અમદાવાદઃ ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ લી. નાં જળ સંપત્તિ વિભાગે 280 કરોડ માફ કર્યા; પૂર્વ MLA પૂજા વંશે કર્યા રાજ્ય સરકાર પર ગંભીર આક્ષેપ
અમદાવાદ 24 જુલાઈ 2024 : અમદાવાદ શહેરના રાજીવ ગાંધી ભવન ખાતે પૂર્વ ધારાસભ્ય પુજાભાઈ વંશે ગીર સોમનાથ થી વેરાવળ ખાતે આવેલી ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ પર પાણીનાં બાકી લેણા અંગે લેતી દેતી કરી કુલ ચૂકવવાનાં થતા 434 કરોડ 71 લાખ માંથી 280 કરોડથી વધુની રકમ માફ કરી માત્ર 157 કરોડ 15 લાખ જેટલી રકમ ભરાવી રાજ્ય સાથે છેતરપિંડી કરી હોવાના આક્ષેપ રાજ્ય સરકારના જળ સંપતિ વિભાગ તથા ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ ઉપર કર્યા છે. ત્યારે તેમણે શું કહ્યું જાણે વિગતવાર!!!
ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝના 280 કરોડ માફ કરાયા
પૂર્વ ધારાસભ્ય પૂજા વંશે પત્રકાર પરિષદને સંબોધન કરતાં જણાવ્યું હતું ગીર સોમનાથથી વેરાવળ ખાતે આવેલી ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝનાં 1999 થી વેરા સ્વરૂપે લેવામાં આવતી રકમમાંથી એક પણ રૂપિયો સરકારમાં ભરવામાં આવ્યો નથી, પાણીના વપરાશ પેટે 1998 થી 2002 નોર્મલ વોટર ચાર્જીસ વગેરે 434 કરોડ 71 લાખ જેટલી રકમ સરકારની ગ્રાફિક ઇન્ડસ્ટ્રીઝ પાસેથી લેવાની નીકળે છે. તેવામાં રાજ્ય સરકારે જળ સંપતિ વિભાગના અધિકારીઓ વતી ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝના 280 કરોડ જેટલી માતબર રકમ માફ કરી દીધી છે. ત્યારે તેમણે સવાલ કર્યો હતો કે રાજ્યના જળ સંપતિ વિભાગે આટલી મોટી રકમ શા માટે માફ કરી એનો મતલબ એ થયો કે પાછલા બારણે મોટો વહીવટ થયો હોઈ શકે.
264.37 કરોડનો બોજો નખાયા બાદ પણ માફ કરાયા
પૂર્વ ધારાસભ્યે રાજ્ય સરકાર ઉપર વધુ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે જળ સંપત્તિ વિભાગના હુકમનાં નિર્ણય અંદર સરકાર કહે છે પૂર્વ દ્રષ્ટાંત કરવાનો રહેશે નહીં એનો મતલબ કે બીજી કંપનીઓમાં આવો હુકમ માન્ય રહેશે નહીં જેનાથી સાબિત થાય છે કે ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ સરકારી માનિતી કંપની છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે 2019 માં 264 કરોડ 37 લાખ જેટલી રકમનો જિલ્લા કલેક્ટરે કંપની ઉપર બોજો નાખ્યો હતો. જેને બદલી રાજ્ય સરકારે બોજો નાખ્યા પછી પણ એ રકમ ન વસૂલીને 157 કરોડની રકમ સીધી માફ દીધી જ્યારે સરકારી નિયમ એવું કહે છે કે કોઈ નાના ખેડૂત હોય કે મોટા વેપારી કે સામાન્ય વેપારી રાજય કે દેશનો કોઇપણ નાગરિક હોય સરકાર દ્વારા એક વખત બોજો નાખ્યા બાદ ક્યારેય તે વેરો કે ઋણ માફ કરી શકાતો નથી જ્યારે આ કેસમાં પહેલી વખત આવું જોવા મળી રહ્યું છે. અગાઉ જાહેર હિસાબી સમિતિ વિભાગે જળ સંપતિ વિભાગનાં કેબિનેટ મંત્રીને આ કંપની પાસેથી પૈસા વસૂલ કરવા માટે અવાર-નવાર રજૂઆતો કરી હોવા છતાં તેને અવગણીને કંપનીને મોટી માત્રામાં મદદ કરવામાં આવી છે.
ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ પર સરકારના બે-બે હાથ
પૂજાભાઈ વંશે ઉમેર્યું હતું કે એક બાજુ ખેડૂતો અને સામાન્ય ગરીબ નાગરિકો પાસેથી કડકાઈથી દંડ વસૂલવામાં આવે છે. અને જો ભૂલથી પણ નાનામાં નાનો ખેડૂત પણ આ રકમ ન ભરે તો તેમની જમીન જપ્તી અને પેનલ્ટીઓ સહીતનાં ઓર્ડર કરવામાં આવે છે એનો મતલબ એમ થાય છે કે સરકારના બંને હાથ ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ પર છે.
જળ સંપતિ વિભાગે પાછલા બારણે વહીવટ કરી માફ કર્યા
અત્રે ઉલ્લેખનીય છે કે ધારાસભ્યના જણાવ્યા મુજબ ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ પર પાણીનાં બાકી કુલ 434 કરોડ 43 લાખ નીકળતા લેણામાંથી 280 કરોડ જેટલી મોટી રકમ માફ કરી માત્ર 157 કરોડ 15 લાખ ભરાવવામાં આવ્યા છે. ત્યારે આ રકમ માફ કરવામાં સરકાર અને જળ સંપતિ વિભાગના કયા અધિકારીઓનો હાથ હોઈ શકે ? માફ કરવાનું કારણ શું હોઈ શકે? કારણકે એકવાર બોજો જાહેર થયા પછી એક રૂપિયાનું લેણું પણ ક્યારેય માફ કરી શકાતું નથી તેનો સીધો ઈશારો જળ સંપત્તિ વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા પાછલા બારણે મોટા પ્રમાણમાં લેતી દેતી કરીને માફ કરવામાં આવ્યો હોય તેઓ ગંભીર આક્ષેપ રાજ્યના પૂર્વ ધારાસભ્ય પૂજા વંશ દ્વારા મીડિયા સમક્ષ લેખિતમાં પુરાવા આપીને કરવામાં આવ્યો છે ત્યારે આ મામલે કેટલી સચ્ચાઈ છે તે આવનારા દિવસોમાં યોગ્ય તપાસ થાય તો બહાર આવી શકે..
આ પણ વાંચો : અંકલેશ્વરમાં ઓવરફ્લો થયેલી ખાડીના પાણીમાં 4 ઘોડા તણાયા, બોરસદમાં 14 ઈંચ વરસાદ