ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

બજેટ 2024: નાણામંત્રી નિર્મલા સિતારમણે ખેડૂતો માટે કરી મોટી જાહેરાત, જાણો તેના વિશે

Text To Speech
  • કૃષિ ક્ષેત્રના તમામ મુખ્ય પાકો માટે ઉચ્ચ લઘુત્તમ ટેકાના ભાવની જાહેરાત કરી છે: નાણાંમંત્રી 

નવી દિલ્હી, 23 જુલાઇ: નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે ગૃહમાં બજેટ રજૂ કર્યું છે. બજેટની શરૂઆતમાં નાણામંત્રીએ ગરીબો, મહિલાઓ, યુવાનો અને અન્નદાતા પર ધ્યાન કેન્દ્રિત કરવાની વાત કરી હતી. આ દરમિયાન, ખેડૂતો માટે તેમણે કહ્યું કે, “આ વર્ષે કૃષિ અને સંલગ્ન ક્ષેત્રો માટે રૂ. 1.52 લાખ કરોડની ફાળવણી કરવામાં આવી છે. ખેડૂતો માટે, અમે તમામ મુખ્ય પાકો માટે ઉચ્ચ લઘુત્તમ ટેકાના ભાવની જાહેરાત કરી છે, જે ખર્ચ કરતાં ઓછામાં ઓછા 50% માર્જિનનું વચન પૂરું કરે છે. PM ગરીબ કલ્યાણ અન્ન યોજના “5 વર્ષ માટે લંબાવવામાં આવી છે, જેનો લાભ 80 કરોડથી વધુ લોકો મળશે.”

 

ફ્રી રાશન યોજના 5 વર્ષ સુધી ચાલુ રહેશે

આ સાથે નાણામંત્રીએ કહ્યું કે, મફત રાશન યોજના વધુ 5 વર્ષ સુધી ચાલુ રહેશે. PM ગરીબ કલ્યાણ અન્ન યોજનાને 5 વર્ષ માટે લંબાવવામાં આવી છે, જેનો લાભ 80 કરોડ લોકોને મળશે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે વધુમાં જણાવ્યું હતું કે, આ વર્ષે કૃષિ ક્ષેત્ર માટે રૂ. 1.52 લાખ કરોડની ફાળવણી કરવામાં આવી છે. સરકાર આબોહવાને અનુકૂળ બીજ વિકસાવવા સંશોધનની વ્યાપક સમીક્ષા કરશે. બજેટની નવ પ્રાથમિકતાઓમાં ઉત્પાદકતા, નોકરીઓ, સામાજિક ન્યાય, શહેરી વિકાસ, ઉર્જા સુરક્ષા, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સુધારાનો સમાવેશ થાય છે.

નાણામંત્રી નિર્મલા સીતારમણનું સાતમું બજેટ

નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે સતત સાતમી વખત સામાન્ય બજેટ રજૂ કરી રહ્યા છે. પાછલા વર્ષોની જેમ આ વખતે પણ તેઑ વર્તમાન નાણાકીય વર્ષ 2024-25નું બજેટ પેપરલેસ ફોર્મેટમાં રજૂ કરી રહ્યા છે. આ દરમિયાન નાણામંત્રીએ મેજેન્ટા બોર્ડરવાળી ‘ક્રીમ’ રંગની સિલ્ક સાડી પહેરી છે. બજેટ રજૂ કરતા પહેલા, તેમણે પરંપરાગત ‘બ્રિફકેસ’ લઈને અધિકારીઓની તેમની ટીમ સાથે તેમની ઓફિસની બહાર ફોટો માટે પોઝ આપ્યો હતો. ટેબ્લેટને બ્રિફકેસને બદલે સોનાના રંગના રાષ્ટ્રીય પ્રતીક સાથે લાલ કવરની અંદર મૂકવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂ ને મળ્યા બાદ તે સીધા સંસદ પહોંચ્યા હતા. જ્યાં તેમણે બજેટ રજૂ કર્યું હતું.

આ પણ જૂઓ: બજેટ 2024: પ્રથમ વખત બજેટમાં નોકરીઓ માટે મોટી જાહેરાત, જાણો સંપૂર્ણ વિગતો

Back to top button