ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

નિર્મલા સીતારમણ આજે રજૂ કરશે મોદી 3.0નું પહેલું બજેટ, જાણો કઈ- કઈ મોટી જાહેરાતો થઈ શકે છે

  • આજનું બજેટ એક વિકસિત ભવિષ્યનો પાયો નાખી શકે છે, જે 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો રોડ મેપ આપશે

નવી દિલ્હી 23 જુલાઈ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ આજે મંગળવારે રજૂ થવા જઈ રહ્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ આ બજેટ રજૂ કરશે. બજેટને લઈને અત્યારથી જ અનેક અટકળો લગાવવામાં આવી રહી છે. સામાન્ય માણસને આ બજેટ પાસેથી ઘણી મોટી અપેક્ષાઓ છે. આ બજેટમાં કર મુક્તિ સહિતની ઘણી મોટી જાહેરાતો થઈ શકે છે. આ બજેટ એક વિકસિત ભવિષ્યનો પાયો નાખી શકે છે, ગઈકાલે રાષ્ટ્રપતિના સંબોધનમાં આનો સંકેત આપવામાં આવ્યો હતો. રાષ્ટ્રપતિએ તેમના ભાષણમાં કહ્યું હતું કે, બજેટ સરકારની દૂરગામી નીતિઓ અને ભાવિ વિઝનનો અસરકારક દસ્તાવેજ બની રહેશે.

 

આ બજેટ 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો રોડ મેપ આપશે. જે ભારતને પાંચ ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનાવવાની બ્લૂ પ્રિન્ટ પણ તૈયાર કરશે. આજનું બજેટ વિકસિત ભવિષ્યનો પાયો નાખી શકે છે.

પગારદાર કર્મચારીઓ માટે મોટી જાહેરાતો 

નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે સંસદમાં 2024નું બજેટ રજૂ કરશે. આ સમયગાળા દરમિયાન ઇન્ફ્રા અને રેલવે ક્ષેત્રો માટે વિશેષ જાહેરાતો કરવામાં આવી શકે છે. નાણામંત્રી બજેટમાં ઘણી મોટી જાહેરાતો કરી શકે છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે, ખાસ કરીને પગારદાર કર્મચારીઓ માટે કેટલીક અલગ જાહેરાત કરવામાં આવશે. ભારતનો મધ્યમ વર્ગ કેન્દ્રીય બજેટ 2024ની આતુરતાથી રાહ જોઈ રહ્યો હોવાથી, મૂડીઝ એનાલિટિક્સે આશાની ઝલક આપી છે કે તેમના માટે કંઈક મહત્વપૂર્ણ બની શકે છે.

શું નવી ટેક્સ સિસ્ટમમાં NPSના લાભો પણ મળશે?

દેશનું બજેટ (બજેટ 2024) આજે રજૂ થવા જઈ રહ્યું છે. આવી સ્થિતિમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ ઘણી મોટી જાહેરાતો કરી શકે છે. આ બજેટમાં મધ્યમ વર્ગથી લઈને ખેડૂતો, મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકો સુધી દરેક લોકો માટે મોટી જાહેરાતો કરવામાં આવી શકે છે.

જો કે, જો સરકાર વરિષ્ઠ નાગરિકો માટે રાહતની જાહેરાત કરે છે, તો રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ (NPS) હેઠળ કર મુક્તિમાં વધારો થઈ શકે છે. હાલમાં, NPS હેઠળ ટેક્સ છૂટ 50 હજાર રૂપિયા સુધી છે, જેને વધારીને 1 લાખ રૂપિયા સુધી કરી શકાય છે.

HRA પર શું જાહેરાત થશે?

નવી કર વ્યવસ્થામાં હાઉસ રેન્ટ એલાઉન્સ (HRA) અને હોમ લોન વ્યાજ કર લાભોનો સમાવેશ કરવાની મુખ્ય માંગ છે. લોકોને જૂની સિસ્ટમ હેઠળ આ લાભો મળી રહ્યા છે અને નવી સિસ્ટમમાં તેમના સમાવેશ સાથે, વધુ ટેક્સ ચૂકવાનારાઑને ફેરફાર કરવા માટે પ્રોત્સાહિત કરી શકાય છે. 2018-19થી ઇક્વિટી શેર અથવા મ્યુચ્યુઅલ ફંડ એકમો પર રૂ. 1 લાખથી વધુની કિંમતના લોન્ગ ટર્મ કેપિટલ ગેઇન્સ (LTCG) પર 10 ટકા ટેક્સ લાગે છે . ફાઇનાન્સ નિષ્ણાતો વર્તમાન આર્થિક વાતાવરણને ધ્યાનમાં રાખીને આ મર્યાદા વધારીને રૂ.2 લાખ કરવાનું સૂચન કરે છે. એવી પણ શક્યતા છે કે, સરકાર ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ (F&O) ટ્રેડિંગને સટ્ટાકીય વેપાર તરીકે ફરીથી વ્યાખ્યાયિત કરે. આ ફેરફાર અન્ય આવક સામે F&Oના નુકસાનને સેટ કરવાની ક્ષમતાને મર્યાદિત કરશે, આ સેક્ટરમાં વધુ પડતી છૂટક ભાગીદારીને રોકવાનો હેતુ છે.

નવો ટેક્સ સ્લેબ દાખલ કરવામાં આવી શકે છે

સ્ટાન્ડર્ડ ડિડક્શન વધારવા ઉપરાંત, ઘણા ટેક્સેશન અને ફાઇનાન્સ નિષ્ણાતો રૂ. 15-20 લાખ વચ્ચેની આવક માટે અલગ ટેક્સ સ્લેબ શરૂ કરવાની હિમાયત કરી રહ્યા છે. હાલમાં 15 લાખ રૂપિયા સુધીની આવક પર 20 ટકા અને 15 લાખ રૂપિયાથી વધુની આવક પર 30 ટકા ટેક્સ લાગે છે. 25 ટકાનો નવો ટેક્સ સ્લેબ વધુ સંતુલિત હોઈ શકે છે.

મધ્યમ વર્ગના લોકો માટે શું વિશેષ હોઈ શકે?

મધ્યમ વર્ગના લોકો અપેક્ષા રાખે છે કે, ટેક્ષ રેટ ઘટશે અને બેઝિક છૂટ સીમા વધશે. હાલમાં, જૂની કર વ્યવસ્થા હેઠળ બેઝિક છૂટ સીમા (મૂળભૂત મુક્તિ મર્યાદા) રૂ. 2.5 લાખ છે અને નવી કર વ્યવસ્થા હેઠળ તે રૂ. 3 લાખ થઈ શકે છે. એવી અપેક્ષા છે કે, નવી સિસ્ટમ હેઠળ મર્યાદા વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવી શકે છે. ટેક્સરામ ઈન્ડિયાના સ્થાપક-નિર્દેશક મયંક મોહનકાના જણાવ્યા અનુસાર, આવા પગલાથી ટેક્સની આવક પર કોઈ ખાસ અસર થશે નહીં, પરંતુ ઊંચા ટેક્સ સ્લેબમાં રહેલા લોકો ઘણી બચત કરી શકે છે.

ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ખેતી પર હોઈ શકે છે ફોકસ

એવી અટકળો ચાલી રહી છે કે, આજના બજેટમાં સરકારનું ફોકસ મૂડી ખર્ચ પર હોઈ શકે છે. તેનો અર્થ એ છે કે, સરકાર ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને કૃષિ પર વિશેષ જાહેરાત કરી શકે છે. મોદી સરકાર આ બજેટમાં ખેડૂતોના સન્માન ફંડ અને પીએમ કિસાન યોજનાને લઈને કેટલીક મોટી જાહેરાતો પણ કરી શકે છે. આ સમયગાળા દરમિયાન, કૃષિ ક્ષેત્રના વિકાસ દરને વેગ આપવા માટે પગલાં ભરવામાં આવી શકે છે.

PM આવાસ માટે ફંડ વધી શકે છે

નાણામંત્રી આ બજેટમાં પીએમ આવાસ યોજના માટેના ભંડોળમાં વધારાની જાહેરાત પણ કરી શકે છે. પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોને આપવામાં આવતા 6000 રૂપિયામાં થોડો વધારો થવાની સંભાવના છે. આવી સ્થિતિમાં, નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ આ બજેટમાં મધ્યમ વર્ગને આવકવેરામાં થોડી રાહત આપી શકે છે.

આ પણ જૂઓ: ત્રણ નવા ફોજદારી કાયદાનો વિરોધ કરશે ખેડૂતો, જાણો શું છે કાર્યક્રમ

Back to top button