- મેટ્રોની અંદર એક વ્યક્તિની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તે મેટ્રોમાં જમીન પર પડેલો જોવા મળે છે. ફોટો જોયા બાદ લોકોએ તેની સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે
દિલ્હી, 24 જુલાઈ: સોશિયલ મીડિયા પ્લેટફોર્મની દુનિયા ખૂબ જ અનોખી છે. અહીં દરેક પ્રકારના વીડિયો અને ફોટા વાયરલ થતા રહે છે. ક્યારેક ડાન્સ કરતા લોકોના વીડિયો વાયરલ થાય છે તો ક્યારેક અજીબોગરીબ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. ક્યારેક લડતા લોકોના વીડિયો વાયરલ થાય છે તો ક્યારેક દુકાન પર લગાવેલા વિચિત્ર બોર્ડનો ફોટો વાયરલ થાય છે. જો તમે કોઈપણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સક્રિય છો, તો તમે આવી ઘણી પોસ્ટ અને વીડિયો જોયા જ હશે. હાલમાં મેટ્રોની કેટલીક તસવીરો વાયરલ થઈ રહી છે જેને જોયા પછી તમને વિશ્વાસ નહીં થાય.
વાયરલ પોસ્ટમાં શું જોવા મળ્યું?
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ (ટ્વિટ) વાયરલ થઈ રહી છે જેમાં એક વ્યક્તિની કેટલીક તસવીરો દેખાઈ રહી છે. તમે બધાએ મેટ્રોમાં મુસાફરી કરી જ હશે. મેટ્રોમાં લોકોને ફ્લોર પર બેસવાની મનાઈ છે, પરંતુ વાયરલ ફોટોમાં એક વ્યક્તિ મેટ્રોના ફ્લોર પર જ જઈને સૂતો જોવા મળે છે. ફોટોમાં દેખાઈ રહ્યું છે કે જે રીતે કોઈ માણસ પોતાના ઘરમાં પલંગ પર સૂતો હોય છે તે રીતે તે વ્યક્તિ ખૂબ જ આરામથી ફ્લોર પર સૂઈ રહ્યો છે. મેટ્રોના ફ્લોર પર સૂતી વખતે એક વ્યક્તિ પોતાનો ફોન વાપરી રહ્યો છે.
અહીં જૂઓ વાયરલ ફોટો
So what is happening these days in the Delhi metro?”Dear @OfficialDMRC @DelhiPolice please take action against passengers sitting on the metro floor to ensure safety and compliance with rules pic.twitter.com/yztidVI42H
— Shikhar Sharma (@ShikharSha34718) July 18, 2024
આ ફોટો X પ્લેટફોર્મ પર @ShikharSha34718 નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. આ તસવીરો શેર કરતી વખતે એકાઉન્ટ યુઝરે દિલ્હી મેટ્રોને ટેગ કરીને તેની સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. ફોટો જોયા બાદ એક યુઝરે કોમેન્ટ સેક્શનમાં લખ્યું- કૃપા કરીને આવા લોકો સામે કાર્યવાહી કરો. અન્ય એક યુઝરે પણ તેની સામે કાર્યવાહી કરવાની માંગ કરી અને લખ્યું- હા, મેટ્રોની પ્રતિષ્ઠાને કલંકિત થવાથી બચાવવા માટે કડક પગલાં લેવા પડશે.
આ પણ વાંચો: લોકલ ટ્રેન વ્યવહાર ખોરવાતા મુંબઈગરા ચાલતાં ઑફિસ તરફ નીકળી ગયા… જૂઓ વીડિયો