ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

બજેટ-2024: સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમને સરકારનું મોટું ઈજન, એન્જલ ટેક્સ નાબૂદ

Text To Speech
  • સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમને પ્રોત્સાહિત કરવા એન્જલ ટેક્સની નાબૂદીની નાણામંત્રીની જાહેરાત

નવી દિલ્હી, 23 જુલાઈઃ દેશમાં સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમને વધુ પ્રોત્સાહન આપવા કેન્દ્ર સરકારે આજે મોટું પગલું લીધું છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારમણે 2024-25નું અંદાજપત્ર રજૂ કરતી વખતે એન્જલ ટેક્સ નાબૂદ કરવાની જાહેરાત કરી હતી. નાણામંત્રીની આ જાહેરાતથી દેશમાં સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમને બળ મળશે એટલું જ નહીં પરંતુ રોકાણકારોને પણ પ્રોત્સાહન મળશે.

મંગળવારે લોકસભામાં બજેટ રજૂ કરતાં નાણાપ્રધાન સિતારમણે કહ્યું હતું કે, “ભારતીય સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમને પ્રોત્સાહિત કરવા, ઉદ્યોગ સાહસિકોને ઉત્તેજન આપવા તથા ઈનોવેશનને સપોર્ટ કરવા માટે હું રોકાણકારોના તમામ વર્ગો પરનો કથિત એન્જલ ટેક્સ નાબૂદ કરવાની જાહેરાત કરું છું.”

દેશમાં મૂડીરોકાણને પ્રોત્સાહન આપવાની કેન્દ્ર સરકારની નીતિના ભાગરૂપે આ પગલું લેવામાં આવ્યું છે. અહીં એ નોંધપાત્ર છે કે, ભારતીય સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ, વેન્ચર કેપિટાલિસ્ટો તેમજ ઉદ્યોગકારો એન્જલ ટેક્સ અંગે આ બજેટમાં કોઈ સ્પષ્ટતા થાય તેની રાહ જોઈ રહ્યા હતા. અને તેમની અપેક્ષા કેન્દ્ર સરકારે પૂર્ણ કરી છે.

આ પણ વાંચોઃ મહિલાઓના હિતમાં મોટી જાહેરાતો, જાણો મહિલાઓના નામે પ્રોપર્ટી ખરીદવા કયા લાભ મળશે

Back to top button