- ત્રણ નવા ક્ષેત્રો, મધ્ય પૂર્વ, ઉત્તર આફ્રિકા, પૂર્વી યુરોપ, મધ્ય એશિયા અને લેટિન અમેરિકામાં વધી રહ્યું છે સંક્રમણ
- વૈશ્વિક નેતાઓએ 2030 સુધીમાં એઇડ્સને ખતમ કરવાનું આપ્યું છે વચન
નવી દિલ્હી, 24 જુલાઈ : ગયા વર્ષે વિશ્વભરમાં લગભગ 4 કરોડ લોકોમાં એઇડ્સનું કારણ બને છે તે HIV વાયરસ જોવા મળ્યો હતો. તેમાંથી 90 લાખ લોકો તેની કોઈ સારવાર કરાવી શક્યા નહિ. પરિણામે દર મિનિટે કોઈને કોઈ દર્દી એઈડ્સને કારણે જીવ ગુમાવતો રહ્યો. સંયુક્ત રાષ્ટ્રએ પોતાના તાજેતરના અહેવાલમાં આ ખુલાસો કર્યો છે. આ એવી સ્થિતિ છે જ્યારે વિશ્વમાં એઇડ્સ રોગચાળાને સમાપ્ત કરવાની દિશામાં પ્રગતિ થઈ રહી છે.
ભંડોળના અભાવને કારણે એઇડ્સને સમાપ્ત કરવાની દિશામાં પ્રગતિની ગતિ ધીમી
યુએન રિપોર્ટ દર્શાવે છે કે તેની પ્રગતિની ગતિ હવે ધીમી થવા લાગી છે. તેનું કારણ ભંડોળનો અભાવ છે. આ કારણે ત્રણ નવા ક્ષેત્રો, મધ્ય પૂર્વ, ઉત્તર આફ્રિકા, પૂર્વી યુરોપ, મધ્ય એશિયા અને લેટિન અમેરિકામાં તેનું સંક્રમણ વધી રહ્યું છે. 2023 માં અહીં લગભગ 6,30,000 લોકો એઇડ્સ સંબંધિત રોગોથી મૃત્યુ પામ્યા હતા. આ 2004માં થયેલા 21 લાખ મૃત્યુ કરતાં ઘણા ઓછા છે.
આ પણ વાંચો : નકલી કંપની, નકલી મેસેજ અને નકલી રોકાણ…1000 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ
એઈડ્સ 2030 સુધીમાં ખતમ કરવાનું વચન
યુએનએઇડ્સના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર વિન્ની બ્યાનીમાએ જણાવ્યું હતું કે વૈશ્વિક નેતાઓએ 2030 સુધીમાં એઇડ્સને ખતમ કરવાનું વચન આપ્યું છે. પરંતુ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 2023માં નવા સંક્રમણ ત્રણ ગણાથી વધુ એટલે કે 13 લાખ હતા. લિંગ અસમાનતાને કારણે આફ્રિકાના કેટલાક ભાગોમાં કિશોરીઓ અને યુવતીઓમાં HIV ના કેસોમાં વધારો થયો છે. સીમાંત સમુદાયોમાં વૈશ્વિક સ્તરે નવા ચેપનું પ્રમાણ 2010 માં 45% થી વધીને 2023 માં 55% થવાનો અંદાજ છે. એક નવું કારણ એ પણ છે કે એઇડ્સના ઈન્જેક્શનની કિંમત ડોલર 40,000 (રૂ. 33.47 લાખ) છે, જે સામાન્ય માણસની પહોંચથી બહાર છે.
આ પણ વાંચો : VIDEO : પેરિસ ઓલિમ્પિકમાં લોહીની નદીઓ વહેશે, હમાસના આતંકીઓએ આપી ધમકી