ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

કેન્દ્રીય બજેટ 2024ની 9 પ્રાથમિકતાઓ શું છે? જાણો તેના વિશે સંપૂર્ણ માહિતી

Text To Speech
  • 2019માં નાણામંત્રી બન્યા બાદ નિર્મલા સીતારમણે પ્રથમ વખત બજેટ રજૂ કર્યું હતું અને આજે તેઑ જે સામાન્ય બજેટ રજૂ કરી રહ્યા છે તે તેમનું 7મું બજેટ છે

નવી દિલ્હી, 23 જુલાઇ: દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે મંગળવારે ગૃહમાં બજેટ રજૂ કર્યું છે. 2019માં નાણામંત્રી બન્યા બાદ નિર્મલા સીતારમણે પ્રથમ વખત બજેટ રજૂ કર્યું હતું અને આજે તેઑ જે સામાન્ય બજેટ રજૂ કરી રહ્યા છે તે તેમનું 7મું બજેટ છે. નાણામંત્રી નિર્મલા સિતારમણે બજેટ ભાષણ દરમિયાન 9 પ્રાથમિકતાઓ પર ભાર મૂક્યો હતો. સરળ ભાષામાં કહીએ તો સરકાર બજેટ બનાવતી વખતે કેટલીક બાબતોને પ્રાથમિકતા આપે છે અને તેના આધારે બજેટ તૈયાર કરવામાં આવે છે.

આ 9 પ્રાથમિકતાઓ શું છે? જાણો 

બજેટ તૈયાર કરતી વખતે કેન્દ્ર સરકારે કેટલીક બાબતોને ધ્યાનમાં રાખવાની હોય છે. સરકાર કેટલીક બાબતોને ધ્યાનમાં રાખીને તેનું બજેટ તૈયાર કરે છે. ત્યાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારે પણ કેટલીક બાબતોને પ્રાથમિકતા આપીને બજેટ તૈયાર કર્યું છે. જાણો આ બજેટની 9 પ્રાથમિકતાઓ શું છે.

કેન્દ્રીય બજેટની 9 પ્રાથમિકતાઓ:

  1. કૃષિ ક્ષેત્રમાં ઉત્પાદકતા અને સ્થિતિ સ્થાપકતા
  2. રોજગાર અને કુશળતા
  3. સમાવિષ્ટ માનવ સંસાધન વિકાસ અને સામાજિક ન્યાય
  4. ઉત્પાદન અને સેવાઓ
  5. શહેરી વિકાસ
  6. ઉર્જા સંરક્ષણ
  7. ઈન્ફ્રાસ્ટ્રક્ચર
  8. નવીનતા, સંશોધન અને વિકાસ
  9. નવી પેઢીના સુધારા

આ પણ જૂઓ: બજેટના દિવસે શેરબજાર લીલા નિશાન સાથે ખુલ્યું, બજેટ ભાષણ દરમિયાન થઈ શકે છે ઉતાર-ચઢાવ

Back to top button