ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

અમેરિકી ન્યાયતંત્રનો આઘાતજનક કિસ્સોઃ આ મહિલા કોઈ અપરાધ વિના 43 વર્ષ જેલમાં રહી!

  • 20 વર્ષની ઉંમરે સાન્દ્રાને હત્યાના કેસમાં દોષી ઠેરવવામાં આવી હતી
  • કોર્ટે આજીવન કેદની સજા સંભળાવી અને 43 વર્ષ જેલમાં વિતાવ્યા બાદ જેલમુક્તિની મંજૂરી મળી

વોશિંગટન, 22 જુલાઈ : ગુનેગારોને સજા કરવી એ સારી બાબત છે. પરંતુ કોઈપણ ગુના કર્યા વિના જેલમાં તમારું અડધું જીવન વિતાવવું એ ભયાનક અનુભવથી ઓછું નથી. આ શ્રેણીમાં એક નામ છે સાન્દ્રા હેમનું. 64 વર્ષની સાન્દ્રા 43 વર્ષથી જેલના સળિયા પાછળ હતી. તે પણ એવા ગુના માટે કે જે તેણે ક્યારેય કર્યો જ નથી. 20 વર્ષની ઉંમરે સાન્દ્રાને હત્યાના કેસમાં દોષી ઠેરવવામાં આવી હતી. કોર્ટે તેને આજીવન કેદની સજા સંભળાવી અને સાન્દ્રાને 43 વર્ષ જેલમાં વિતાવવા પડ્યા.

જુઓ શું હતો સમગ્ર મામલો

અમેરિકાના ઈતિહાસમાં આવું પહેલીવાર બન્યું હતું કે જ્યારે કોઈ મહિલાને ખોટી રીતે દોષિત ઠેરવીને આટલા વર્ષો સુધી જેલમાં રાખવામાં આવી હોય. વાસ્તવમાં આ વાત 1980ની છે. તે સમયે સાન્દ્રા 20 વર્ષની હતી. સેન્ટ જોસેફ, મિઝોરીના પુસ્તકાલય કાર્યકર પેટ્રિશિયા જેશ્કેને છરીના ઘા ઝીકીને હત્યા કરવામાં આવી હતી. કોર્ટે સાન્દ્રાને આ હત્યા માટે દોષી ઠેરવી અને તેને આજીવન કેદની સજા ફટકારી હતી.

આ પણ વાંચો : ભારતમાં 2050 સુધીમાં વૃદ્ધોની વસ્તી બમણી થઇ જશે, આરોગ્ય સેવા અને આવાસમાં વધુ રોકાણની જરૂર

118 પેજના નિર્ણયમાં જજે સાન્દ્રાને મુક્ત કરવાની મંજૂરી આપી

સાન્દ્રા હવે જેલમાંથી મુક્ત થઈ ગઈ છે. અલબત્ત સાન્દ્રા જેલના સળિયા પાછળ નથી પરંતુ તેનો કેસ હજુ તપાસ હેઠળ છે. કોર્ટના જજ રેયાન હોર્સમેને 118 પાનાના નિર્ણયમાં 14 જૂન, 2024ના રોજ સાન્દ્રાને મુક્ત કરવાની મંજૂરી આપી હતી. આ નિર્ણય મુજબ હેમના વકીલ પાસે તેની નિર્દોષતાના પુરાવા છે.

કોણ હતો અસલી ગુનેગાર?

કેસની સમીક્ષામાં જાણવા મળ્યું છે કે પોલીસે હત્યા દરમિયાન ઘણા પુરાવાઓની અવગણના કરી હતી. તે પુરાવા તેના અધિકારી માઈકલ હોલમેન તરફ ઈશારો કરી રહ્યા હતા. માઈકલને પાછળથી હત્યાના અન્ય કેસમાં જેલમાં મોકલવામાં આવ્યો હતો અને 2015માં તેનું મૃત્યુ થયું હતું. હોલમેનના ઘરમાંથી જેશ્કેની સોનાની બુટ્ટી પણ મળી આવી હતી. કોર્ટે કહ્યું કે ફોરેન્સિક પુરાવા પણ હેમને હત્યા સાથે જોડતા નથી. તેનો કોઈ હેતુ નહોતો અને કોઈ સાક્ષીએ તેની વિરુદ્ધ કોઈ નિવેદન પણ આપ્યું ન નથી.આમ સાન્દ્રા હેમ્મને ગત શુક્રવારે જેલની બહાર લાવવામાં આવી હતી.

આ પણ વાંચો : શ્રાવણના પહેલા સોમવારે બિહારમાં દુર્ઘટના, ગંગામાં ડૂબી જતા ચાર યુવકોના મૃત્યુ

Back to top button