે. તેમાં રસ્તા પર વેચાતા લીંબુપાણી-સિકંજીના સેમ્પલ ફેલ થયા છે. તેથી ચોમાસામાં રોગચાળો વકરવાનું આ પણ કારણ છે. શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી લીંબું પાણી અને સિકંજીના સેમ્પલનું ટેસ્ટિંગ કરાવ્યું હતુ. દૂષિત પાણીના સેમ્પલમાં હાર્ડનેસ અને બેક્ટેરિયાનું પ્રમાણ વધારે જોવા મળ્યું છે.

આ પણ વાંચો: ગુજરાતમાં હવામાન વિભાગે વેધર બુલેટિન જાહેર કર્યું, જાણો ક્યા છે વરસાદની આગાહી

પાણીમાં હાર્ડનેસનું પ્રમાણ વધારે હોવાથી ન્યુમોનિયા અને અપચો જેવી બીમારીઓ થાય

પાણીમાં હાર્ડનેસનું પ્રમાણ વધારે હોવાથી પથરી, ન્યુમોનિયા અને અપચો જેવી બીમારીઓ થઇ શકે છે. જ્યારે બેક્ટેરિયાનું પ્રમાણ વધતા ઝાડા-ઊલટી તેમજ પેટને સંબંધિત રોગની શક્યતાઓ છે. શહેરના વિવિધ વિસ્તારોના માર્ગો પર વેચાતા સિકંજી અને લીંબુ પાણી માટે વપરાતું પાણી દૂષિત હોવાની સાથે તેમાં નાખવામાં આવતાં અન્ય પદાર્થો પણ યોગ્ય ન હોવાની ફરિયાદો ઊઠી હતી. શહેરના વિવિધ વિસ્તારોના માર્ગો પર ઊભી રહેતી લારીઓ પરથી સિકંજીઓ અને લીંબુ શરબતનાં સેમ્પલ ટેસ્ટ કર્યા હતા, જેમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. આ સિકંજી અને લીંબુ પાણીમાં હાર્ડનેશનું અને બેકેટેરિયાનું પ્રમાણ વધારે જોવા મળ્યું હતું.

PIનું સ્તર 5.0 થી 6.0 સુધીનું જોવા મળ્યું હતું

આ અંગે જુદા જુદા ડોક્ટરોનો અભિપ્રાય લેતાં જાણવા મળ્યું હતું કે, પાણીમાં હાર્ડનેસનું પ્રમાણ વધારે હોવાથી પથરી, ન્યુમોનિયા અને અપચો જેવી બીમારીઓ થઇ શકે છે. તેમજ બેકટેરિયાના પ્રમાણ પાણીમાં વધારે હોવાથી ઝાડા-ઊલટી તેમજ પેટને સંબંધિત રોગ થવાની શક્યતાઓ વધે છે. સેમ્પલોનું ટેસ્ટિંગ કર્યું હતું, જેમાં PIનું સ્તર 5.0 થી 6.0 સુધીનું જોવા મળ્યું હતું, જે થોડું એસિડિક સૂચવે છે. આ સાથે હાર્ડનેસ પણ પાણીની ગુણવત્તા માર્ક સુધીનું ન હતું. પાણીમાં હાર્ડનેસ હોવાથી તેનું નિયમિત સેવન કરવાથી પાચન સંબંધી સમસ્યાઓ અને કિડનીમાં પથરી થઈ શકે છે. તેમજ પાણીમાં DO (ડિસોલ્વ ઓક્સિજન)નું પ્રમાણ ઓછું હોવાથી માણસના શરીરને બગાડે છે.

લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારાઓ બેફામ થતાં જોવા મળી રહ્યા છે

બેક્ટેરિયોલોજિકલ ટેસ્ટમાં સામે આવ્યું છેકે, તમામ પાણીના નમૂનાઓ બેક્ટેરિયાથી ભારે દૂષિત છે. આ બેક્ટેરિયાઓને પગલે ઝાડા, ખેંચાણ, ઊબકા, માથાનો દુખાવો વગેરે થઈ શકે છે. જેથી બજારમાં મળતાં સિકંજી અને લીંબુ પાણીમાં વપરાતાં પાણી ચોખ્ખા છે કે નહીં તેની ચકાસણી કર્યા બાદ પીવા તાકિદ કરાઇ છે. મ્યુનિ.ના સૂત્રોના જણાવ્યા અનુસાર, શહેરના જાહેર માર્ગો પર ઠેર ઠેર સિકંજી અને લીંબુ પાણીની લારીઓનો જમાવડો જોવા મળે છે. જોકે મ્યુનિ.ના હેલ્થ વિભાગ દ્વારા ચકાસણી મુદ્દે ઉદાસીનતા દાખવવામાં આવતા લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારાઓ બેફામ થતાં જોવા મળી રહ્યા છે.

Back to top button