તમારી જન્મ તારીખ 8, 17 કે 26 છે? તો જાણી લો તમારો સ્વભાવ
- એવી માન્યતા છે કે વ્યક્તિની જન્મ તારીખ કે મૂળાંકનો પ્રભાવ વ્યક્તિના જીવન પર પણ હોય છે. અંકજ્યોતિષમાં અંકોનું ખૂબ મહત્ત્વ હોય છે. એવી માન્યતા છે કે દરેક અંકનો સંબંધ કોઈને કોઈ ગ્રહ સાથે હોય છે
HD ન્યુઝ ડેસ્કઃ સનાતન ધર્મમાં જ્યોતિષ શાસ્ત્રની જેમ અંકશાસ્ત્રને પણ અત્યંત મહત્ત્વનું માનવામાં આવે છે. એવી માન્યતા છે કે વ્યક્તિની જન્મ તારીખ કે મૂળાંકનો પ્રભાવ વ્યક્તિના જીવન પર પણ હોય છે. જે રીતે રાશિ ચક્રમાં રાશિઓ દ્વારા કોઈ વ્યક્તિના સ્વભાવ અને વ્યક્તિત્વ વિશે અનુમાન લગાવવામાં આવે છે, એજ રીતે અંકજ્યોતિષમાં અંકોનું ખૂબ મહત્ત્વ હોય છે. એવી માન્યતા છે કે દરેક અંકનો સંબંધ કોઈને કોઈ ગ્રહ સાથે હોય છે. તમારો મૂળાંક કાઢવા માટે તમે તમારી જન્મ તારીખ, મહિના અને વર્ષના આંકડાઓને જોડો અને જે સંખ્યા આવશે તે તમારો મૂળાંક હશે.
8, 17 અને 26 તારીખે જન્મેલા લોકોનો મૂળાંક 8 હોય છે, તેથી એવું કહેવાય છે કે મૂળાંક 8 ધરાવતા લોકો પર શનિદેવની વિશેષ કૃપા હોય છે. આ લોકો નોકરી વ્યવસાયમાં ખૂબ પ્રગતિ કરે છે. સુખ-સુવિધાઓમાં જીવન પસાર કરે છે, પરંતુ સ્વભાવથી થોડા કંજૂસ હોય છે. જાણો જેની જન્મતારીખ 8 મૂળાંક ધરાવે છે તેનો સ્વભાવ અને લાક્ષણિકતાઓ.
8 તારીખે જન્મેલા લોકો
કોઈ પણ મહિનાની 8 તારીખે જન્મેલા લોકો સ્વભાવના મહેનતું અને સંધર્ષશીલ હોય છે. આ લોકો સખત મહેનત અને ઈમાનદારીથી કોઈ પણ કામને પૂર્ણ કરવામાં ભરોસો રાખે છે. તેઓ સ્વભાવથી અંતર્મુખી હોય છે. તેમને કરિયરમાં લાંબા સમય બાદ સફળતા મળે છે, પરંતુ સમાજમાં ખૂબ માન-સન્માન મેળવે છે. ધનની બાબતમાં પણ હોશિયાર હોય છે અને સ્વભાવથી કંજુસ હોય છે. આ લોકો મની માઈન્ડેડ હોય છે અને આવકના નવા સ્ત્રોત શોધતા રહે છે. તેમની પાસેથી પૈસા કઢાવવા મુશ્કેલ હોય છે. આ લોકો ફ્યૂચરને ધ્યાનમાં રાખીને પૈસા ખર્ચે છે અને લોંગ ટર્મ ફાઈનાન્સિયલ ગોલ્સ પર ફોકસ કરે છે. તેમને જીવનમાં કદી આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડતો નથી.
17 તારીખે જન્મેલા લોકો
કોઈ પણ મહિનાની 17 તારીખે જન્મેલા લોકો મહેનતુ, ઈમાનદાર અને સ્વાભિમાની હોય છે. આ લોકો મિલનસાર નથી હોતા. આર્થિક બાબતોમાં કોઈની પર આંખ બંધ કરીને ભરોસો નથી કરતા. તેઓ પૈસા બચાવવામાં માહેર હોય છે. સુખ-સુવિધાઓમાં જીવન પસાર કરે છે. સેવિંગ પર વધુ પડતું ફોકસ કરે છે. આવક અને બચત વચ્ચે સંતુલન બનાવવાનું કોઈ આ લોકો પાસેથી શીખે. આ લોકો સખત મહેનત અને સંઘર્ષથી દરેક ક્ષેત્રમાં સફળતા મેળવે છે. આર્થિક બાબતોમાં ભાગ્યશાળી હોય છે. બેકારની વસ્તુઓ પર ખર્ચ કરતા નથી.
26 તારીખે જન્મેલા લોકો
26 તારીખે જન્મેલા લોકો મહેનતુ અને ઈમાનદાર હોય છે. જીવનમાં મહેનતના દમ પર ખૂબ પૈસા કમાય છે. સમજી વિચારીને પૈસા ખર્ચ કરે છે અને લોંગ ટર્મ ફાયનાન્સિયલ ગોલ્સ પર ફોકસ કરે છે. તેમણે જીવનમાં આર્થિક પરેશાનીઓનો સામનો કરવો પડતો નથી. ભૌતિક સુખ સુવિધાઓમાં જીવન વીતાવે છે. પૈસા બચાવવાની સારી આદત હોય છે. આવકનો મોટાભાગનો હિસ્સો બચાવીને રાખે છે. નાણાનો વ્યય કરતા નથી. તેથી જીવનભર આર્થિક રીતે સમૃદ્ધ કરે છે.