અમદાવાદ, 23 જુલાઈ 2024, શાહપુરમાં રહેતા અને પોતે વકીલાતનો અભ્યાસ કરે છે એવું કહી સદ્દામ મનસુરી નામના વ્યક્તિએ શાહપુરમાં ઇંગ્લિશ દારૂનો વ્યવસાય થતો હોવાની વારંવાર શાહપુર પોલીસ સ્ટેશનમાં અરજીઓ કરી હતી. જે બાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઇંગ્લિશ દારૂ વેચાણના ઠેકાણા ઉપર રેડ કરીને 80 થી 90 પેટી પકડી પાડવામાં આવી હતી. શાહપુર પોલીસ સ્ટેશનના ફર્સ્ટ પીઆઇ પરિમલ દેસાઈ સદ્દામ મન્સૂરી નામના ઇસમને અને તેના પરિવારને ખોટી રીતે હેરાન પરેશાન કરે છે તેવા આક્ષેપ કર્યા છે અને પીડિતે પોતે આત્મહત્યા કરવા જઈ રહ્યો છે તેવું વીડિયોના માધ્યમથી જણાવ્યું હતું. જે અંગે એચડી ન્યુઝની ટીમે શાહપુર પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી અને પીઆઇ પરિમલ દેસાઈ સાથે વાત કરતા તેમના વતી શાહપુર પોલીસ સ્ટેશનના કર્મચારી ASI રંગીતભાઈ પગીએ આ મામલે ખુલાસો કર્યો છે.
20 જુલાઈના રોજ વીડિયો બનાવી વાયરલ કર્યો
ASI રંગીતભાઈ પગીએ સદ્દામ મન્સૂરીના વાયરલ વીડિયો અંગે HD ન્યુઝની ટીમ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે 20 જુલાઈની આસપાસ આ વીડિયો સદ્દામ મનસુરીએ બનાવ્યો છે. પોલીસ સ્ટેશનમાં લાવી તેને પૂછપરછ કરવામાં આવી હતી અને સ્ટેટમેન્ટ લેવાયું હતું તેના ઉપર અટકાયતી પગલા લેવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ASI પગીએ આ મામલે કહ્યું હતું કે શાહપુરના રહેવાસી સદ્દામ મનસુરી ઉપર અગાઉ રાયોટીંગ, છેડતી, ગાળા ગાળી, મારામારી જેવી કુલ 6 ફરિયાદો પોલીસ ચોપડે રજીસ્ટર થયેલી છે.
પિતા અને પુત્ર બંને ગુનાહિત ઇતિહાસ ધરાવે છે
ASI પગીએ આ મામલે કહ્યું હતું કે, એમણે 60 થી વધુ પોલીસ સ્ટેશનમાં અરજીઓ કરી છે તે વારંવાર પોલીસ ઉપર ખોટા ગંભીર આક્ષેપ કરે છે. અગાઉ ગુનાહિત ઇતિહાસના આધારે એમના ઉપર તડીપારની કાર્યવાહી કરવાની નોટિસ મળતા પોલીસને દબાણ લાવવા માટે સોશિયલ મીડિયામાં વીડિયો બનાવી વાયરલ કર્યો છે. સદ્દામ મનસુરીના પિતા ઉપર પણ પ્રોહિબિશનના ગુનાઓ રજીસ્ટર છે. પિતા અને પુત્ર બંને ગુનાહિત ઇતિહાસ ધરાવે છે જેની શાહપુર પોલીસ ગંભીરતાથી નોંધ લઈને આવનારા દિવસોમાં ચોક્કસ કાર્યવાહી કરશે.
આ પણ વાંચોઃAMCની નડતરરૂપ ધાર્મિક સ્થાનો તોડવાની કાર્યવાહી સામે કુબેરનગરના કોર્પોરેટરની ચીમકી