ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

બાંગ્લાદેશમાં પીએમ ઓફિસ, પોલીસની વેબસાઈટ હેક, જુઓ હેકરે શું સંદેશ લખ્યો?

  • The R3SISTANC3 નામના જૂથે સાઈટ હેક કરી હોવાનો કર્યો દાવો

ઢાકા, 23 જુલાઈ : બાંગ્લાદેશમાં નોકરીમાં અનામતને લઈને ચાલી રહેલી હિંસા વચ્ચે વડાપ્રધાન કાર્યાલય, સેન્ટ્રલ બેંક અને પોલીસની સત્તાવાર વેબસાઈટ હેક કરવામાં આવી છે. “The R3SISTANC3” નામનું જૂથ સાઈટ હેક કરવાનો દાવો કરી રહ્યું છે. ત્રણેય સાઇટ્સ પર સમાન સંદેશ દેખાયો, જેમાં લખ્યું હતું, “ઓપરેશન હન્ટડાઉન, વિદ્યાર્થીઓને મારવાનું બંધ કરો.”

જુઓ સંદેશમાં આગળ હેકરે શું લખ્યું

સંદેશમાં આગળ લખવામાં આવ્યું હતું કે, “અમારા બહાદુર વિદ્યાર્થીઓના શાંતિપૂર્ણ વિરોધને સરકાર અને તેના રાજકીય સાથીઓ દ્વારા ક્રૂર હિંસા અને હત્યાનો સામનો કરવો પડ્યો છે. આ હવે માત્ર વિરોધ નથી પરંતુ ન્યાય, સ્વતંત્રતા અને ભવિષ્ય માટેનું યુદ્ધ છે.”

આ પણ વાંચો : સંસદ સત્રને લઇ આજે વિપક્ષી ગઠબંધનની મહત્વની બેઠક, કેન્દ્ર સરકારને ઘેરવાની બનાવશે રણનીતિ..!

અનામતમાં ફેરફારની માંગણી બાદ હિંસક પ્રદર્શન

બાંગ્લાદેશમાં વિદ્યાર્થીઓ દ્વારા અનામતમાં ફેરફારની માંગણી સાથે જોરદાર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. પરંતુ ત્યારબાદ આ વિરોધ વધુ હિંસક બન્યો છે. આ હિંસામાં 100થી વધુ લોકોના મૃત્યુ થયા છે અને ત્રણ હજારથી વધુ લોકો ઘાયલ થયા છે. હિંસાને કારણે શૈક્ષણિક સંસ્થાઓ, રેલવે અને ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. વડાપ્રધાન શેખ હસીના વતી વિદ્યાર્થીઓના આ વિરોધ અને હિંસા પર કાબૂ મેળવવા માટે સેનાને પણ તૈનાત કરવામાં આવી છે. આટલું જ નહીં, કોઈપણ પ્રદર્શનકારીને જોતા જ ગોળી મારવાના આદેશ પણ આપવામાં આવ્યા છે.

આ પહેલીવાર નથી જ્યારે બાંગ્લાદેશમાં અનામતને લઈને વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે, આ પહેલા વર્ષ 2018માં પણ અનામતને લઈને વિરોધની સાથે હિંસા પણ થઈ હતી. જે બાદ સરકારે મોટો નિર્ણય લીધો અને ઉચ્ચ શ્રેણીની નોકરીઓમાં અનામત રદ્દ કરી દીધી. જે બાદ સ્થિતિ સામાન્ય થઈ ગઈ હતી. પરંતુ આ વર્ષે, ગયા મહિને 5મી જૂને, બાંગ્લાદેશની હાઈકોર્ટે અનામતને લઈને દાખલ કરવામાં આવેલી અરજી પર પોતાનો ચુકાદો આપ્યો હતો અને આરક્ષણને રદ કરવાના સરકારના નિર્ણયને રદબાતલ જાહેર કર્યો હતો. કોર્ટના આ નિર્ણય બાદ બાંગ્લાદેશ લિબરેશન વોર સેનાનીઓના સંબંધીઓ માટે સરકારી નોકરીઓમાં ફરી અનામત લાગુ કરવામાં આવી છે.

આ પણ વાંચો : નિર્મલા સીતારમણ આજે રજૂ કરશે મોદી 3.0નું પહેલું બજેટ, જાણો કઈ- કઈ મોટી જાહેરાતો થઈ શકે છે

Back to top button