5 હજાર મળશે..! જાણો શું છે 1 કરોડ યુવાનો માટે મોદી સરકારની આ નવી ઈન્ટર્નશિપ સ્કીમ
નવી દિલ્હી, 23 જુલાઈ : નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે લોકસભામાં કેન્દ્રીય બજેટ 2024-25 રજૂ કર્યું છે. તેમણે આ બજેટમાં ઘણી મોટી જાહેરાતો કરી છે, જેમાંની એક મહત્વની જાહેરાત યુવાનોને ઈન્ટર્નશીપ માટે પ્રેરિત કરવાની અને તેમના માટે ઈન્ટર્નશીપની તકો વધારવાની છે.
મોટી કંપનીઓમાં ઇન્ટર્નશિપની તક
નિર્મલા સીતારમણે બજેટમાં જાહેરાત કરી છે કે મોદી સરકારની 5મી નવી યોજના હેઠળ 500 મોટી કંપનીઓમાં ઈન્ટર્નશિપને પ્રોત્સાહન આપવામાં આવશે. સરકારની ઇન્ટર્નશિપ સ્કીમનો 1 કરોડ યુવાનોને ફાયદો થશે.
આ પણ વાંચો : બજેટ 2024: ગરીબ, મહિલાઓ, યુવાનો અને ખેડૂતો પર સરકારનું ફોકસ, નાણામંત્રીએ કરી મોટી જાહેરાતો
યુવાનો માટે PMનું ખાસ ઈન્ટર્નશિપ પેકેજ
યુવાનો માટે પીએમ મોદીનું આ ખાસ ઈન્ટર્નશિપ પેકેજ છે. આ અંતર્ગત યુવાનોને 500 ટોચની કંપનીઓમાં ઈન્ટર્નશિપ કરવાની તક મળશે. આ ઉપરાંત દર મહિને 5,000 રૂપિયાનું ઇન્ટર્નશિપ ભથ્થું પણ આપવામાં આવશે. આ સાથે ઈન્ટર્નશિપ પૂર્ણ કરનાર યુવાનોને 6,000 રૂપિયાની અલગથી રકમ પણ આપવામાં આવશે. આ સરકારી યોજના હેઠળ 5 વર્ષમાં 1 કરોડ યુવાનોને ફાયદો થશે.
આ પણ વાંચો : બજેટમાં રોજગારને પ્રોત્સાહિત કરવાની જાહેરાત, આ 3 યોજનાઓ અમલમાં મુકાશે