ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

બજેટ 2024: ગરીબ, મહિલાઓ, યુવાનો અને ખેડૂતો પર સરકારનું ફોકસ, નાણામંત્રીએ કરી મોટી જાહેરાતો

Text To Speech
  • બજેટ ભાષણમાં નાણામંત્રીએ કહ્યું કે સરકાર 4 શ્રેણીઓ પર સૌથી વધુ ધ્યાન આપી રહી છે, જેમાં ગરીબો, મહિલાઓ, યુવાનો અને ખેડૂતોનો સમાવેશ થાય છે

દિલ્હી, 23 જુલાઈ: નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે મોદી સરકાર 3.0નું પ્રથમ બજેટ રજૂ કરી રહ્યા છે. બજેટ ભાષણમાં નાણામંત્રીએ કહ્યું કે સરકાર 4 શ્રેણીઓ પર સૌથી વધુ ધ્યાન આપી રહી છે. જેમાં ગરીબો, મહિલાઓ, યુવાનો અને ખેડૂતો છે. તેમણે કહ્યું કે આ વર્ષે બજેટ થીમમાં 5 પરિબળો છે – રોજગાર, કૌશલ્ય, MSME અને મધ્યમ વર્ગ. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાને 5 વર્ષ માટે લંબાવવામાં આવી છે. નાણામંત્રીએ કહ્યું કે કૃષિ ક્ષેત્ર માટે 1.52 લાખ કરોડ રૂપિયાનું બજેટ રાખવામાં આવ્યું છે.

નાણામંત્રીએ નક્કી કરેલી 9 પ્રાથમિકતાો નીચે મુજબ છે:

  1. કૃષિમાં ઉત્પાદકતા અને સ્થિતિસ્થાપકતા
  2. રોજગાર અને કુશળતા
  3. સમાવિષ્ટ માનવ સંસાધન અને વિકાસ અને સામાજિક ન્યાય
  4. ઉત્પાદન સેવાઓ
  5. શહેરી વિકાસ
  6. ઊર્જા સુરક્ષા
  7. ઈન્ફ્રાસ્ટ્રક્ચર
  8. નવીનતા અને સંશોધન અને વિકાસ
  9. આગામી પેઢીના સુધારા

કૃષિ ક્ષેત્ર માટે 1.52 લાખ કરોડ રૂપિયાનું બજેટ

નાણામંત્રીએ કહ્યું કે કૃષિ અને તેનાથી સંબંધિત ક્ષેત્રો માટે 1.52 લાખ કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે. નાણામંત્રીએ કહ્યું, ‘ખેડૂતો દ્વારા ખેતી માટે 32 પ્રાદેશિક અને બાગાયતી પાકોની નવી 109 ઉચ્ચ ઉપજ આપતી અને આબોહવા સ્થિતિસ્થાપક જાતો બહાર પાડવામાં આવશે. આગામી 2 વર્ષમાં પ્રમાણપત્ર અને બ્રાન્ડિંગ દ્વારા સમર્થિત કુદરતી ખેતીમાં 1 કરોડ ખેડૂતોનો સમાવેશ કરવામાં આવશે.’

આ પણ વાંચો: બિહાર અને આંધ્રપ્રદેશના લોકો માટે સારા સમાચાર, નાણામંત્રીએ બજેટમાં આપી મોટી ભેટ

Back to top button