મહિલાઓના હિતમાં મોટી જાહેરાતો, જાણો મહિલાઓના નામે પ્રોપર્ટી ખરીદવા કયા લાભ મળશે
નવી દિલ્હી, 23 જુલાઇ: બજેટ 2024માં નાણા પ્રધાન નિર્મલા સીતારમણે મંગળવારે (23 જુલાઈ) ના રોજ નાણાકીય વર્ષ 2024-25 માટે બજેટની જાહેરાત કરી છે. સીતારમણે સંસદમાં પોતાના બજેટ ભાષણ દરમિયાન ઘણી મોટી જાહેરાતો કરી હતી. જેની દેશની જનતા આતુરતાથી રાહ જોઈ રહી હતી. હવે મહિલાઓના નામે મિલકત ખરીદવા માટે નોંધણી દરમિયાન વસૂલવામાં આવતી સ્ટેમ્પ ડ્યુટીમાં રાહત આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે ગરીબોને ઘર ખરીદતી વખતે રજીસ્ટ્રેશન માટે સ્ટેમ્પ ડ્યુટીમાં મોટી રાહત મળી શકશે. આ સિવાય જો કોઈ મહિલા સાથે સંયુક્ત માલિકીમાં મકાન ખરીદે છે તો તેને પણ ટેક્સમાં છૂટ મળે છે. જેને કારણે છોકરીઑ અને મહિલાઓને આ યોજનાઑ થકી આગળ વધવામાં મદદ મળશે.
મહિલાઓને પ્રોપર્ટી ખરીદતી વખતે પણ આ છૂટ મળે છે.
આપણે બધા ઘર ખરીદવાનું સપનું જોતા હોઈએ છીએ. જો કે, ઘર ખરીદવું એ સરળ કાર્ય નથી. વર્ષોની મહેનત પછી, જ્યારે વ્યક્તિ મૂડી એકઠી કરે છે, ત્યારે તે ઘર ખરીદવા સક્ષમ બને છે. ઘણી વખત જમા થયેલી મૂડી પણ પર્યાપ્ત હોતી નથી, તેથી આવી સ્થિતિમાં વ્યક્તિ હોમ લોન લે છે અને ઘર અથવા જમીન ખરીદે છે. ઘર ખરીદતી વખતે, તેની કિંમત, રજિસ્ટ્રી ચાર્જ, સ્ટેમ્પ ચાર્જ, વકીલનો ખર્ચ, હોમ લોન વેલ્યુએશન ચાર્જ વગેરે જેવા ઘણા ખર્ચ સામેલ છે. સામાન્ય લોકોના આ સપનાને સાકાર કરવા કેન્દ્રની મોદી સરકારે મોટી જાહેરાત કરી છે. હવે મહિલાઓના નામે મિલકત ખરીદવા માટે નોંધણી દરમિયાન વસૂલવામાં આવતી સ્ટેમ્પ ડ્યુટીમાં રાહત આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે ગરીબોને ઘર ખરીદતી વખતે રજીસ્ટ્રેશન માટે સ્ટેમ્પ ડ્યુટીમાં મોટી રાહત મળી શકશે. આ સિવાય સરકારે આવાસ માટે અન્ય ઘણી જાહેરાતો પણ કરી છે.
3 કરોડ ઘરો બનાવવામાં આવશે
2024નું બજેટ રજૂ કરતી વખતે નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગામડાઓ અને શહેરોમાં 3 કરોડ ઘરો બનાવવામાં આવશે. આ સિવાય નાણામંત્રીએ આગામી પાંચ વર્ષમાં શહેરી આવાસ માટે 2.2 લાખ કરોડ રૂપિયાની કેન્દ્રીય સહાયનો પ્રસ્તાવ મૂક્યો છે. નાણામંત્રીએ કહ્યું કે પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજનાને નોંધપાત્ર પ્રતિસાદ મળ્યો છે અને 1.8 કરોડ લોકોએ તેના હેઠળ નોંધણી કરાવી છે. નાણામંત્રીએ શહેરોમાં કામ કરતા કામદારોના ભાડાના બોજને ઘટાડવા માટે મોટી જાહેરાતો કરી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં કહ્યું હતું કે સરકાર શહેરોમાં રેન્ટલ હાઉસિંગનો વિકાસ કરશે. આ હાઉસિંગ સ્કીમ મોટી કંપનીઓ અને ફેક્ટરીઓની આસપાસ બનાવવામાં આવશે. આ સાથે કારખાનાઓમાં કામ કરતા કામદારોને સસ્તા ભાડા પર મકાન મળી શકશે. આ આવાસ PPP મોડમાં બનાવવામાં આવશે.
આ પણ વાંચો..5 હજાર મળશે..! જાણો શું છે 1 કરોડ યુવાનો માટે મોદી સરકારની આ નવી ઈન્ટર્નશિપ સ્કીમ