અમદાવાદગુજરાત

સર્ટિફિકેટ ચકાસી લેજો: AMC હવે જન્મ-મરણના પ્રમાણપત્રમાં એક જ વખત સુધારો કરી આપશે

Text To Speech

અમદાવાદ, 24 જુલાઈ 2024, મ્યુનિસિપલ કોર્પોરેશનના જન્મ મરણ વિભાગમાં ભાઈ, બહેન, કુમાર, કુમારી વગેરે શબ્દો ઉમેરવા માટે અથવા દૂર કરવા માટે જન્મ મરણ વિભાગમાં અરજીઓ કરવામાં આવતી હોય છે. હવે દિન પ્રતિદિન નામમાં સુધારાની અરજીઓમાં વધારો થવાના કારણે હવે કોર્પોરેશન દ્વારા માત્ર એક જ વખત સુધારો કરી આપવામાં આવશે.

રોજની 250 જેટલી અંદાજિત અરજીઓ આવે છે
AMCના જન્મ મરણ વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ ભારત સરકારની વર્ષ 2007ની માર્ગદર્શિકા મુજબ કોઈપણ જન્મના પ્રમાણપત્રમાં એક વખત સુધારો કરી શકાય છે. બેથી ત્રણ વખત જન્મના પ્રમાણપત્રમાં સુધારો કરાવવા માટે અત્યાર સુધી અનેક અરજીઓ સ્વીકારવામાં આવી અને સુધારો કરી આપવામાં આવતો હતો. એક જ પ્રકારના સુધારા ત્રણથી ચાર વખત કરાવવા માટે લોકો આવતા હોવાનું ધ્યાને આવ્યું હતું. જન્મના પ્રમાણપત્રમાં સુધારા માટેની રોજની 250 જેટલી અંદાજિત અરજીઓ આવે છે.

જુલાઈમાં 50 હજાર અરજીઓ મળી છે
જેમાં ખાસ કરીને પોતાના નામમાં અથવા તો માતા-પિતાના નામમાં ભાઈ, બહેન, કુમાર, કુમારી બદલાવવા માટેની અરજી કરવામાં આવે છે. આધાર કાર્ડમાં પણ હવે જન્મના પ્રમાણપત્ર મુજબ નામ હોવું જોઈએ જેને લઈને લોકો સુધારા વધારા કરાવવા આવી રહ્યા છે. જુલાઈ મહિના સુધીમાં 50,000 જેટલી અરજીઓ નામ સુધારા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના જન્મ મરણ વિભાગને મળી છે. વધારે પડતી અરજીઓ થવાના કારણે ખરેખર જે વ્યક્તિને પોતાના નામમાં સુધારાની જરૂરિયાત હોય તેની અરજીનો ઝડપી નિકાલ થઈ શકતો નથી.

આ પણ વાંચોઃગેનીબેને સંસદમાં મુદ્દો ઉઠાવ્યોઃ ચાંદીપુરા વાયરસ બાળકોને શિકાર બનાવી રહ્યો છે

Back to top button