ટ્રેન્ડિંગબિઝનેસસાયન્સ એન્ડ ટેકનોલોજી

Xiaomi લાવી રહ્યું છે શાનદાર ટેબલેટ, 10,000 mAh બૅટરી સાથે Redmi Pad Pro 5G ભારતમાં થશે લોન્ચ

નવી દિલ્હી, 23 જુલાઇ, Xiaomiનો Redmi Pad Pro 5G ભારતીય બજારમાં 29 જુલાઈના રોજ લોન્ચ થઈ રહ્યું છે. આ એક શક્તિશાળી ટેબલેટ શકે છે. X હેન્ડલ દ્વારા ટેબલેટની લોન્ચિંગ તારીખની પુષ્ટિ કરવામાં આવી છે. આ વિશે બેટરી અને પ્રોસેસર સહિતની ઘણી માહિતી કંપનીની ઓફિશિયલ સાઇટ પર સામે આવી છે. તેમાં 12.1 ઇંચની ડિસ્પ્લે હશે. આ સાથે એસ પેન સપોર્ટ અને કીબોર્ડ સપોર્ટ પણ મળશે. કંપની તેને ગ્લોબલ માર્કેટમાં લોન્ચ કરી ચૂકી છે.

જો તમારે ટેબલેટ ખરીદવું છે તો આ સમાચાર તમારા માટે જ છે. ચીનની ટેક કંપની Xiaomi એ પુષ્ટિ કરી છે કે તેનું પહેલું 5G ટેબલેટ આવતા અઠવાડિયે ભારતીય બજારમાં લોન્ચ થવા જઈ રહ્યું છે. આ શાનદાર ટેબલેટ બાળકોનું ભણતર ખૂબ જ સરળ બનાવશે. કંપનીનું નવું ટેબલેટ Redmi Pad Pro 5G ભારતમાં Redmi Pad SE 4G ની સાથે 29 જુલાઈએ લોન્ચ થશે. આ ટેબલેટના ફીચર્સ પહેલાથી જ કન્ફર્મ થઈ ચૂક્યા છે અને આગામી સપ્તાહ પછી તેને ઓનલાઈન પ્લેટફોર્મ ફ્લિપકાર્ટ પર વેચાણ માટે લિસ્ટ કરવામાં આવશે. આ ટેબલેટમાં મોટી સ્ક્રીન, પાવરફુલ પ્રોસેસર છે.

8MP રીઅર કેમેરા સેટઅપ
Xiaomi ઈન્ડિયાના માર્કેટ અને PR એસોસિયેટ ડિરેક્ટર સંદીપ શર્માએ પોસ્ટ કર્યું છે કે Redmi Pad Pro 5G 29 જુલાઈએ ભારતમાં આવી રહ્યું છે. ટૂંક સમયમાં આ વિશે વધુ અપડેટ્સ આપવામાં આવશે. તેમાં 120 Hz રિફ્રેશ રેટને સપોર્ટ કરતું ડિસ્પ્લે હશે. ટેબલેટ ડોલ્બી વિઝન એટમોસ સાથે ક્વોડ સ્પીકર સેટઅપથી સજ્જ હશે. Redmi Pad Pro 5Gમાં 8MP રીઅર કેમેરા સેટઅપ છે. તેમાં માત્ર 8MP ફ્રન્ટ કેમેરા આપવામાં આવશે. વધુ સારા મનોરંજન માટે, ક્વોડ સ્પીકર સેટઅપ ડોલ્બી એટમોસના સપોર્ટ સાથે ઉપલબ્ધ હશે. જો કે, કંપનીએ હજુ સુધી એ વાતની પુષ્ટિ કરી નથી કે ભારતમાં લોન્ચ થનારા ટેબલેટના ફીચર્સ ગ્લોબલ વેરિઅન્ટ જેવા હશે કે તેમાં ફેરફાર કરવામાં આવશે.

જાણો ફીચર્સ અને બેટરી વિશે
Redmi Pad Pro 5Gમાં Snapdragon 7s Gen 2 ચિપસેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સાથે 8GB રેમ અને 256GB ઇન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવશે. જાણકારી અનુસાર તેમાં 1.5TB સુધીનું માઈક્રોએસડી કાર્ડ ઈન્સ્ટોલ કરી શકાય છે. Redmi Pad Pro 5G માં 12.1-ઇંચ ડિસ્પ્લે છે, જે 120Hz AdaptiveSync રિફ્રેશ રેટ અને 249ppi સાથે આવશે. તેની પીક બ્રાઇટનેસ 600 Nits હશે. તેમાં ગોરિલા ગ્લાસ 3 પ્રોટેક્શન છે. Redmi Pad Pro 5Gમાં 10,000mAh બેટરી અને 33W વાયર ચાર્જિંગ સપોર્ટ છે. બેટરી બેકઅપ વિશે, કંપની દાવો કરે છે કે તે એક જ ફુલ ચાર્જ પર 12 કલાક સુધીનો વીડિયો પ્લેબેક સમય આપશે. તે Xiaomi HyperOS પર કામ કરે છે.

આ પણ વાંચો…Amazon સેલમાં બમ્પર ડિસ્કાઉન્ટ, એપલની છે ધમાકેદાર ઓફર, તો આ તક ચૂકશો નહીં

Back to top button