ટ્રેન્ડિંગનેશનલમનોરંજન

શું ફરી નજીક આવી રહ્યો છે બચ્ચન-ગાંધી પરિવાર? સંસદમાં દેખાયું શાનદાર બોન્ડિંગ, જુઓ વીડિયો

  • સંસદમાં સોનિયા ગાંધી અને જયા બચ્ચન સાથે જોવા મળ્યા હતા. તેના પરથી એવો ક્યાસ લગાવવામાં આવી રહ્યો છે કે બચ્ચન-ગાંધી પરિવાર ફરીથી નજીક આવી રહ્યો છે

24 જુલાઈ, નવી દિલ્હીઃ રાજકારણ અને ફિલ્મ જગત વચ્ચે હંમેશા ખાસ સંબંધ રહ્યો છે. 1970-1980ના દાયકામાં બચ્ચન પરિવારને તે સમયે દેશની સત્તામાં રહેલા ગાંધી પરિવાર સાથે ખૂબ જ નજીકના સંબંધો હતા. હવે ફરી એક વખત એવા સંકેતો મળી રહ્યા છે કે ગાંધી પરિવાર અને બચ્ચન પરિવાર વચ્ચે બધું સરખું થઈ રહ્યું છે. બુધવારે સંસદમાં સોનિયા ગાંધી અને જયા બચ્ચન સાથે જોવા મળ્યા હતા. તેના પરથી એવો ક્યાસ લગાવવામાં આવી રહ્યો છે કે બચ્ચન-ગાંધી પરિવાર ફરીથી નજીક આવી રહ્યો છે.

સોનિયા ગાંધી અને જય બચ્ચન વચ્ચે જોવા મળ્યું બોન્ડિંગ

સંસદમાં સોનિયા ગાંધી અને જયા બચ્ચન વચ્ચે ખૂબ જ સારું બોન્ડિંગ જોવા મળ્યું હતું. બંને એકબીજા સાથે વાત કરતા અને હસતા જોવા મળ્યા હતા. બંને નેતાઓની મુલાકાતનો એક વીડિયો પણ સામે આવ્યો છે. ગાંધી પરિવાર અને બચ્ચન પરિવાર વચ્ચે બધું સામાન્ય હોવાના આ સંકેત છે. આ બંને પરિવારો એક સમયે ખૂબ નજીક હતા. રાજીવ ગાંધી અને અમિતાભ બચ્ચન વચ્ચે બાળપણની મિત્રતા હતી, પરંતુ, સમયની સાથે બંને પરિવારો વચ્ચેનો સંપર્ક પણ બંધ થઈ ગયો.

ગાંધી અને બચ્ચન પરિવારની દોસ્તી બે પેઢીઓ સુધી હતી

ગાંધી અને બચ્ચન પરિવાર વચ્ચેની મિત્રતા બે પેઢીઓ સુધી ચાલતી હતી. આ મિત્રતા પંડિત જવાહરલાલ નેહરુ અને હરિવંશરાય બચ્ચનના સમયથી હતી. હરિવંશ રાય બચ્ચન વિદેશ મંત્રાલયમાં હિન્દી અધિકારી હતા અને નહેરુ તેમના કામથી પ્રભાવિત થયા હતા. ધીમે-ધીમે ઈન્દિરા ગાંધી અને તેજી બચ્ચન પણ સારા મિત્રો બની ગયા અને બંને પરિવારો અવારનવાર મળતા.

શું ફરી નજીક આવી રહ્યો છે બચ્ચન અને ગાંધી પરિવાર? સંસદમાં દેખાયું શાનદાર બોન્ડિંગ, જુઓ વીડિયો hum dekhenge news

અમિતાભ બચ્ચને પણ રાજકારણમાં નસીબ અજમાવ્યું હતું

ફિલ્મોમાં અમિતાભની વધતી લોકપ્રિયતા જોઈને રાજીવ ગાંધીએ અમિતાભને રાજકારણમાં આવવાની સલાહ આપી. 1984માં અમિતાભ બચ્ચન કોંગ્રેસની ટિકિટ પર અલ્હાબાદથી ચૂંટણી લડ્યા અને જીત્યા પણ હતા, પરંતુ આ દરમિયાન બોફોર્સ કૌભાંડે દેશમાં હલચલ મચાવી દીધી હતી. અમિતાભ અને તેમના ભાઈ અજિતાભ પણ તેના નિશાના પર આવી ગયા હતા.

આ પણ વાંચોઃ ફ્રાન્સમાં ચાલે છે શાહરૂખના નામનો સિક્કો, મળ્યું છે આ સન્માન

Back to top button