ઓલિમ્પિકમાં આ દિવસે નીરજ ચોપરાનો જોવા મળશે થ્રો, જાણો કયા સમયે અને ક્યાંથી જોઈ શકાશે LIVE
- ભારતના સ્ટાર એથ્લેટ નીરજ ચોપરા ઓલિમ્પિક 2024 માટે તૈયાર છે. આ વખતે ફ્રાન્સની રાજધાની પેરિસમાં ઓલિમ્પિક 2024નું આયોજન કરવામાં આવી રહ્યું છે
પેરિસ, 23 જુલાઈ: પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતનો ગોલ્ડન બોય નીરજ ચોપરા ફરી એકવાર દુનિયાને ચોંકાવવા માટે તૈયાર છે. ચોપરા ઓલિમ્પિકમાં પોતાના ગોલ્ડ મેડલનો બચાવ કરવાનો અને રમતમાં પોતાના ઈતિહાસને વધુ મજબૂત કરવાનો પ્રયાસ કરશે. નીરજ ચોપરાએ છેલ્લી ઓલિમ્પિકથી સમગ્ર દેશનું દિલ જીતી લીધું છે. ભારતને ફરી એકવાર ઓલિમ્પિકમાં તેની પાસેથી ગોલ્ડ મેડલની આશા છે. નીરજ ચોપરાએ તાજેતરના સમયમાં શાનદાર ફોર્મ બતાવ્યું છે. દેશ તેના પ્રદર્શનની આતુરતાથી રાહ જોઈ રહ્યો છે. તમે પણ નીરજના પ્રદર્શનને જોવા માંગો છો તો ચાલો તમને તેના શેડ્યૂલ વિશે જણાવીએ.
ઓલિમ્પિકમાં નીરજ ચોપરાના થ્રો સંબંધિત તમામ માહિતી નીચે મુજબ:
પેરિસ ઓલિમ્પિક 2024માં નીરજ ચોપરા ક્યારે એક્શનમાં આવશે?
- નીરજ ચોપરા પેરિસ ઓલિમ્પિકમાં મેન્સ જેવલિન થ્રો ઈવેન્ટમાં ભાગ લેશે. બંને ગ્રુપ A અને B માટે ક્વોલિફિકેશન રાઉન્ડ 6 ઓગસ્ટ, 2024ના રોજ યોજાનાર છે, જ્યારે ફાઈનલ 8 ઓગસ્ટ, 2024ના રોજ યોજાશે.
પેરિસ ઓલિમ્પિક 2024માં નીરજ ચોપરા કયા સમયે એક્શનમાં આવશે?
- ભારતીય પ્રશંસકો માટે આ વખતે ઓલિમ્પિકમાં સમયનો ખ્યાલ રાખવો ખૂબ જ જરૂરી છે. જેથી કરીને તે કોઈ એક્શન જોવાનું રહી ન જાય. ગ્રુપ A માટે ક્વોલિફિકેશન રાઉન્ડ 6 ઓગસ્ટે IST બપોરે 1:50 PM અને ગ્રુપ B માટે IST બપોરે 3:20 વાગ્યે શરૂ થશે. જો નીરજ ચોપરા ફાઇનલમાં પહોંચે છે, તો તે ઇવેન્ટ 8 ઓગસ્ટ, 2024 ના રોજ IST રાત્રે 11:55 વાગ્યે શરૂ થશે.
પેરિસ ઓલિમ્પિક 2024માં નીરજ ચોપરા ક્યાં રમશે?
- પેરિસ ઓલિમ્પિક 2024માં ભાલા ફેંક સહિતની ટ્રેક અને ફિલ્ડ ઇવેન્ટ સ્ટેડ ડી ફ્રાન્સ ખાતે યોજાશે. નીરજ ચોપરા 80,000 થી વધુ દર્શકોની ક્ષમતા ધરાવતા આ સ્થળ પર પોતાનો થ્રો કરશે.
પેરિસ ઓલિમ્પિક્સ 2024નું પ્રસારણ કઈ ટીવી ચેનલો કરશે?
- પેરિસ ઓલિમ્પિક્સ 2024નું પ્રસાણ સ્પોર્ટ્સ 18 અને વાયાકોમ 18 નેટવર્ક પર કરવામાં આવશે.
પેરિસ ઓલિમ્પિક્સ 2024નું લાઈવ સ્ટ્રીમિંગ ક્યાં જોઈ શકાશે?
- પેરિસ ઓલિમ્પિક્સ 2024નું JioCinema એપ પર મફતમાં જીવંત પ્રસારણ કરવામાં આવશે. તમે આ બંને પ્લેટફોર્મ પર નીરજ ચોપરાનો થ્રો જોઈ શકો છો.
આ પણ વાંચો: પેરિસ ઓલિમ્પિક પહેલા નીરજ ચોપરાની ફિટનેસને લઈને કોચે આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું