રાજકોટમાંથી SOGએ 9.85 લાખના MD ડ્રગ્સ સાથે 2 શખ્સોની ધરપકડ કરી
- MD ડ્રગ્સ સાથે પાર્થ મકવાણા અને સાહિલ સોઢા નામના આરોપીની ધરપકડ
- આરોપી પ્રતિગ્રામ 2 હજાર 500 રૂપિયામાં ડ્રગ્સનું વેચાણ કરતા
- અગાઉ રાજસ્થાનથી સુરતમાં ડ્રગ્સ ઘુસાડનાર શખ્સ ઝડપાયો હતો
રાજકોટમાંથી SOGએ 9.85 લાખના MD ડ્રગ્સ સાથે 2 શખ્સોની ધરપકડ કરી છે. જેમાં 9 લાખની કિંમતના ડ્રગ્સના જથ્થા સાથે 2 આરોપીઓ ઝડપાતા હવે અનેક ખુલાસા થઇ શકે છે. જેમાં આરોપી પાર્થ મકવાણા અને સાહિલ ઉર્ફે નવાબ સોઢાને SOGએ ઝડપ્યો છે. રાજ્યમાંથી ડ્રગ્સનું દૂષણ દૂર રાખવા માટે અવાર-નવાર ડ્રાઈવનું આયોજન કરવા છતાં ડ્રગ્સ મળવાની ઘટના દિવસેને દિવસે વધી રહી છે.
આ પણ વાંચો: અમદાવાદમાં 24 કલાકમાં ભારે વાહનોથી 3 અકસ્માતમાં ત્રણ લોકોનાં મૃત્યુ
આરોપી પ્રતિગ્રામ 2 હજાર 500 રૂપિયામાં ડ્રગ્સનું વેચાણ કરતા
રાજ્યના વિવિધ દરિયાકિનારેથી ડ્રગ્સ મળવાની ઘટના અવાર-નવાર સામે આવે છે, તેવામાં રાજકોટમાંથી SOGએ 9.85 લાખના MD ડ્રગ્સ સાથે પાર્થ મકવાણા અને સાહિલ સોઢા નામના આરોપીની ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ, રાજકોટમાંથી SOGએ 9.85 લાખના MD ડ્રગ્સ સાથે પાર્થ મકવાણા અને સાહિલ સોઢા નામના શખ્સની ધરપકડ કરી છે. આ આરોપી પ્રતિગ્રામ 2 હજાર 500 રૂપિયામાં ડ્રગ્સનું વેચાણ કરતા હતા. જેથી SOGએ 2 આરોપીની ધરપકડ કરીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. અગાઉ સુરતમાં ડ્રગ્સ ઘુસાડનાર શખ્સની સુરત SOGએ અનેક આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.
અગાઉ રાજસ્થાનથી સુરતમાં ડ્રગ્સ ઘુસાડનાર શખ્સ ઝડપાયો હતો
SOGને બાતના આધારે રાજસ્થાનમાંથી સુરતમાં ડ્રગ્સ ઘુસાડનાર એક શખ્સને ઉધના દરવાજા પાસની હોટલ ધ ગ્રાન્ડ વિલા ઇનના રૂમ નંબર 704 માં રોકાયો. જે બાતમીના આધારે દરોડો પાડીને ચેતન શાહુ નામના શખ્સની ધરપકડ કરીને પાસેથી પોલીસને 354 ગ્રામ MD ડ્રગ્સ મળી આવ્યું હતુ.