અમદાવાદના મહાઠગ તેજસ શાહે ફ્રોડ કરવા ટ્રાવેલ એજન્ટોની સિન્ડીકેટ બનાવી
- મહાઠગ તેજસ શાહ તેના માતા પિતાને વિદેશમાં ભગાડવાની તૈયારીમાં
- આ શૈતાન ટ્રાવેલ એજન્ટ અનેક બેનામી ખાતાઓ ઓપરેટ કરે છે
- ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં લોકોના પૈસા પડાવી વિદેશમાં જઈને ઐયાશી કરી રહ્યો છે
અમદાવાદ, 22 જુલાઈ 2024, ગુજરાતમાં છેતરપિંડી અને મની લોન્ડરિંગના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. અમદાવાદના સૌથી મોટા ચીટર કહી શકાય તેવા તેજસ નિલેશભાઈ શાહે અનેક લોકો સાથે એર ટિકિટ બુકિંગ મુદ્દે છેતરપિંડી કરી છે. ટુર અને ટ્રાવેલ્સના નામે મોટુ કૌભાંડ આ ઠગ દ્વારા આચરવામાં આવ્યું છે. અનેક લોકોએ આ ઠગની સામે પોલીસ ફરિયાદ આપી હોવાનું પણ જાણવા મળ્યું છે. આ ઠગના ઘરના દરવાજા પર પણ એક બાંહેધરી પત્ર ચોંટાડવામાં આવ્યો છે. જેમાં તેના ધંધાકિય નફા નુકસાનની જવાબદારી તેના વાલીપણાની નથી. આ મહાઠગ અનેક લોકોના રૂપિયા લઈને વિદેશ ભાગી ગયો છે અને ત્યાં ગર્લફ્રેન્ડ્સ સાથે ઐયાશી કરી રહ્યો છે. તેણે અનેક ટ્રાવેલ એજન્ટો સાથે છેતરપિંડી કરી છે.
ફ્રોડ કરવા માટે કેટલાક ટ્રાવેલ્સ એજન્ટોની સિન્ડિકેટ ઉભી કરી
પ્રાપ્ત વિગતો પ્રમાણે, એક વૃદ્ધ દંપતિને વિદેશમાં ફરવા મોકલી તેમની સાથે પણ છેતરપિંડી કરી છે. આ વૃદ્ધ દંપતિના નજીકના સુત્રો જણાવી રહ્યાં છે કે, તેઓ જ્યારે વિદેશ પહોંચ્યા ત્યારે ખબર પડી હતી કે, હોટેલમાં તેમનું બુકિંગ જ નહોતુ અને ખોટા વાઉચર આપવામાં આવ્યા હતાં. આ પ્રકારે તેજસ શાહે અનેક લોકોને વિદેશમાં મોકલીને બ્લેક મેઈલિંગ પણ કર્યું છે. તેણે અનેક ટ્રાવેલ્સ એજન્ટો સાથે છેતરપિંડી કરી છે. સુત્રો એવુ પણ કહી રહ્યાં છે કે, દેશમાં તેણે ફ્રોડ કરવા માટે જ કેટલાક ટ્રાવેલ્સ એજન્ટોની સિન્ડિકેટ ઉભી કરી છે. આ સિન્ડિકેટમાં અનેક નામચીન હોટેલોના મેનેજરો પણ સામેલ છે. જે લોકોને લોભામણી લાલચો આપીને પોતાના સકંજામા ફસાવે છે અને બાદમાં તેમની સાથે છેતરપિંડી આચરે છે. તેજશ શાહ અને તેના મળતિયાઓ બેનામી ખાતાઓ દ્વારા મની લોન્ડરિંગ કરી રહ્યા હોવાની માહિતી પણ મળી છે. દેશ તથા વિદેશમાં મહેનતથી પૈસા કમાઈને વિદેશ કે અન્ય રાજ્યોમાં એરલાઈન્સ મારફતે ફરવા જતા નાના માણસોને પણ તેણે નિશાન બનાવ્યાં છે.
આ મહાઠગની આવી છે મોડેસ ઓપેરેન્ડી
આ મહાઠગની લોકોને છેતરવાની મોડસ ઓપેરેન્ડી એવી છે કે, સામાન્ય રીતે પ્રવાસના અંતિમ સમયે ફ્લાઈટોની ટીકિટોના ભાવ વધી જતાં હોય છે. ત્યારે પ્રવાસે જવાના સમયે જ્યારે પ્રવાસી તેજસ શાહ પાસે બુક કરાવેલી ટીકિટ ચેક કરે તો તેનું બુકિંગ જ નથી થયું હોતુ. આ પ્રવાસી તેજસ શાહ સાથે વાત કરે ત્યારે તે એવું કહે છે કે, અંતિમ સમયે એરલાઈન્સે તેનું બુકિંગ રદ કરી નાંખ્યું છે. તે પ્રવાસીને એવું કહે છે કે, મારે હવે થોડા પૈસા ભરવાના છે તો તમે પૈસા આપો તો ટીકિટ કન્ફર્મ થઈ જશે. ત્યારે પ્રવાસી છેલ્લી ઘડીએ દોડાદોડી કરવા કરતાં તેને પૈસા આપે છે અને તે છતાંય ટીકિટ બુક નથી થતી. હોટેલ બુકિંગમાં પણ આ જ પ્રકારે લોકો પાસેથી તે પૈસા પડાવે છે. પ્રવાસી જ્યારે તેની પાસે હોટેલ અને ટીકિટ બુકિંગના પૈસા પાછા માંગે ત્યારે આ શૈતાન ટ્રાવેલ એજન્ટ અન્ય બહાનાઓ બનાવે છે અને પૈસા પાછા આપતો નથી. તેના બહાનાઓ આગળ લોકોએ નતમસ્તક થઈને વધારાના રૂપિયા ચૂકવવા પડે છે.
અનેક બેનામી એકાઉન્ટો આ ઠગ ઓપરેટ કરી રહ્યો છે
તેજસ શાહ સામે અમદાવાદથી દેશ વિદેશ જનારા લોકો પાસેથી એર ટિકીટના રૂપિયા લઈને ખોટી ટીકિટો આપી તેમને હોટેલના ખોટા વાઉચરો આપીને ઠગવામાં આવ્યા હોવાની ફરિયાદો કરવામાં આવી છે.Vishu નામના એક બેંક એકાઉન્ટમાં આ ઠગે કરોડો રૂપિયાની હેરફેર કરેલ છે. આવા અનેક બેનામી એકાઉન્ટો આ ઠગ ઓપરેટ કરી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે. તે ગુજરાત છોડીને બેંગ્લોરમાં જઈને રહેતો હતો તેણે ત્યાં પણ અનેક લોકો સાથે છેતરપિંડી કરી છે. તેનો પરિવાર પણ તેની સાથે સંકળાયેલો હતો અને પોલીસ તેમની સામે પણ સકંજો કસી શકે એમ છે.
તેજસ શાહ તેના માતા પિતાને પણ વિદેશમાં ભગાડવાની તૈયારીમાં
હવે એવું જાણવા મળ્યું છે કે, CID ક્રાઈમે સકંજો કસતાં તેજસ શાહ અમદાવાદમાં રહેતા તેના માતા પિતાને પણ વિદેશમાં ભગાડવાની તૈયારીમાં છે. હવે તેની સામે કાયદાનો સકંજો કસાવાની તૈયારીમાં છે ત્યારે અનેક લોકોને છેતરનાર તેજસ શાહ સામે કાર્યવાહી કરીને પોલીસ કેવી રીતે ન્યાય અપાવે છે તે જોવું રહ્યું.તાજેતરમાં થયેલી ફરિયાદમાં તેજસ નિલેશભાઈ શાહ સહિત યોગેશભાઈ રમેશભાઈ શર્મા, લીમીગો પ્રાઇવેટ લિમિટેડના અધિકૃત વ્યક્તિ ખાલીદ અલી તથા માલિકો અને સંચાલકો, બ્લીચ ટુરિઝમ પ્રાઇવેટ લિમિટેડના માલિકો અને સંચાલકો, જેનિથ લેજયૂર હોલિડેજની માલિકો અને સંચાલકોના નામ પણ સામેલ છે. તેજસ શાહ મની લોન્ડરિંગ કરે છે અને અનેક લોકોના ખોટા ખાતાં ઓપરેટ કરે છે. તે ઉપરાંત બીજા અનેક લોકો પણ આ મહાઠગ સામે ફરિયાદ કરી શકે એમ છે. ચોંકાવનારી બાબત તો એ છે કે જે બ્લિચ ટુરિઝમે તેજસ શાહ સામે ફરિયાદ કરી છે તે જ બ્લિચ ટુરિઝમ તેજસ ચીટર હોવાનું જાણવા છતાં તેની સાથે બિઝનેસ કરી રહી છે.
વિશ્વાસઘાત અને ઠગાઈની અગાઉ ફરિયાદ નોંધાઈ હતી
2018માં આરોપી તેજશ શાહ સામે ગ્રાહકોના એર ટીકીટ બુકીંગ તેમજ ટુર પેકેઝ તેમજ હોટલ બુકીંગ પેટે કુલ 68.40 લાખનુ બુકીંગ કરાવી તે પેટે 28 લાખ કંપનીમાં જમા કરાવી બાકીના 39.93 લાખ કંપનીમાં જમા કરાવવાને બદલે બારોબાર ગ્રાહકો પાસેથી મેળવી લઈ કંપનીમાં જમા નહી કરાવી વિશ્વાસઘાત અને ઠગાઈ કરી ગુનો કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. અમદાવાદમાં તેજસ શાહ દ્વારા મની લોન્ડરિંગ કરવામાં આવ્યું હોવાનું પણ કેટલાક લોકો દ્વારા જાણવા મળ્યું છે. તેણે લોકોના રૂપિયા લઈને ઠગાઈ આચરી છે અને અમદાવાદમાં રહેતા તેના માતા પિતાને કોઈ રૂપિયા મામલે હેરાન કરે નહીં તે માટે ઘરના દરવાજે એક બાંહેધરી પત્ર ચોંટાડવામાં આવ્યું છે. જેમાં લખવામાં આવ્યું છે, કે મારા ધંધામાં નફા નુકસાનની કોઈ જવાબદારી અમારા માતા પિતાની નથી તેના માટે હું ખુદ જવાબદાર છું. હવે આ ચીટર સામે કાયદાનો કોરડો વિંઝાયો છે. ત્યારે આવા ચીટરોથી લોકોએ જાગૃત બનવાની જરૂર છે.
આ લોકો સામે છેતરપિંડીની ફરિયાદ
તેજસભાઈ નિલેશભાઈ શાહ
યોગેશભાઈ રમેશભાઈ શર્મા
લીમીગો પ્રાઇવેટ લિમિટેડના અધિકૃત વ્યક્તિ ખાલીદ અલી તથા માલિકો અને સંચાલકો
બ્લીચ ટુરિઝમ પ્રાઇવેટ લિમિટેડના માલિકો અને સંચાલકો,
જેનિથ લેજયૂર હોલિડેજની માલિકો અને સંચાલકો
આ પણ વાંચોઃગુજરાતના પાટનગરમાં વેપારમાં નફાની લાલચે ફેક્ટરીના સંચાલક રૂ.33.35 લાખમાં છેતરાયા