ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

બજેટ 2024માં મોદી સરકારે મહિલાઓની યોજનાઓ માટે રૂ. 3 લાખ કરોડની કરી જોગવાઈ

Text To Speech
  • આ બજેટમાં મહિલાઓ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું અને ઘણી જાહેરાતો કરવામાં આવી

નવી દિલ્હી, 23 જુલાઇ: કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે આજે મંગળવારે સંસદમાં બજેટ 2024 રજૂ કર્યું હતું. બજેટ રજૂ કરતી વખતે કેન્દ્ર સરકારે મહિલાઓને ઘણી ભેટ આપી છે. કેન્દ્રીય સરકારે બજેટ 2024માં મહિલાઓની યોજનાઓ માટે રૂ. 3 લાખ કરોડની જોગવાઈ કરી છે. જે અંતર્ગત મહિલાઑ અને છોકરીઓ લાભદાયક યોજનાઓ માટે આ રકમની વહેંચણી કરવામાં આવશે. જેને કારણે છોકરીઑ અને મહિલાઓને આ યોજનાઑ થકી આગળ વધવામાં મદદ મળશે.

 

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ રજૂ કર્યું છે તેમજ 2019માં નાણામંત્રી બન્યા બાદ નિર્મલા સીતારમણે પ્રથમ વખત બજેટ રજૂ કર્યું હતું અને આજે તેઑ જે સામાન્ય બજેટ રજૂ કર્યું તે તેમનું 7મું બજેટ હતું. આ બજેટમાં મહિલાઓ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું હતું અને ઘણી જાહેરાતો કરવામાં આવી હતી. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે, “વચગાળાના બજેટમાં ઉલ્લેખ કર્યા મુજબ, આપણે 4 વિવિધ જાતિઓ ગરીબો, મહિલાઓ, યુવાનો અને ખેડૂતો પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે.

બજેટમાંથી મહિલાઓને શું મળ્યું?

Budget 2024
Budget 2024/Womens & Girls

1. નાણામંત્રી નિર્મલા સીતારમણે કાર્યબળમાં મહિલાઓની ભાગીદારી વધારવાની યોજનાનો ઉલ્લેખ કર્યો છે. નિર્મલા સીતારમણે કહ્યું કે, કર્મચારીઓમાં મહિલાઓની ભાગીદારીને પ્રોત્સાહન આપવા માટે સરકાર કામ કરતી મહિલાઓ માટે હોસ્ટેલની સ્થાપના કરશે.

2. સરકારે મહિલાઓ અને છોકરીઓને લાભ આપતી યોજનાઓ માટે રૂ. 3 લાખ કરોડથી વધુની ફાળવણી કરી છે.

આ પણ જૂઓ: બજેટ 2024: ગરીબ, મહિલાઓ, યુવાનો અને ખેડૂતો પર સરકારનું ફોકસ, નાણામંત્રીએ કરી મોટી જાહેરાતો

Back to top button