બજેટમાં સોનું,ચાંદી અને કેન્સરની દવામાં મોટી રાહત: નાણામંત્રીની મોટી જાહેરાત
- નાણામંત્રી નિર્મલા સીતારમણે પોતાનું 7મું બજેટ રજૂ કર્યું, જ્યારે મોદી સરકારે તેમનું 13મું બજેટ રજૂ કર્યું
નવી દિલ્હી, 23 જુલાઇ: નાણામંત્રી નિર્મલા સીતારમણે પોતાનું 7મું બજેટ રજૂ કર્યું છે. સામાન્ય માણસને આ બજેટ પાસેથી ઘણી અપેક્ષાઓ હતી. નાણામંત્રીએ આ બજેટમાં ઘણી મોટી જાહેરાતો કરી છે. પરંતુ આ વખતે શું સસ્તું થયું અને શું મોંઘું થયું તેના પર મોટાભાગની નજર કેન્દ્રિત થઈ ગઈ. આ વખતે મોટી જાહેરાતો કરતી વખતે નાણામંત્રીએ સોનું,ચાંદી અને મોબાઈલ ફોન સસ્તા કરવાની જાહેરાત કરી છે. કેન્સરની દવા પણ સસ્તી કરવામાં આવી છે. લિથિયમ આયન બેટરીને સસ્તી બકરવાની જાહેરાત કરવામાં આવી છે. જેનો અર્થ છે કે, ઈલેક્ટ્રિક વાહનો પણ સસ્તા થઈ શકે છે. આ ઉપરાંત આયાતી જ્વેલરી સસ્તી કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે.
केंद्रीय वित्त मंत्री निर्मला सीतारमण ने कहा, “कैंसर के इलाज की तीन दवाओं को मूल सीमा शुल्क से छूट दी जाएगी…” pic.twitter.com/ldCdibXaBZ
— ANI_HindiNews (@AHindinews) July 23, 2024
નાણામંત્રી નિર્મલા સીતારમણે શું કહ્યું?
નિર્મલા સીતારમણે સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે ઘણા ઉત્પાદનો પર કસ્ટમ ડ્યુટી ઘટાડવાની જાહેરાત કરી છે. નાણામંત્રીએ કહ્યું કે, દવાઓ અને તબીબી ઉપકરણો પર કસ્ટમ ડ્યુટી ઘટાડવામાં આવશે. જેનાથી કેન્સરની દવાઓ સસ્તી થશે. નાણામંત્રીએ મોબાઈલ ફોન અને મોબાઈલ ચાર્જર પર ટેક્સ ઘટાડવાની પણ જાહેરાત કરી છે. આ સિવાય સોલાર પેનલ અને સોલાર સેલ પણ સસ્તા થશે. તેનાથી ઇલેક્ટ્રિક વાહન ખરીદવું સસ્તું થશે.
મોબાઈલ ફોન ઉદ્યોગ અંગે નાણામંત્રીએ કહ્યું કે, ‘હું મોબાઈલ ફોન, મોબાઈલ PCBS અને મોબાઈલ ચાર્જર પર BCD 15 ટકા ઘટાડવાનો પ્રસ્તાવ મૂકું છું.’ નાણામંત્રીએ એમ પણ કહ્યું કે, “GSTથી સામાન્ય માણસને ફાયદો થયો છે. ઉપરાંત સરકારની આવકમાં પણ વધારો થયો છે.”
નાણામંત્રીએ સોના અને ચાંદી પરની કસ્ટમ ડ્યુટી 6 ટકા ઘટાડવાની જાહેરાત કરી છે. નાણામંત્રીએ સ્ટીલ અને કોપર પર ઉત્પાદન ખર્ચ ઘટાડવા માટે પગલાં લીધાં છે. ફેરો નિકલ અને ઈલેક્ટ્રોનિક્સ પર BCD ઘટશે. ઓક્સિજન ફ્રી કોપર પર BCD દૂર કરવામાં આવશે.
બજેટમાં ભારતનો રોડમેપ વિકસાવવામાં આવ્યો
કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે રજૂ કરેલા બજેટમાં રોજગાર, કૌશલ્ય વિકાસ, કૃષિ અને ઉત્પાદન પર ધ્યાન કેન્દ્રિત કરતાં 2047 સુધીનો ‘વિકસિત ભારત’નો રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે. મોદી 3.0 હેઠળનું પ્રથમ બજેટ એક આર્થિક દૃષ્ટિકોણ નક્કી કરે છે જે ફિસ્કલ પ્રૂડેન્સ (Fiscal Prudence)ને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે. 2014થી પીએમ મોદી સરકારનું આ સતત 13મું બજેટ છે, જેમાં બે વચગાળાના બજેટનો સમાવેશ થાય છે.
બજેટમાં શું છે મોટી જાહેરાતો?
કેન્દ્રીય બજેટ ગ્રામીણ અર્થવ્યવસ્થા માટે ઉચ્ચ ફાળવણી, કરવેરા સુધારા, ઈન્ફ્રાસ્ટ્રક્ચર બૂસ્ટ, સ્થાનિક ઉત્પાદન પર ભાર, નોકરી અને કૌશલ્ય સર્જન તેમજ વધુ શ્રમ-સઘન ક્ષેત્રોમાં ઉત્પાદન-લિંક્ડ ઈન્સેન્ટિવ (PLI) ફાળવણી પર ધ્યાન કેન્દ્રિત કરે છે. નાણામંત્રીએ રોજગાર સર્જનને પ્રોત્સાહન આપવા માટે ત્રણ યોજનાઓની જાહેરાત કરી છે.
રોજગાર સર્જન માટે ત્રણ યોજનાઓ
નાણાપ્રધાન નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે, “સરકાર રોજગાર સર્જન માટે ત્રણ યોજનાઓ શરૂ કરશે. પ્રથમ વખત નોકરી શોધનારાઓ માટે એક યોજના, જેમાં તમામ ક્ષેત્રોમાં કાર્યબળમાં જોડાનારા તમામને એક મહિનાનો પગાર સરકાર તરફથી આપવામાં આવશે. રોજગાર આપનારી યોજનાથી 2.1 કરોડ યુવાનોને આનો લાભ મળશે.”
આ પણ જૂઓ: બજેટ 2024માં મોદી સરકારે મહિલાઓની યોજનાઓ માટે રૂ. 3 લાખ કરોડની કરી જોગવાઈ