પવિત્ર શ્રાવણ મહિનામાં કરો દિવ્ય દક્ષિણ યાત્રા અને એ પણ બજેટમાં!
- કેટલાક લોકો એવા પણ હોય છે જે પવિત્ર શ્રાવણ મહિનામાં ધાર્મિક યાત્રા પર જવા ઈચ્છે છે. 5 ઓગસ્ટથી શ્રાવણ મહિનાનો પ્રારંભ થઈ રહ્યો છે. હૈદરાબાદ અને તેની આસપાસના શ્રદ્ધાળુઓ માટે વિશેષ લાભદાયી પેકેજ
HD ન્યુઝ ડેસ્કઃ વરસાદની સિઝન શરૂ થતાં જ લોકો બહાર ફરવા જવાનો પ્લાન કરતા હોય છે. કેટલાક લોકો ફેમિલી હિલસ્ટેશન જવાનું પસંદ કરે છે, તો કેટલાક કપલ્સ આ સિઝનમાં રોમેન્ટિક ટ્રીપ કરવાનું પસંદ કરે છે. કેટલાક લોકો એવા પણ હોય છે જે પવિત્ર શ્રાવણ મહિનામાં ધાર્મિક યાત્રા પર જવા ઈચ્છે છે. 5 ઓગસ્ટથી શ્રાવણ મહિનાનો પ્રારંભ થઈ રહ્યો છે. આ વાતને ધ્યાનમાં રાખીને IRCTCએ શ્રાવણની યાત્રાનું પેકેજ તૈયાર કર્યું છે જે મધ્યમ વર્ગને પરવડી શકે. અલબત્ત, દક્ષિણ ભારતના અને તેમાંય ખાસ કરીને હૈદરાબાદની આસપાસ રહેતા હોય તેવા શ્રદ્ધાળુઓ માટે આ યાત્રા પેકેજ ખરેખર લાભદાયી થઈ શકે તેમ છે કેમ કે યાત્રાનો પ્રારંભ સિકંદરાબાદથી થવાનો છે.
કરો જ્યોતિર્લિંગના દર્શન
જો તમે પણ જ્યોતિર્લિંગના દર્શન કરવા ઈચ્છો છો તો આ સસ્તું ટૂર પેકેજ છે. આ ટૂર પેકેજમાં તમે માત્ર જ્યોતિર્લિંગ જ નહીં, પરંતુ દક્ષિણ ભારતના અનેક ધાર્મિક સ્થળો પણ જોઈ શકો છો.
દિવ્ય દક્ષિણ યાત્રા સાથે જ્યોતિર્લિંગના દર્શન
સિકંદરાબાદથી શરૂ થનારી આ યાત્રામાં તમે જ્યોતિર્લિંગ સાથે અન્ય સ્થળોની મુલાકાત પણ લઈ શકો છો. તમે આ પેકેજમાં કન્યાકુમારી, તંજાવુર, ત્રિવેન્દ્રમ, રામેશ્વરમ, મદુરાઈ, તિરુવન્નામલાઈ જેવાં સ્થળોની મુલાકાત લઈ શકશો. એટલું જ નહીં, અન્ય સ્થળોની મુલાકાત લેવાની સાથે તમે જ્યોતિર્લિંગના દર્શન પણ કરી શકશો.
Embark on a sacred journey with DIVYA DAKSHIN YATRA WITH #JYOTIRLINGA by #BharatGaurav Tourist Train.
Package starts at ₹14250/- per person* only.
Hurry!Book now! https://t.co/yipb72vO4l
.
.
.#dekhoapnadesh #TamilNadu #Kerala #Booking #IRCTC #Holiday #vacations #Travel pic.twitter.com/jXe2Xduc5S— IRCTC Bharat Gaurav Tourist Train (@IR_BharatGaurav) July 18, 2024
કેટલા દિવસની યાત્રા?
આ સમગ્ર પેકેજની મુસાફરી ભારત ગૌરવ ટૂરિસ્ટ ટ્રેન દ્વારા કરવામાં આવશે. જેની શરૂઆત હૈદરાબાદના સિકંદરાબાદ શહેરથી થશે. આ દિવ્ય દક્ષિણ યાત્રા 8 રાત અને 9 દિવસની છે. આ ખાસ પ્રવાસ 4 ઓગસ્ટ 2024થી શરૂ થશે.
સસ્તું ટૂર પેકેજ
જો તમે ઈકોનોમી ક્લાસની ટિકિટ બુક કરાવો છો તો તમારે પ્રતિ વ્યક્તિ માત્ર 14,250 રૂપિયા ચૂકવવા પડશે. તેમાં તમારો રહેવા, જમવા, બ્રેકફાસ્ટનો ખર્ચ સામેલ હશે. આ ટૂર પેકેજમાં તમને એ ફાયદો થશે કે તમે શ્રાવણ મહિનામાં જ્યોતિર્લિંગના દર્શન કરી શકશો. સાથે સાથે તમને દક્ષિણ ભારતની જગ્યાઓ જોવાનો મોકો મળશે. દક્ષિણ ભારતના અનેક મંદિરો પણ જોઈ શકશો.
આ પણ વાંચોઃ શ્રાવણમાં મહાકાલેશ્વર-ઓમકારેશ્વર દર્શનનો લાભ, જાણો કેવી રીતે પહોંચી શકાશે?