“શરણાર્થીઓને આશ્રય”વાળા નિવેદન પર ઘેરાયા મમતા બેનર્જી, બાંગ્લાદેશે ઉઠાવ્યો વાંધો
નવી દિલ્હી, 24 જુલાઈ : બાંગ્લાદેશ સરકારે ગત મંગળવારે સત્તાવાર રીતે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના હિંસાગ્રસ્ત બાંગ્લાદેશના “નિઃસહાય લોકોને આશ્રય” આપવા અંગેના તાજેતરના નિવેદન પર પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. પાડોશી દેશે આ મામલે નવી દિલ્હીને સત્તાવાર નોટ મોકલી છે. બાંગ્લાદેશના વિદેશ પ્રધાન હસન મહમૂદે કહ્યું, “પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન, જેમની સાથે અમારો ખૂબ જ ગાઢ સંબંધ છે, તેમના પ્રત્યે પૂરા આદર સાથે, અમે સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે તેમની ટિપ્પણીઓમાં મૂંઝવણનો ઘણો અવકાશ છે.
CM મમતા બેનર્જીએ શું કહ્યું હતું?
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું હતું કે, ‘જો હિંસાગ્રસ્ત બાંગ્લાદેશના લોકો દરવાજો ખટખટાવશે તો તે તેમને આશ્રય આપશે. તેમણે કહ્યું કે જો લોકો મજબૂરીમાં બંગાળ આવે છે, તો તેમને જગ્યા આપવામાં આવશે અને રહેવાની મંજૂરી આપવામાં આવશે. આ માટે મુખ્યમંત્રીએ સંયુક્ત રાષ્ટ્રની નીતિઓનો પણ ઉલ્લેખ કર્યો, જેમાં કહેવામાં આવ્યું છે કે કોઈપણ પડોશી દેશ શરણાર્થીઓનું સન્માન કરશે.
આ પણ વાંચો : અમેરિકામાં રહેતા ભારતીયોએ મોદી સરકાર 3.0ના પ્રથમ બજેટના કર્યા વખાણ, જુઓ શું કહ્યું?
શહીદ દિવસની રેલીમાં અપાયું નિવેદન
મમતા બેનર્જીએ કહ્યું હતું કે, “હું બાંગ્લાદેશ વિશે વધુ કહીશ નહીં, કારણ કે તે અન્ય દેશ છે. કેન્દ્ર સરકાર તેના પર પોતાનો અભિપ્રાય રજૂ કરશે. પરંતુ જો લાચાર લોકો (બાંગ્લાદેશથી) બંગાળનો દરવાજો ખટખટાવશે તો અમે તેમને આશ્રય આપીશું.”યુએન ઠરાવ પણ છે પડોશીઓ શરણાર્થીઓનું સન્માન કરશે.” મમતા બેનર્જીએ 21 જુલાઈએ કોલકાતામાં “શહીદ દિવસ” નિમિત્તે એક રેલીમાં આ વાત કહી હતી.
રાજ્યપાલે રિપોર્ટ માંગ્યો
દરમિયાન, પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝે બેનર્જીની તેમની ટિપ્પણી પર રિપોર્ટ માંગ્યો છે. રાજભવને કહ્યું કે, બાહ્ય બાબતો સાથે જોડાયેલી કોઈપણ બાબતને સંભાળવી એ કેન્દ્રનો વિશેષાધિકાર છે. રાજ્યપાલના કાર્યાલયે સોમવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “વિદેશથી આવતા લોકોને આશ્રય આપવાની જવાબદારી લેતા મુખ્યમંત્રી દ્વારા જાહેર નિવેદન ખૂબ જ ગંભીર પ્રકૃતિનું બંધારણીય ઉલ્લંઘન દર્શાવે છે.”
આ પણ વાંચો : બજેટમાં રેલવે વિભાગને નિરાશા, કોઈ મોટી જાહેરાત ન થઈ