ગુજરાતટ્રેન્ડિંગ

અમદાવાદ AMCમાં નવા પ્રભારી તરીકે પૂર્વ ગૃહમંત્રી રજની પટેલની નિમણૂક કરાઇ

Text To Speech
  • પ્રદેશના મહામંત્રી રજની પટેલને હવે AMCની જવાબદારી સોંપવામાં આવી
  • સી.આર પાટીલ દ્વારા રજની પટેલની નિમણૂંક કરાઇ
  • ધર્મેન્દ્ર શાહની હકાલપટ્ટી કરાયા પછી મ્યુનિ.ના નવા પ્રભારી

અમદાવાદ AMCમાં નવા પ્રભારી તરીકે પૂર્વ ગૃહમંત્રી રજની પટેલની નિમણૂક કરાઇ છે. જેમાં ધર્મેન્દ્ર શાહની હકાલપટ્ટી કરાયા પછી મ્યુનિ.ના નવા પ્રભારી બન્યા છે. પાયાના પ્રશ્નો સાથે લેવા દેવા ન હોય એવા નેતાને જવાબદારી સોંપાયાની ચર્ચા છે. પ્રદેશના મહામંત્રી રજની પટેલને હવે AMCની જવાબદારી સોંપવામાં આવી છે.

આ પણ વાંચો: ગુજરાત: મંત્રીના પીએ હોવાનો દાવો કરી આરોપીએ લોકોને નોકરીની લાલચ આપી લાખોની ઠગાઇ કરી 

સી.આર પાટીલ દ્વારા રજની પટેલની નિમણૂંક કરાઇ

ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પ્રભારી તરીકે પૂર્વ ગૃહ રાજ્યમંત્રી અને પ્રદેશ મહામંત્રી રજની પટેલની નિમણૂંક કરવામાં આવી છે.પ્રદેશના સહ કોષાધ્યક્ષ અને શહેર સંગઠનના પ્રભારી તરીકે ધર્મેન્દ્ર શાહની હકાલપટ્ટી કરાયા પછી AMCમાં નવા પ્રભારી તરીકે પૂર્વ મંત્રી રજની પટેલની વરણી કરાઈ છે. નળ, ગટર, પાણીની પ્રજાકીય સમસ્યાઓ સાથે દૂર-દૂર સુધી કોઈ લેવા દેવા ન હોય તેવા નેતાને AMCના પ્રભારી તરીકે નીમવામાં આવ્યા હોવાનું મ્યુનિ.અને ભાજપના વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.

પ્રદેશના મહામંત્રી રજની પટેલને હવે AMCની જવાબદારી સોંપવામાં આવી

પ્રદેશના મહામંત્રી રજની પટેલને હવે AMCની જવાબદારી સોંપવામાં આવી છે. આમ, જે નેતાને મ્યુનિ.ની કામગીરી સાથે કાંઈ લાગતું વળગતું ના હોય અથવા શહેરીજનોના પ્રશ્નો અને સમસ્યાઓ અંગે કામગીરીનો કોઈ અનુભવ ન હોય તેવા નેતાને કોર્પોરેશનમાં પ્રભારીની નિમણૂંક આપી દેવાઇ છે. પ્રભારી તરીકે રજની પટેલની નિમણૂંક પછી સંગઠન અને મ્યુનિ. ભાજપમાં ચાલતા આંતરિક વિખવાદો અને ડખા દૂર થશે ખરા ? એવી ચર્ચા જોવા મળી છે.ઉલ્લેખનીય છે કે, AMCમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને વિપક્ષના નેતા તરીકેની જવાબદારી નિભાવી ચૂકેલા ધર્મેન્દ્ર શાહ કોર્પોરેશનનો ખૂબ બહોળો અનુભવ ધરાવતા હોવાથી તેઓને AMCના પ્રભારી બનાવવામાં આવ્યા હતા.

Back to top button