રાજકોટમાં NSUIના કાર્યકરોએ NEET ગેરરીતિ મુદ્દે NTAના પૂતળાનું દહન કર્યું
રાજકોટ, 22 જુલાઈ 2024 શહેરમાં પ્રદેશ NSUIના પ્રમુખ સહિતના કાર્યકર્તાઓ દ્વારા કોટેચા ચોક ખાતે NTAના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. વિરોધ કરી રહેલા પ્રદેશ NSUIના કાર્યકર્તાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. NSUIના કાર્યકર્તાઓએ આ સમયે ‘ભાજપ હમ સે ડરતી હૈ, પુલિસ કો આગે કરતી હૈ’ સહિતના નારા લગાવાયા હતા.
સુપ્રીમ કોર્ટમાં વિરોધ દર્શાવતી PIL ફાઈલ કરવામાં આવી
પ્રદેશ NSUI પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું કે 4 જૂનના રોજ NTA દ્વારા NEET- 2024ની પરીક્ષાનું રિઝલ્ટ બહાર પાડવામાં આવ્યું એની સામે લગભગ 30થી વધારે લોકોએ સુપ્રીમ કોર્ટમાં વિરોધ દર્શાવતી PIL ફાઈલ કરવામાં આવી, આ પિટિશનને ધ્યાનમાં લઈ સુપ્રીમ કોર્ટમાં 8 જુલાઈએ સુનાવણી હાથ ધરવામાં આવી. 8 જુલાઈએ કેન્દ્ર સરકાર અને NTA ને સુપ્રીમ કોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું કે આપ આપના રિઝલ્ટનું ડેટા એનાલિસિસ કરાવો, જેને 9 તારીખે અને 10 તારીખે IIT મદ્રાસ દ્વારા ડેટા એનાલિસિસ કરવામાં આવ્યું.
NTA અને NEETના ટોપ રેન્કરે 60 હજાર વિદ્યાર્થી
સુપ્રીમ કોર્ટના સૂચના દ્વારા IIT મદ્રાસે NTA અને NEETનું ડેટા એનાલિસિસ કરવામાં આવ્યું, જેમાં 23 લાખ વિદ્યાર્થીમાંથી શરૂઆતના જે 60,000 ટોપ રેન્કર વિદ્યાર્થીઓ છે, એનું ડેટા એનાલિસિસ કર્યું અને 60,000 વિદ્યાર્થી એટલે કે જે લોકોને 720 માર્ક્સમાંથી 618 માર્ક આવેલા છે એ આ શરૂઆતના 60,000 વિદ્યાર્થીઓની આ યાદીમાં છે, એટલે NTA અને NEETના ટોપ રેન્કરે 60 હજાર વિદ્યાર્થી છે એમાં જે લોકોના સમગ્ર ભારતમાં 618 માર્ક્સ આવ્યા છે તે તમામ વિદ્યાર્થીઓ આવી જાય છે.
જે શરૂઆતના વિદ્યાર્થીઓ છે તેમનું ડેટા એનાલિસિસ કર્યું
આ ડેટા એનાલિસિસમાં એવું બહાર આવ્યું કે ભારત દેશમાંથી શરૂઆતના જે 60,000 વિદ્યાર્થી છે, જેણે 720 માંથી 618 માર્ક્સ મેળવ્યા છે. આવા વિદ્યાર્થીઓ કુલ 60 હજારની આસપાસ જે શરૂઆતના વિદ્યાર્થીઓ છે તેમનું ડેટા એનાલિસિસ કરવામાં આવ્યું અને સેન્ટરવાઈઝ એના ડેટા રજૂ કરવામાં આવ્યા. એમાં રાજકોટ સેન્ટરમાં આ શરૂઆતના ટોપ રેન્કવાળા 60,000 વિદ્યાર્થીમાંથી 190 વિદ્યાર્થી આવ્યા છે એવું જણાવવામાં આવ્યું, પણ વાસ્તવિકતા કંઈક અલગ છે.
આ પણ વાંચોઃવડોદરાની વિશ્વામિત્રી નદીના કિનારે મહાકાય મગરે શ્વાનનો શિકાર કર્યો, જુઓ વીડિયો